Home Blog Page 2

ગાંધીધામમાં ગંદકીના ગંજ : સુધરાઈ દ્વારા કચરાપેટી પાછળ લાખોનું માત્ર આંધણ? કચરો સળગે છે જાહેરમાં..!

0

ગાંધીધામ ડેવલપમેન્ટ ઓથોરીટીએ પણ ૬૦ લાખની રકમ કચરા પેટી માટે આપી હતી, નરપાલિકાએ પણ શહેરમાં કચરા પેટીઓ મુકાવી હતી, તો પછી કચરો જાહેરમાં સંકુલવ્યાપી કેમ સળવાગાય છે? ગંદકી શા માટે પડી છે ઠેરની ઠેર ? લાખોના ખર્ચે વસાવાયેલી કચરા પેટીઓ ગઈ કયાં ? નગરપાલિકાના હુ.તું..રતનીયો અને ફઈવાળા શાસનકારો પાસેથી કોઈક તો માંગો વિગતો? કોક તો લો પુછાણા?


શહેરના જીઆઈડીસી વિસ્તાર, ભારતનગરની પાછળ નાઈન-ડી એરીયા ઉપરાંત ઠેરઠેર ખુલ્લામાં બાવળીયાઓથી ઘેરાયેલા પ્લોટમાં કચરાઓ આડેધડ થાય છે નિકાલ : કેટલાક કિસ્સાઓમાં તો કચરાઓ જાહેરમાં જ બાળવામાં આવે છે, જે પ્રદુષણ આસપાસના રહેવાસીઓના સ્વાસ્થ્ય માટે બની જાય છે મોટુૃ જાેખમ : જીડીએ અને નગરપાલીકા બન્નેએ મળીને કચરા પેટી માટે લાખો ખર્ચયા, તો આ કચરાપેટી શહેરમાં કેમ કયાંય ડોકાતી જ નથી? યક્ષ સવાલ

આ બાબતે ચોકકસથી તપાસ કરાવીશુ, અને ઘટતી કાર્યવાહી કરવામાં આવશે : સંજય કુમાર રામાનુજ (મુખ્ય કારોબારી અધિકારી, ગાંધીધામ નગરપાલિકા)

