દુધઈ પટ્ટામાં પીએમના ખનીજ-માટી-દારૂના બેનામી ધંધાઓ બેફામ? કોની છત્રછાયા?

0
50

  • વાડ જ ચીભડાં ગળે તે આનુ નામ..!

કચ્છનું આખુય તંત્ર ચૂંટણી વ્યવસ્થાઓમાં છે વ્યસ્ત, ત્યારે પીએમ આણી ગેંગ અહીથી દારૂની પણ બેખોફીથી કટીંગ કરતા હોવાની અટકળો : વાડીઓમાં દારૂના સંગ્રહ માટે બનાવાયા છે મેાટા મોટા ટાંકાઓ, આવી વાડીઓમાં પ્રવેશ દ્વાર પાસે સીસીટીવી કેમેરા પણ લગાવાયા છે, કોઈ એજન્સી તપાસ માટે આવે કે રેકી કરવા પણ કોઈ આવે તો આ સીસીટીવી કેમેરામાં બધું જ કેદ થઈ જાય, અને રેડ નીલ જ થાય

લતાડાવાળા ડુંગરની આસપાસની કોતરોમાં ધમધમતા ભેડીયાની કાંકરી-કપચીની રોજની ર૦૦ ટ્રકોની ગેરકાયેદસર ભરીને વિદેશમાં ખુલ્લેઆમ થતી નિકાસ, ન તો લીજ મંજુર કરાવેલી છે કે ન રોયલ્ટી પાસ પરવાનાઓ કે તંત્રની મંજુરી ધરાવે છે? છતા પણ પીએમ દ્વારા લાખો-કરોડોની કરાય છે ધુમ રોયલ્ટી ચોરી..!

સ્ટેટમ મોનીટરીંગ સેલ, એસએમસી ત્રાટકે તો જ આ પીએમની બકરી આવી શકે ડબ્બામાં : કારણ કે, પીએમની સાથે ખાખીધારી ડ્રાયવરનો રહે છે ચૌકિ-પહેરો : સરકારને નથી તેટલા આ ડ્રાયવર મહાશય પીએમને છે વફાદાર

