બનાસકાંઠા બંદોબસ્તમાં જતા પોલીસ વાહનનું અકસ્માત, પીએસઆઈનું મોત

0
36

ભુજ : પશ્ચિમ કચ્છ પોલીસ વિભાગમાં લીવ રિઝર્વમાં ફરજ બજાવતા પી.એસ.આઈ. સહિતનો સ્ટાફ પોલીસ વાહનથી સી.એમ.ના બંદોબસ્તમાં બનાસકાંઠા જઈ રહ્યા હતા ત્યારે વાહનમાં કાંઈક અવાજ આવતા ડાબી બાજુએ ઊભો રાખી સ્ટાફના સભ્યો વાહનને જોઈ રહ્યા હતા.તેટલામાં જ પાછળથી પૂરઝડપે આવી રહેલી ટ્રકે પોલીસ વાહનને ટક્કર મારતા રોડની સાઈડે જીપ ઉતરી ગઈ હતી અને બહાર ઊભેલા પીએસઆઈ અને તેમનો સંબંધી ટ્રકને હડફેટે આવી ગયા હતા. ગંભીર ઈજાઓના કારણે સ્થળ પર જ પીએસઆઈનું મોત થયું હતું.સાંતલપુર પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ પશ્ચિમ કચ્છ જિલ્લાના ચાર પોલીસ અધિકારી-કર્મચારી પોલીસ વાહનથી બનાસકાંઠા સી.એમ. બંદોબસ્તમાં જઈ રહ્યા હતા ત્યારે પીપરાળા ગામ નજીક ચેકપોસ્ટથી સાંતલપુર માર્ગ ત્રણ કિલોમીટર દુર ડગાચીયા દાદા મંદીર પાસે હાઈવા-ડમ્પર સાથે અકસ્માત થયો હતો, જેમાં લીવરીઝર્વમાં રહેલા કુંવરજી ફુલસીંગ વસાવા (રહે. મુળ સુરત ઉમરપાળા)નું ગંભીર ઈજાઓને કારણે મોત થયું હતું. માર્ગ અકસ્માતમાં પોલીસ અધિકારીના મોતના સમાચાર મળતા જ આસપાસના પોલીસ મથકેથી કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને અન્ય ઈજાગ્રસ્ત અધિકારી-કર્મચારીઓને સારવાર માટે ખસેડયા હતા. પશ્ચિમ કચ્છમાં ફરજ બજાવતા પી.એસ.આઈ.નું માર્ગ અકસ્માતમાં મોત થઈ જતા પોલીસ બેડામાં શોકની લાગણી ફેલાઈ હતી.