રાજસ્થાનના શખ્સો મહેફીલ માટે વરસામેડીમાં બોટલ લાવ્યા પણ પોલીસ પકડી ગઈ…

0
41

અંજાર એપીએમસી પાસે દારૂ સાથે શખ્સ પકડાયો

(ક્રાઈમ પ્રતિનિધિ દ્વારા)અંજાર : રાજસ્થાનમાં દારૂના વેચાણ પર કોઈ પાબંદી નથી પરંતુ ગુજરાતમાં દારૂબંધી છે. જો કે પૂર્વ કચ્છમાં ઔદ્યોગીક વિકાસ અને ધંધા – રોજગારના કારણે મોટી સંખ્યામાં રાજસ્થાનથી લોકો અહીં આવતા હોય છે. તેવી જ રીતે રાજસ્થાનના બે શખ્સો અંજાર તાલુકાના વરસામેડીમાં આવેલી અંબાજી નગર સોસાયટીમાં રહે છે. પરંતુ તેઓ તેમની સાથે રાજસ્થાનથી દારૂની બોટલો લાવ્યા હોઈ પોલીસને ભનક જતા રેડ કરીને આ માલ ઝડપી લેવાયો હતો.અંજાર પોલીસે જણાવ્યું કે, આરોપી રામારામ મોટારામ દેહડુ (જાટ) (રહે. બાડમેર, રાજસ્થાન) અને દશરત બંસીરામ પોસવાલ (ગુજ્જર) (રહે. જયપુર, રાજસ્થાન)ના કબજામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની સાત બોટલ કિંમત રૂા. ર૭રપ નો મુદ્દામાલ મળી આવ્યો હતો. આ તરફ અંજાર એપીએમસી માર્કેટ પાસે પોલીસે કરેલી અન્ય એક કાર્યવાહીમાં ડોબાવાડીમાં રહેતા પરેશ માવજીભાઈ કાપડીના કબજામાંથી દારૂની ર૪૦૦ રૂપિયાની છ બોટલો મળી આવતા તેની અટકાયત કરી તેની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.