માંડવીના ધોકડા ગામની વાડીમાંથી પોલીસે દારૂ ઝડપ્યો

0
30

  • ૩૧,પ૦૦નો શરાબ મળ્યો, પણ પોલીસને જોઈ આરોપી રફુચક્કર

માંડવી : તાલુકા ધોકડા ગામની વાડીમાંથી પોલીસે દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. કોડાય પોલીસ સ્ટેશનથી જાણવા મળતી વિગતો મુજબ ધોકડાથી ગોણિયાસર જતા રોડ પર આવેલી વાડીમાં રેડ કરવામાં આવતા ભારતીય બનાવટની વિદેશી દારૂની ૭પ૦ એમએલની કાચની સીલબંધ બોટલો મળી આવી હતી. માલની ગણતરી કરતાં કુલ ૯૦ બોટલ કિ.રૂા. ૩૧,પ૦૦નો મુદ્દામાલ મળી આવ્યો હતો. જે સાથે ૧૦ હજારની બાઈક નંબર જી.જે. ૧ર બીકે ૬૭૮૩ વાળી કબ્જે કરવામાં આવી હતી. પોલીસને જોઈને આરોપી હેેતુભા દિલુભા જાડેજા નાસી છુટયો હતો, જેથી તેની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મહત્વની વાત એ છે કે, ચૂંટણી સમયે દારૂની રેલમછેલ થઈ રહી છે, ત્યારે દારૂનો જથ્થો છેક માંડવી સુધી પણ પહોંચી ગયો છે.