ગાંધીધામ : પૂર્વ કચ્છના ઔદ્યોગીક પાટનગર ગાંધીધામની અ વર્ગની નગરપાલીકા એક યા બીજા વિષયોને લઈને સદાય ચર્ચાના એરણે જ ચડવા પામતી રહી છે. તેમાંય જયારથી આ નગરપાલિકામાં હુ..તુ..રતનીયો અને ફઈનુ શાસન આવ્યું છે ત્યારથી અહી વિવાદના સતત મધપુડાઓ છેડાઈ રહ્યા છે. આમપ્રજાજનો, મતદારો, વોર્ડવાસઓ, શહેરીજનો જાય તેલ લેવા, આ ચંડાળ ચોકડીને તો જાણે કે ખુદના જ ગજવા યેન કેન પ્રકારે ગરમ કરવા હોય તેમાં જ વ્યસ્ત પડયા હોવાનો રોષ પણ શહેરમાં સમયાંતરે બહાર આવતો જ રહેતો હોય છે. દરમ્યાન જ હવે શહેરની પ્રજા છત્તે પેસે,વધુ એક સુવિધાથી વંચીત રહી જવા પામી હોવાના કારસ્તાન શહેર-સંકુલમાં હાલમાં હોટટોપીક બની જવા પામી ગયું છે.
આ મામલે સહેજ વિગતે વાત કરીએ તો ગાંધીધામ નગરપાલીકાની ગંદકી અને કચરાઓ ખુલ્લામાં ન પડયા રહે, ખુલ્લામાં બાળવા-સળગાવીને પ્રદુષણને પ્રોત્સાહન ન મળે તે માટે ગાંધીધામ ડેવલપમેન્ટ ઓથોરીટી અને નગરપાલીકા બન્નેએ મળીને શહેરમાં કચરાપેટીઓ રાખવાના માટે માતબર રકમની ફાળવણીઓ કરી હતી. કહેવાય છે કે, જીડીએ દ્વારા આ માટે ૬૦ લાખ જેટલી મોટી રકમની ફાળવણી કરવામાં આવી હતી. અને નગરપાલીકાએ પણ શહેર-સંકુલમાં કચરાપેટીઓ રાખવાને માટે ફંડની ફાળવણી કરી હતી. પરંતુ મજાની અન ેચોકાવનારી વાત એ છે કે, આ બન્ને સંસ્થાઓ દ્વારા શહેરમાં કચરાપેટીઓ રાખવાને માટે વ્યવસ્થાઓ કરવામાં આવી હતી તો પછી અત્યારે શહેરમાં આ લાખો રકમ જેના માટે ફાળવાઈ હતી તે કચરાપેટીઓ છે કયાં? શહેર-સંકુલમાંથી તો ઓજલ જ થઈ ગઈ છે? શહેર-સંકુલમાં તો આ કચરાપેટીઓ સમ ખાવા પુરતી પણ દ્રષ્યમાન થતી નથી? કે પછી કચરા પેટીઓ માત્ર કાગળ પર જ રાખવામાં આવી છે અને લાખોની ફંડની રકમની ભાગબટાઈઓ કરી લેવામાં આવી છે? પ્રબુદ્ધવર્ગમાં આ બધાય સવાલો ઉભા થવા પામી રહ્યા છે. નોધનીય છે કે, જાે આટઆટલી કચરા પેટીઓ રાખવા રકમ ફાળવાઈ હોય તો પછી ગાંધીધામ શહેર-સંકુલમાં ઠેરઠેર કચરા ખુલ્લામાં બાળવાની નોબત આવે જ શા માટે? બાવડની જાડીઓથી ઘેરાયેલા પ્લોટમાં કઈક વિસ્તારોમાં કચરાઓ બાળવામાં આવી રહ્યા છે. જીઆઈડીસી વિસ્તાર હોય કે પછી ભારતનગર પાછળ નાઈન-ડી હોય, અહી ખુલલામાં કચરાનો નાશ કરવામા આવી રહ્યો છે? તો શુ આવા બધાય વિસ્તારોમાં કચરાપેટી લાખોની રકમો ફાળવાયા પછી પણ મુકી શકાઈ જ નથી? આ પ્રકારે જાહેરમાં કચરો બાળવામાં આવતો હોવાથી પ્રદુષણ પણ અહી વકરી રહ્યુ છે અને તેના પગલે જ આસપાસના રહેવાસીઓના સ્વાસ્થ્ૈને પણ તેની આડ અસર થવા પામી રહી હોવાની સ્થીતી ઉભી થવા પામી રહી છે. ખરેખર તો ગાંધીધામ નગરપાલિકા અને જીડીએ સહિતનાઓને જાે હકીકતમાં આવ રકમો કચરાપેટી માટે તેઓએ ફાળવી હોય તો તેમનાથી
તેનો હિસાબ માંગવો જ જેાઈએ. કોક તો કાન આમળવા જ ઘટે? કોઈક તો આ બાબતે કડક પુછાણા લેવા જાેઈએ તે જ
સમયની માંગ બની રહી છે.
બીજીતરફ આ બાબતે ગાંધીધામ નગરપાલીકાના મુખ્ય કારોબારી અધિકારીશ્રી સંજય રામાનુજને પુછતા તેઓએ કહ્યુ હતુ કે, કચરા પેટી માટે સુધરાઈ હસ્તક કેટલી રકમ કુલ્લ ફાળવાઈ તે અંગે તપાસ કરાશે અને તેની સામે કચરાપેટીઓ ખરેખર કયા અને કેટલી મુકાઈ છે તે પણ તપાસ કરાવવાનું શ્રી રામાનુજે જણાવ્યુ હતુ.

અફધાન પ્રોડકટ : કચ્છના ટાપુઓ પર ડ્રગ્સ પેકેટનો સિલસિલો ચિંતાજનક : ડ્રગ્સ મોકલનાર કયારે પકડાશે?

0

જીલ્લામાં કાર્યરત એજન્સીઓ મુળીયા ઉલેચવામાં કેમ ગાફેલ? : એકમાત્ર બીએસએફને જ કેમ છેવાડાના દરીયાઈ વિસ્તારમાંથી તબક્કાવાર ડ્રગ્સના પેકેટસ લાગી રહ્યા છે હાથ? દરીયાઈ વિસ્તારમાં બે-પાંચ બે પાંચ પેકેટ મુકી કોણ જાય છે? આવી કેવી રીતે જાય? તલસ્પર્શી તપાસ કેમ નથી થતી? પાછલા અમુક સમયથી ઝડપાતા ડ્રગ્સના પેકેટસ અફઘાન પ્રોડકટ તથા માઈલ્ડ કોફી લખેલા છે, જેમાથી હેરોઈન પણ હોવાની પ્રાથમિક આવી રહી છે વાતો? આંતરરાષ્ટ્રીય બજારમાં


