ફાર્મસીસ્ટ -લેબ ટેકનીશ્યન -સ્ટાફ નર્સ- ફિમેલ હેલ્થ વર્કરને તેમની પસંદગીના નિમણૂંક સ્થળ અપાશે

0
42

તા. ૧૩/૧૦/૨૦૨૨ ના સવારે ૧૦:૩૦ કલાકે  સમિતીખંડ જિલ્લા પંચાયત કચ્છ ભુજ ખાતે સ્વખર્ચે રૂબરૂ ઉપસ્થિત રહેવું

તાજેતરમાં ગૌણ સેવા પસંદગી મંડળ તથા પંચાયત સેવા પસંદગી મંડળ દ્રારા નિમણૂંક પામીને જિલ્લા પંચાયત, કચ્છ ભુજ હસ્તે મુકવામાં આવેલ તથા મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીની કચેરી દ્વારા ડોક્યુમેન્ટ વેરીફીકેશન કરવામાં આવેલા   ફાર્મસીસ્ટ લેબ ટેકનીશ્યનસ્ટાફ નર્સફિમેલ હેલ્થ વર્કરને તેમના પસંદગી નિમણુક સ્થળ નક્કી કરવા માટે તારીખ ૧૩/૧૦/૨૦૨૨ ના સવારે ૧૦:૩૦ કલાકેસ્થળ – સમિતીખંડ જિલ્લા પંચાયત કચ્છ સુરમંદિર સિનેમા સામે, ભુજ ખાતે સ્વખર્ચે રૂબરૂ ઉપસ્થિત રહેવા જણાવવામાં આવે છે. ઉમેદવાર રૂબરૂ ઉપસ્થિત નહિ રહે તો અહીંથી નક્કી થયા મુજબનું સ્થળ આપી દેવામાં આવશે. એમ મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.જે.ઓ.માઢક  જીલ્લા પંચાયત,  કચ્છ –ભુજની યાદીમાં જણાવ્યું છે.