પરિણિતાની પજવણી કરતા શખ્સોને દિયર-સસરાએ સમજાવતા માર મરાયો

0
56

માધાપરની પરિણિતાએ ત્રણેય આરોપી સામે પોલીસ મથકે નોંધાવ્યો ગુનો

ભુજ : તાલુકાના માધાપર ગામે બિપીનભટ્ટ નગરમાં કોલોનીમાં રહેતી યુવાન પરિણિતાને અવાર નવાર ફોન કરી પજવણી કરતા શખસોને દિયર-સસરાએ ફોન કરી સમજાવતા ત્રણ જણા ઉશ્કેરાઈ જઈ ઘર પાસે આવી ધોકા વડે માર મારી ઈજાઓ પહોંચાડતા માધાપર પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ હતી.માધાપર પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ માધાપરના કચ્છમિત્ર સર્કલ પાસે બીપીનભટ્ટ નગરમાં રહેતી પરિણિતાએ ઓસમાણ ગુલમામદ નોડે, ભીલાલ ગુલમામદ નોડે અને રહીમ નોડે (રહે. રામનગરી નવાવાસ માધાપર)વાળા સામે ફરિયાદ નોંધાવી હતી. આરોપી ઓસમાણ અવાર નવાર ફરિયાદીને ફોન કરી પજવણી કરતો હોઈ જેથી તેણે સસરા અને દિયરને વાત કરી હતી. દિયર અને સસરાએ આરોપી ઓસમાણને આવી રીતે નહીં કરવા માટે સમજાવતા ત્રણેય જણા ઉશ્કેરાઈ જઈ ધોકા વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા માધાપર પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ હતી.