આ પેકેટસમાં પકડતા ડ્રગ્સની કિમંત એકથી સવા કરોડ જેટલી છે? એમ્ફેમેટાઈન ડ્રગ્સ છે ખુબજ સંવેદનશીલ : એપ્રીલથી મેના અંત સુધીમાં ૩૦થી વધુ પેકેટસ મળવા અને પાછલા એક જ સપ્તાહમાં ત્રણ વખત માદક પદાર્થના પેકેટ મળવાની ઘટના હળવાશથી ન લેવાય

ગાંધીધામ : ભારતની સુરક્ષા અને વ્યુહાત્મક રીતે પણ અતિ મહત્વપૂ/ર્ણ એવા દેશના પશ્ચીમ છેવાડે આવેલ કચ્છ જિલ્લો તેની કાંઠાળ દરીયાઈ સરહદ અને અહી ફરીથી સતત મળી રહેલા નશાના પદાર્થાેને લઈને ચર્ચાના કેન્દ્રમાં આવી જવા પામી ગયો છે. પાછલા એકાદ પખવાડીયા કરતા વધુ સમયથી જિલ્લાના અબડાસા-લખપત સહિતના દરીયાઈ પટ્ટામાં આવેલા નિર્જન ટાણુઓ સમીપેથી ભારતીય સીમા સુરક્ષા દળને કયારે કે તો કયારે પાંચ તો કયારેક એકાદ પેકેટ સતત મળવા પામી રહ્યા છે. બીએસએફ આ પેકેટસ ઝડપી રહ્યુ છે તે વાત તો આવકારદાયક છે પરંતુ સાથોસાથ જ અહી સૌથી મોટો સવાલ એ થાય છે કે, આ પ્રકારના છુટાછવાયા પેકેટસ કચ્છના છેવાડાના દરિયાઈ વિસ્તાર સુધી પહોચે છે કેવી રીતે? આ જથ્થો લાવી કોણ રહ્યુ છે? અથવા તો કોણ મુકી જાય છે? યા તો પછી કેવી રીતે તણાઈ તણાઈને અહી સુધી આવી રહ્યા છે? આવા તો કઈક સવાલોના જવાબો વણઉકેલાયેલા જ રહ્યા હોવાથી કામ કરી રહેલી એજન્સીઓની સામે પણ અંગુલીનિર્દેશ થવા પામી રહ્યા છે. પ્રબુદ્ધવર્ગ કહી રહ્યો છે કે, ડ્‌ગર્સનો જે જથ્થા પકડાઈ રહ્યો છે તેમાં એજન્સીઓમાં હુ શોધી લાવ્યો અને તુ રહી ગયો એટલે કે પરસ્પરની કોઈ હુસ્સાંતુસ્સી તો અહી ડ્રગ્સના પેકેટસ પકડાવવા પાછળ કારણભુત નથી ને? કારણ કે, અગાઉ પણ અલગ અલગ એજન્સીઓ ડ્રગ્સના એક પછી એક પેકેટસ પકડતી જાેવાઈ હતી પરંતુ તેના મુળીયા કોઈ ઉલેચી શકયુ નથી? અથવા તો સમ ખાવા પુરતો પણ એકેય એજન્સી હજુ સુધી આ ડ્રગ્સનો જથ્થો કચ્છના દરીયાઈ વિસ્તારમાં આવે છે કયાંથી? તેની ફોડ પાડી શકયુ નથી? બીજીતરફ હાલમાં જે ચિંતાની વાત છે તે એ જ છે કે, પાછલા પંદર દીવસથી અહીથી પકડાતા ડ્રગ્સના પેકેટસ કઈક
નવા પ્રકારના અથવા તો અગાઉ જે પકડાયા હતા તેનાથી અલગ હોવાના દેખાવવા પામી રહ્યા છે? અફઘાન પ્રોડકટ લખેલા પેકેટસ દેખાઈ રહ્યા છે તો માઈલ્ડ કોફી લખેલા હોય તેવા પેકેટસ પણ પકડાય છે? ચરસના જથ્થા ઉપરાંત માદક પદાર્થ હેરોઈન પણ અહીથી પકડાતા હોવાની તેવી આશંકાઓ દર્શાવાઈ રહી છે. નોધનીય છે કે, હેરાઈનના નાના પેકેટસની
આંતરરાષ્ટ્રીય બજારમાં સવા કરોડ જેટલી કિમંત આંકવામાં આવતી હોય છે. એટલે હકીકતમાં તોઆ પેકેટસ પકડાયા બાદ તેના મુળીયા ઉલેચવામાં એજન્સીઓ સફળ થાય તે વધારે ઈચ્છનીય બની રહ્યુ છે.

