PF ઓફિસના કર્મચારીઓનાTDSના રૂ. ૩૬.૩૪ લાખ ચાંઉ

અમદાવાદઃ શહેરના મણિનગર વિસ્તારમાં આવેલ કર્મચારી ભવિષ્યનિધી સંગઠનની કચેરીમાં ફરજ બજાવતા અધિકારીઓના ટીડીએસની રકમની રૂ. ૩૬.૩૪ લાખની ઉચાપત થતાં મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. અધિકારીઓના ૭૦.૯૬ લાખની ટીડીએસની રકમ પૈકી રૂ.૩૬.૩૪ લાખ રૂપિયા એક ખાનગી એજન્સીએ ઇન્કમટેક્સમાં જમા નહીં કરાવતાં સમગ્ર મામલો સામે આવ્યો છે.ચાંદખેડા વિસ્તારમાં આવેલ અચલ રેસિડન્સીમાં રહેતા અનેમણિનગરમાં કર્મચારી ભવિષ્યનિધી સંગઠનમાં સહાયક ભવિષ્યનિધી કમિશનર તરીકે ફરજ બજાવતા ચંદ્રપ્રકાશ માથુરે મિણનગર પોલીસ સ્ટેશનમાં બે શખ્સ વિરુદ્ધમાં છેતરિપંડીની ફરિયાદ કરી છે. તા.રપ જુલાઇ, ર૦૧૭ના રોજ કર્મચારી ભવિષ્યનિધિ સંગઠનના રિજિયોનલ પી.એફ. કમિશનર પ્રવીણ ગઢવાલે વર્ષ ર૦૦૯થી ર૦૧પ સુધીના ઇન્કમટેક્સ રિટર્ન અને ટીડીએસ બાબતે તપાસ કરવા કહ્યું હતું.લાખો રૂપિયાની ઉચાપતના મામલે કર્મચારી ભવિષ્યનિધી સંગઠન દ્વારા એક ખાસ ટીમ બનાવાઇ હતી, જેમાં અભિલાષ નાયરની ઇન્ક્વાયરી મેમ્બર તરીકે નિમણૂક કરવામાં આવી હતી. તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે ટુરેક ઇન્ફો સોલ્યુશન પ્રા. લિ.ના ડાયરેક્ટર તૃપન મફતલાલ શાહ (રહે. બી/પ૮, મંગલમ્‌ સોસાયટી, ઇસનપુર)ને તા.પ-પ-ર૦૦૬ના રોજ ઇન્કમટેક્સ ખાતે આવેલી ભવિષ્યનિધિની વડી કચેરીના આસિસ્ટન્ટ પી.એફ. કમિશનર આર.ડી.દવેએ શરતોના આધારે એજન્સી આપી હતી, જેના આધારે મિણનગરના સત્યમ ટાવરમાં આવેલી કર્મચારી ભવિષ્યનિધી સંગઠનના કર્મચારીઓના ટીડીએસના ચેક ઇન્કમટેક્સના નામે ટુરેક ઇન્ફોસોલ્યુશનને આપ્યા હતા.દરમિયાનમાં વર્ષ ર૦૦૯માં ઇન્કમટેક્સના નોટિફિકેશન મુજબ ઓનલાઇન ઇ-પેમેન્ટની સિસ્ટમ દાખલ થઇ હતી. તે વખતે કર્મચારી ભવિષ્યનિધી સંગઠનમાં સેક્શન સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા વીરલ મહેન્દ્ર રામોલિયા (રહે. અમિજ્યોત એપાર્ટમેન્ટ, એલિસિબ્રજ) સત્તાધીશોને જણાવ્યું હતું કે હવે ઇન્કમટેક્સના નામે નહીં, પરંતુ ટુરેક ઇન્ફો સોલ્યુશન પ્રા. લિ. નામનો સર્વિસ ચાર્જ સાથેનો ચેક આપવો પડશે.