રાપરમાં પી.એમ.જે.એ.વાય.મા. પી.વી.સી. કાર્ડ વિતરણ કેમ્પ યોજાયો

0
26
પ્રધાનમંત્રીશ્રી ની અધ્યક્ષતામાં 17/10/22 ના રોજ એક જ દિવસ 50 લાખ આયુષ્માન કાર્ડ વિતરણનો લાઈવ કાર્યક્રમ રાપર તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા રાખવામા આવેલ છે.જે અંતર્ગત રાપર ખાતે સ્થાનિક કાર્યક્રમ પ્રાગપર ચોકડી ના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે શરૂ થયો હતો જેમા રાપર તાલુકાના માજી ધારાસભ્યશ્રી પંકજભાઈ મહેતા તેમજ કચ્છ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વણવીરજી સોલંકી તેમજ રાપર તાલુકા પંચાયત પ્રમુખ  હમીરસિંહ સોઢા તેમજ મામલતદાર કે. આર ચૌધરી રાપર તેમજ તાલુકા વિકાસ અધિકારી મોઢેરા તેમજ માજી તાલુકા પંચાયત પ્રમુખ જયદીપસિંહ સોઢા તેમજ રાપર તાલુકા ભાજપ પ્રમુખ નશાભાઈ દૈયા તેમજ રવ જિલ્લા પંચાયત રાજુભા જાડેજા તેમજ રામવાવ સરપંચ ખેગારભાઈ તેમજ તાલુકા આરોગ્ય અધિકારી ડૉ મોતીલાલ રોય તેમજ રાપર તાલુકાના નવ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોકટર તેમજ આયુષ ડોકટર  તેમજ RBSK ડોક્ટર્સશ્રીઓ તેમજ રાપર તાલુકાના તમામ MPHS,FHS, MPHW,FHW, CHO, આશાબહેનો , આગણવાડી વર્કર , આશા ફેસીલીટર,તમામ ઓપરેટરશ્રીઓ હાજર રહ્યા હતા અને રાપર ખાતે મહાનુભાવોની હાજરીમાં જેમણે આ યોજનાનો લાભ લીધો છે તેમને કાર્ડ આપીને પ્રોત્સાહિત કરાયા હતા અને રાપર તાલુકાના ચાર હજાર કાર્ડ ઘરે ઘરે વિતરણ કરવામાં આવશે તેની શરૂઆત મહાનુભાવોના હાથે પાંચ લોકોને કાર્ડ આપીને શરૂઆત કરી હતી
આ કાર્યક્રમમાં પંકજભાઈ મહેતા દ્વારા આરોગ્ય વિભાગની કામગીરીને બિરદાવી હતી અને કાર્યક્રમનું સંચાલન મોરારદાન ગઢવી દ્વારા કરવામાં આવ્યું હતું.તેમજ ગુજરાત રાજ્યના તમામ તાલુકાઓમાં શરૂ કરવાના કાર્યક્રમનું ઉદઘાટન તમામ તાલુકા કક્ષાએ આદરણીય પ્રધાનમંત્રીશ્રી દ્વારા વર્ચ્યુલ પ્રેરક ઉપસ્થિતિમાં અને આદરણીય મુખ્યમંત્રીશ્રી, કેન્દ્રીય આરોગ્ય મંત્રીશ્રીની માનદ હજારીમાં રાજ્ય કક્ષાના ટુ-વે જીવંત પ્રસારણમાં કરવામાં આવેલ જેમાં રાજય કક્ષાનો કાર્યક્રમ ઓડીટોરીયમ,જી.એમ.ઇ.આર.એસ. મેડીકલ કોલેજ, ગાંધીનગર ખાતે યોજવામાં આવેલ હતો.