ભુજમાં પાઈપ ફિટિંગના ક્લેમ્પ ચોરનારો પકડાયો

0
27

ભુજ : શહેરમાં નોંધાયેલા ચોરીના ગુના કામે એ-ડિવિઝન પોલીસે આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો. એન્જિનિયરીંગ કોલેજ રોડ પર સર્જન કાસા સોસાયટીની બાજુમાં આવેલ ખુલ્લા ગોડાઉનમાં રાખેલા કન્ટ્રકશનના સરસામાનમાંથી પાઈપ ફીટ કરવાના ક્લેમ્પ નંગ.૧પ૦ સાથે એક શખ્સને ઝડપી લેવાયો હતો. આરોપી ભારાપરના રમઝાન હાસમ સમાએ આ માલ ચોરીનોો હોવાની કબૂલાત આપી હતી. આ કેસમાં સુખપર જુનાવાસ અરવિંદ સામજી વેકરિયાનું નામ ખુલવા પામ્યું હતું.