નખત્રાણા તાલુકાના અરજદારોએ ફટાકડા વેચાણ માટે હંગામી લાયસન્સા મેળવી લેવા

0
125

આગામી દિવાળીના પર્વ દરમિયાન નખત્રાણા તાલુકાના અરજદારોને ફટાકડા વેચાણ માટે હંગામી લાયસન્‍સ આપવાના રહે છે. આ માટે જેઓ હંગામી લાયસન્‍સ મેળવવા માંગતા હોય તેઓએ નખત્રાણા મામલતદારશ્રીની કચેરીમાંથી નિયત અરજી ફોર્મ મેળવી નિયત લાયસન્‍સ ફી ના ચલણ સાથે અરજી સબંધિત મામલતદાર કચેરીએ આ અખબારી યાદી પ્રસિધ્ધ થયાના દિન-૭ માં ઉપરોકત કચેરીએ સમય દરમ્‍યાન જમા કરાવવાની રહેશે. ત્‍યારબાદ આવેલ અરજીઓ ધ્‍યાને લેવામાં આવશે નહીં તેવું એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટ, નખત્રાણા-કચ્છ દ્વારા જણાવાયું છે.