ગાંધીધામ : વાડ જ ચીભડા ગળે તેવી ઘટનાને સમર્થન આપતી ચર્ચા હાલમાં હોટટોપીક બનેલી છે. દુધઈ પટ્ટામાં કાંકરી-કપચી, ખનીજ-માટી અને દારૂ તથા લોખંડની કંપનીઓના સળીયાઓની જીએસટી વિના જ બારોબાર હેરફેર કરનાર પીએમ અને તેની ટોળકી હાલમાં ફરીથી મેદાનમાં આવી ગઈ હોય અને આ ધંધાઓને બેફામ ધમધમાવતી હોવાનુ મનાય છે. આ પીએમની સાથે એક સરકારી ડ્રાયવર પણ ભાગબટાઈ ધરાવતો હોવાથી મોટી ભુંડી ભૂમિકાઓ ભજવતો હોવાનુ ચર્ચાય છે. આ બાબતે અંતરંગ વૂર્તુળોમાથી ચર્ચાતી વિગતો અનુસાર દુધઈ પટ્ટાની આસપાસમાં લાતુઆ ડુંગરોની કોતરોની આજુબાજુમાં ગેરકાયદેસર રીતે મોટા પ્રમાણમાં ભેડીયો ધમધમી રહ્યો હોવાનુ ચર્ચાય છે. કોઈ પણ પ્રકારની સરકારની મંજુરીઓ લીધા વિના જ આડેધડ ગેરકાયદેસર અહી આ ભેડીયો દીવસ-રાત ધમધમી રહ્યો છે અને તેમાંથી નીકળીત કાંકરી-કપચી ભરેલી અંદાજીત ર૦૦થી વધુ ટ્રકો રોજબરોજની ભરવામાં આવી રહી છે અને તેની વિદેશમાં નિકાસ કરાઈ રહી હોવાનુ મનાય છે. વિચાર તો કરો કે, પીએમના આ પ્રકારના ગેરકાયદેસર ધંધા થકી સરકારની કેટલો મોટો આર્થિક ધુમ્બો પડી રહ્યો છે? કારણ કે, મંજુરી અને પરવાનગી તો આ ભેડીયાની લીધેલી જ ન હોવાનુ કહેવાય છે એટલે રોયલ્ટી ચોરીનો આંક માસીક-વાર્ષિક જુઓ તો આવા ભેડીયા થકી કયાંય પહોચી જતો હશે? સરકારને કરોડોની રોયલ્ટી ચોરીનો આર્થિક ધુમ્મો પીએમ માત્ર આ કપચી-કાંકરીના બેનામી ધંધાથી જ આપી રહ્યો છે તેવુ નથી પરંતુ પીએમની ટોળકી દ્વારા જ આ પટ્ટામાં જ કાંકરી-કપચી જેવુ જ ખનીજચોરીનુ પણ મોટુ ગેરકાયદેસર હેરફેરનુ કૌભાડ ધમધમાવી રહ્યો છે. વાત આ પીએમના સામ્રાજયની અહી જ અટકવા પામતી નથી પરંતુ હાલમાં આખુય તંત્ર અને કાયદો વ્યવસ્થાના રક્ષકો પણ કચ્છમાં ચૂંટણીને પાર પાડવાની દીશામાં સક્રીય બનેલા છે. એટલે સહજ રીતે તેત્ર તેમાં વ્યસ્ત છે તેનો મોટો ગેરલાભ દુધઈ પટ્ટાનો આ પીએમ ઉઠાવતો હોવાનુ કહેવાઈ રહ્યુ છે. અને કાંકરી-કપચી ઉપરાંત અહી દારૂનુ પણ મોટુ કટીંગ પીએમ અને તેના સાગરીતો કરી રહ્યા હોવાનુ કહેવાય છે. પીએમના આ બધાય ધંધાઓમાં આ જ પટ્ટાના એક બની બેઠેલા ખાખીના ડ્રાયવર મહાશય પણ બરાબરની કાળી કમાણી કરીઅને હાથ કાળા કરી રહ્યા હોવાનુ મનાય છે. દારૂના કટીગની વાત હોય કે પછી અન્ય કોઈ બેનામી ગાડીઓને હેરફેર કરાવી હોય તો આ જ ડ્રાયવર પાયલોટીંગ કરી અને હેમખેમ પહોચાડી દે છે. આ જ વિસ્તારમાં દારૂના કટીગ કરવાને માટે વાડીઓમાં મોટા મેાટા ટાંકાઓ બનાવાયા હોવાનુ પણ કહેવાય છે.પીએમ દ્વારા આવી વાડીઓના પ્રવેશદ્વાર પર સીસીટીવી કેમેરાઓપણ લગાવાયા હોવાનુ કહેવાય છે. વાડીઓ અને ખતેરો જ જો હોય તો તેમાં સીસીટીવી કેમેરા લગાવાની શુ જરૂર પડે? પંરતુ અહી દારૂ સગ્રહવા જે મોટા મોટા ભુર્ગભ ટાંકાઓ બનાવાયા છે તેના પર કોઈ એજન્સી ક્રોસ રેઈડ કરવા આવે તો સીસીટીવીમાં બધુ જ દેખાઈ જાય અને રેઈડ કે દરોડો સફળ થવાના બદલે નીલ જ થઈ જાય તે માટે આવી ગોઠવણો કરવામા આવી હોવાનુ ચર્ચાય છે. કહેવાય છે કે, સ્ટેટ મોનીરટીંગ સેલ, એસએમસીના શ્રી રાય અથવા તો શ્રી કરમરીયા અહી વક્રદ્રષ્ટી કરશે અને ત્રાટકશે તો જ આ પીએમ કાબુમાં આવી શકે તેમ છે.

પીએમના માનીતા ડ્રાયવર સામે તંત્રમાં થઈ ફરીયાદ, છતા કાર્યવાહી નહીં ?

બેનંબરી ધંધાઓનુ મોટું સામ્રાજય ધરાવતા પીએમના ખાસ ડ્રાયવર ત્રણ વર્ષ કરતા વધુ સમયથી એક જ જગ્યાએ ફરજ બજાવતા હોવા છતા તેની બદલી કેમ નહી? આ ડ્રાયવર મહાશય કહે છે કે, મારા પર પીએમના ચાર હાથ છે, પીએમ ડંફાસો મારતો ફરે છે કે, ડીએસપી મારા ખિસ્સામાં છે? હકીકતમાં છે શુ? આવી બડાસો મારનાર આ પીએમ છે કોણ?