ક્રીકેટ સટ્ટા-દારૂ-ખનીજમાં ઉતાવળીયું

કચ્છ બોર્ડર રેન્જ ડ્રગ્સ મુદ્દે કેમ સુસ્ત ?

ગાંધીધામ : કાંઠાળ કચ્છ પર ફરથી પાછલા કેટલાક સમયથી કાંઠાળ પટ્ટામાંથી એક પછી એક ડ્રગ્સના પેકેટસ સતત મળી આવી રહ્યા છે. ત્યારે ભારતીય સુરક્ષા દળ એકમ દ્વારા આ પ્રકારના પેકેટસ પકડી રહ્યા છે પરંતુ અહી સવાલ એ થાય છે કે, કચ્છ એક સરહદી જિલ્લો છે અને અહીની સરહદ આંતરીક તથા બાહ્ય રીતે પણ સુરક્ષિત રહે તે માટે કચ્છ બોર્ડર રેન્જની ટુકડીઓ તૈનાત છે. ચાર જેટલા સરહદી જિલ્લા આ રેન્જ અંતર્ગત આવ રહ્યા છે. બીએસએફ જયારે અહીથી પેકેટસ પકડી રહી છે ત્યારે કચ્છ બોર્ડર રેન્જ કેમ દેશની સુરક્ષાની સામે પડકારો સર્જતી આવી ઘટનાઓ બાબતે કયાંક વિશેષ આગળ આવતુ નથી દેખાતુ? કચ્છ બોર્ડર રેન્જ આઈજીશ્રી ક્રાઈમ કોન્ફરન્સ લઈ રહ્યા છે તો તેમાં આ વિષયો બાબતે છણાવટ કરે છે કે કેમ? નેટવર્ક વધારી અને આવા પેકેટસને લઈને જે કોઈની સદિગ્ધ હલચલ હોય તેઓ પર વોચ ગોઠવવા સહિતના મામલે પણ સુચનાઓ અને તાકીદ કરવામાં આવે છે કે નહી? કચ્છ બોર્ડર રેન્જની ખાસ ટુકડી દારૂ-ક્રીકેટ સટ્ટા, ખનીજ સહિતનાઓમાં તો ધડાધડ કાર્યવાહી કરી રહી છે અને તે આવકારદાયક જ છે પરંતુ સરહદી મુદાઓને જયા સુધી સ્પર્શે છે ત્યા સુધી એ બાબતે પણ કચ્છ બોર્ડર રેન્જ એટલી જ સ્ફુર્તિ દેખાડે તે વધારે આવકારદાયક હેાવાનુ જાણકારો કહી રહ્યા છે.

પંજાબની જેમ ડ્રોનથી તો ડ્રગ્સ કચ્છ કાંઠેે નથી ઠલવાતું ને..?

કાંઠાળપટ્ટાના કઈકને સાયકલના વાંધા હતા તેવા તત્વો આજે આલીશાન-મોંધીદાટ ફોચ્ર્યુનર કારમાં ફરતા થઈ ગયા છે, એટલે સરહદે ડ્રગ્સના ૧૦ પેકેટસ ઠલવાય, આઠ વેંચાય અને બે પકડાવી દેવાય, તેવો ઘાટ તો કોઈ નથી ઘડી રહ્યુ ને..? જાણકારોની લાલબત્તી


ગાંધીધામ : નાપાક મુલક ભારતનીય યુવાધનને નશાના રવાડે ચડાવવા માટે સતત ડ્રગ્સ-નશીલાપદાર્થાે મોકલી રહ્યુ છે. જેમાં કચ્છ-ગુજરાતનો દરીયો તથા અમૃતસર-પંજાબની સરહદોનો ઉપયોગ થાય છે. કચ્છમાં પણ ફરીથી કેટલાક સમયથી એક પછી એક સિલસિલાવાર પેકેટસ સતત મળવા પામી રહ્યા છે. ત્યારે જાણકારો દ્વારા એવી શકયતાઓ પણ દર્શાવાઈ રહી છે કે, પંજાબમાં જે રીતે અમૃતસર સહીતના પટ્ટામાં ડ્રોન મારફતે ડ્રગ્સ પકડાવાવના સિલસિલાઓ ચાલુ થયા છે તેવી જ રીતે કયાંક અહી પણ ડ્રોન મારફતે તો ડ્રગ્સના પેકેટસ નથી ઠલવાતા ને? કચ્છમાં કાર્યરત એજન્સીઓએ આ દીશામાં પણ સતર્કતા વધારવી જરૂરી બની રહી છે.

