માંડવી વિધાનસભાની બેઠક પર પંજાની જીત નિશ્ચિત : રાજેન્દ્રસિંહ જાડેજા

0
56

માંડવી બેઠક પર કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ ભર્યું : કાર્યકર્તા મિલનમાં સમર્થકોએ વ્યક્ત કર્યો વિજયનો વિશ્વાસ

માંડવી : ૨ મુન્દ્રા- માંડવી વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્રસિંહ અજીતસિંહ જાડેજાએ આજે પોતાનું ઉમેદવારી પત્રક દાખલ કર્યું હતું.સૌપ્રથમ દિપપ્રાગટગથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. મુન્દ્રા શહેરમાં વિશાળ રેલી રૂપે નિકળયા બાદ ક્ષત્રિય સમાજવાડી ખાતે સવારે કાર્યકરો સાથે બેઠક કરી હતી, જેમાં કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ભાજપના લોકો જે ખોટી અફવાઓ ફેલાવી રહ્યા છે તેનાથી દુર રહેવું, પંજાની જીત જોઈતી હોય તો અત્યારથી કામે લાગી જવું પડશે. સંગઠનની બુથ સ્થળની તૈયારીઓ થઈ ગઈ છે. મતદારોને મતદાન મથક સુધી પહોંચાડવાની જવાબદારી કાર્યકરોની છે. ભાજપના શાસનમાં બેરોજગારી, ખેડૂતોને હેરાનગતિ, ભ્રષ્ટાચાર સહિતના મુદ્દાઓ ટાકી યજુવેન્દ્રસિંહએ પ્રહારો કરતા જણાવ્યું કે ભ્રષ્ટાચાર વાળી ભાજપ સરકારને ઉખાડી નાખવાનો સમય આવી ગયો છે. કોંગ્રેસ પક્ષમાં કોઈપણ નારાજગી નથી, તેવું કહી ખોટા ભ્રમક પ્રચારોથી અપીલ કરી હતી. માંડવી – મુંદરા બેઠક પરના ઉમેદવાર રાજેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ભાજપના લોકો ખોટી અફવાઓ ફેલાવી રહ્યા છે કે આ ભાઈ કોંગ્રેસમાંથી જીતીને ફરી ભાજપમાં જશે. તે તમામ વાત ખોટી છે. ભાજપ મારા માટે ભૂતકાળ બની ગયો છે. આ વખતે કોંગ્રેસ સારા માર્જીન સાથે જીતશે અને વધુમાં તેમણે કાર્યકર્તાઓને અપીલ કરતા કહ્યું કે એક જુથ થઈને નાના માણસો સુધી પહોંચીને કામ કરવું પડશે. મને કોઈ નેતા બનવાનો શોખ નથી. કોંગ્રેસ મારા પર જે વિશ્વાસ રાખીને ટિકિટ આપી છે તેને સાચા અર્થમાં સાર્થક કરીને પ્રજાના સેવક તરીકે કામ કરીશ. જો મારો અભિપ્રાય લેવો હોય તો માંડવીના કોઈપણ વ્યકિતને પુછી શકો છો. કાર્યકર મિલનમાં કોંગ્રેસના આગેવાનોએ મુન્દ્રા – માંડવી બેઠક પર વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. સંમેલન બાદ બહોળી સંખ્યામાં સમર્થકો સાથે ઉમેદવાર રાજેન્દ્રસિંહ જાડેજા મુન્દ્રા પ્રાંત કચેરી પહોંચ્યા હતા. જ્યાં તેમણે ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી ચેતન મિસળ સમક્ષ પોતાનું નામાંકન પત્ર રજૂ કરી વિધિવત ઉમેદવારી નોંધાવી હતી ત્યાં કોંગ્રેસ અગ્રણીઓ જોડાયા હતા. આ પ્રસંગે કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા, ભુપતસિંહ જાડેજા, મુકેશ ગોર, ભરત પાતરીયા, નવીન ફફલ, મીઠુભાઈ મહેશ્વરી, આસરીયા ગઢવી, લક્ષ્મણસિંહ ચુડાસમા, અનવરભાઈ ખત્રી, નારણભાઈ સોદરા, દેવેન્દ્રસિંહ, બાબુભાઈ સોદરા, એડવોકેટ કાનજીભાઈ સોદરા, જાવેદ પઠાણ, રમીલાબેન માતંગ, કાન્તાબેન સોધમ, રાજુભાઈ તલાટી, નિમિષાબેન પાતરીયા, ભીમરાજભાઈ શાખરા, સુરેશભાઈ વાસાણી, સીરાજ મલેક, માંડવી કોંગ્રેસ પ્રવિણભાઈ વેલાણી, શિવજીભાઈ સંઘાર, અરવિંદ જાડેજા, વલ્લભભાઈ વેલાણી, પનાભાઈ રબારી, હાજી આદમ થૈમ (ભોલુશેઠ), અનિલભાઈ મોતા, અકબર મંધરા, ગુલામ હુસેન અંસારી, વિજયસિંહ જાડેજા, ઉમરભાઈ ભટ્ટી, અબ્દુલ આગરીયા, કલ્પનાબેન જોષી, સવિતાબેન સોલંકી, મોહનભાઈ રામાણી, રફીકભાઈ રાયમા, લાલજીભાઈ પટેલ તેમજ જિલ્લા સંગઠનના હોદેદારો, મુન્દ્રા અને માંડવી શહેર અને તાલુકા કોંગ્રેસના હોદેદારો, કાર્યકરો અને સમર્થકો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.