ગાંધીધામ : દુધઈ પટ્ટામાથી પૂર્વ કચ્છમાં ગેરકાયદેસર રીતે ધમધમતા ધંધાઓને બેખોફીથી ચલાવનારા પીએમ અને તેનો માનીતો ડ્રાયવર ફરી ચર્ચામાં આવ્યો છે. કહેવાય છે કે, પીએમના ધંધાઓને માટે સરકારી કવચ રૂપ કામો કરનાર આ ડ્રાયવરની ફરીયાદ તંત્ર સમક્ષ કરવામાં આવી છે. આ ડ્રાયવર લાંબા સમયથી કહી શકાય કે ત્રણ વર્ષ કરતા વધુ સમયથી એક જ જગ્યાએ નોકરી રહી હ્યો છે. રાજકીય ગતિવિધીઓ કરી અને કોઈ એક પક્ષને ફાયદો પહોચાડી રહ્યો છે છતા તેની બદલી કેમ નથી કરવામાં આવતી? આ ડ્રાયવર ખનિજવાળાઓ પાસેથી હપ્તાઓ લે છે અને બ્લેકટ્રેપની પણ ખુલ્લેઆમ ચોરીઓ કરી રહયો હોવાનુ મનાય છે. માત્ર ડ્રાયવર છે છતા પણ બેનામી સંપત્તીથી ફાટીને ફુલેકે ગયેલ આ શખ્સ મોટો અધિકારી હોય તેમ સામાન્ય લોકો પર રૂઆબ છાંટતો ફરતો હોવાનુ પણ ફરીયાદમાં જણાવાયું છે. ઉપરાંત પીએમનો આ ડ્રાયવર તેના વિસ્તારમા આવતા ર૦થી વધુ જેટલા દારૂના પોઈન્ટ પરથી પણ સેકસનની મોટી રકમ ઉઘરાવતો ફરતો રહે છે. હકીકતમાં નિયમ અનુસાર ત્રણ વર્ષ કે તેથી વધુ એક જ જગ્યાએ ફરજ બજાવતા સરકારી બાબુઓને ચૂંટણી પૂંર્વે જ અન્યત્ર બદલી દેવામાં આવતા હોય છે. ત્યારે આ ડ્રાયવર મહાશય કેમ નથી બદલાયા? તેનો રીપોર્ટ કેમ કરવામાં ન આવ્યો? દારૂ-લોખંડની બાજુમાં આવેલી કંપનીમાંથી સળીયાઓની ગેરકાયદેસર હેરફેર, ખનીજ, કાંકરી-કપચીની કરોડોની રોયલ્ટી ચોરી કરનાર આ ડ્રાયવર ખુલ્લેઆમ કહે છે કે, મારા પર તો પીએમના ચાર હાથ છે, મારો કોઈ વાળ પણ વાંકો નહી કરી શકે, પીએમ કહે છે કે, એસપી મારા ખીસ્સામાં છે. ખરેખર આ બાબતો પાછળની હકીકત છે શુ? કોણ છે આ પીએમ? આ ડ્રાયવર સામે નામજોગ તંત્રમાં ફરીયાદ કરાઈ છતા તેની સામે કાર્યવાહી ન થવી કે પગલા ન લેવાયા તેની પાછળનુ રહસ્ય શું?

એટીએસ દુધઈ પટ્ટામાં કરે વક્રદ્રષ્ટી :તો પીએમની પોલ થાય પાધરી..!

ગાંધીધામ : ગુજરાતમાં હાલના સમયે દેશવિરોધી પ્રવૃતીઓ સાથે સંકળાયેલા અથવા તો નાણાકીય વ્યહવારમાં ગેરરીતી કરી અને ટેરર ફડીગ સાથે સંકળાયેલા હોવાની પ્રાથમિક આશંકાના આધારે એટીએસ દ્વારા ગુજરાત સહિત કચ્છમાં પણ મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતુ. ત્યારે જાણકારો કહી રહ્યા છે કે, જો આ જ એટીએસની એકાદ ટીમ દુધઈ પટ્ટામાં વોચ ગોઠવીને સરપ્રાઇજ તવાઈ બોલાવે તો અહીથી બેઝઓઈલ, દારૂ, રેતી, માટી, ખનીજ, લોખંડના સળીયા સહિતના બેનંબરી ધંધા ચલાવતા પીએમના સામ્રાજયનો ખુલાસો થઈ શકે તેમ છે. નોધનીય છે કે, આ પીએમ પણ લોખંડના સળીયા સહિતનાઓની હેરફેર આસપાસમાં આવેલી કંપનીઓમાંથી બીલો વગર અથવા તોબોગસ બીલો મારફતે જ કરતો ફરે છે. અને એટીએસને પીએમની પોલનો પદાર્ફાશ કરવાની સાથે અહીથી મોટા ગેરકાયદેસર દલ્લાઓ હાથ લાગી શકે તેમ છે.