કચ્છ કલેકટર શ્રી અરોરા એજન્સીઓની યોજે સંકલન બેઠક

ગાંધીધામ ઃ કચ્છ આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતો જિલ્લો છે. અહી સુરક્ષાર્થે દેશભરની અલગ અલગ એજન્સઓને કામે લગાડે છે. પરંતુ ભારતીય સુરક્ષા તથા ગુપ્તચર એજન્સીઓના આંતરીક ટકરાવ પણ ચર્ચામાં આવતા રહે છે અને તેનો કયાંક ને કયાંક ગેરલાભ ઉઠાવી અને નાપાક તત્વો છમકલાઓને અંજામ આપી જતા હોય છે. હકીકતમાં કચ્છના કલેકટરશ્રી અમિત અરોરા એજન્સીઓ વચ્ચે સંકલન વધારે, એજન્સીઓ પરસ્પર માહીતીઓની આપલો કરતી થાય અને કોઈ મોટા નાણાક છમકલાઓ અહી પાર ન પડી જાય તે માટે પ્રતિ માસ એક સંકલનની બેઠક યોજે તે ખુબજ અનિવાર્ય બની રહ્યુ છે.

આ તે વળી અવનવુ! હવે તો અઢીમાણસનો સ્ટાફ ધરાવતી સ્ટેટ આઈબી કચ્છમાં પકડે છે ડ્રગ્સ..!

ગાંધીધામ : કચ્છમાં કાંઠાળ વિસ્તારમાં ડ્રગ્સના જે પેકેટસ ઉપરાછાપરી પકડાય છે તેમાં કયાંક ને કયાંક એજન્સીઓની હુસ્સાતુસ્સી પણ ચર્ચામાં આવતી જ રહેતી હોય છે. અને તેને સીધો કે પરોક્ષ રીતે સમર્થન મળતી ઘટના કચ્છમાં પણ સમયોંતરે બનતી રહે છે. હાલમાં એક છેવાડે બીએસએફ ડ્રગ્સના પેકેટસ સતત પકડી રહી છે તો બીજીતરફ પીંગલેશ્વરના દરીયામાંથી સ્ટેટ આઈબીએ ડ્રગ્સ ઝડપી દેખાડયુ છે. ત્યારે જાણકારો કહી રહ્યા છે કે, આ એજન્સી પાસે તો આખાય જિલ્લામાં માત્ર અઢીમાણસનો સ્ટાફ છે તે દરીયાઈ વિસ્તારમાં ખુદ ઉતરીને ડ્રગ્સ પકડવાની ચિંતા સેવી દેખાડતુ હોય તો કેટલું સારૂ અને નવાઈ પમાડતી વાત કહેવાય.! કારણ કે, બીએસએફ તથા મરીન પોલીસ સહિતનાઓ આ વિસ્તારમાં પેટ્રોલીંગ સાથે સજજ રહેલા જ છે છતા પણ જાે સ્ટેટ આઈબીએ જઈને આ જથ્થો પકડવાની સ્ફુર્તી દેખાડવી પડે તો વિચારવાની વાત તો બની જ રહી છે.

જખૌના સરપંચ, તલાટી અને લાખણિયાના કોન્ટ્રાકટર સામે ફોજદારી

0

કાંકરી અને રેતીના ખોટા બિલ બનાવી ૩.પ૦ લાખના સરકારી નાણાંનો ગેરઉપયોગ કરાયાનો આરોપ : નલિયા કોર્ટમાંં ફોજદારી કાર્યવાહી અરજી કર્યા બાદ મંજૂરી મળતાં ગુનો દાખલ કરાયો : કોન્ટ્રાકટરના બિલ ચાઉં કરી જવા સાથે જે વસ્તુ ગામમાં આવી નથી તેના પણ બોગસ બિલો બનાવી પાસ કરાવી નાણાં અંગત વપરાશમાં હજમ કરી જવાયા : પદાધિકારી અને અધિકારી સામે નોંધાયેલી ફરિયાદે કચ્છમાં ગ્રામ પંચાયતોમાં ચાલતા ગેરવહિવટની ખોલી પોલ

ભુજ : અબડાસા તાલુકાના જખૌ ગામના સરપંચ, તલાટી અને લાખણિયાના કોન્ટ્રાકટર સામે સરકારી નાણાંની ઉચાપતીન ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઈ હતી. નલિયા કોર્ટના હુકમ પ્રમાણે આ ફોજદારી નોંધાઈ છે.
ફરિયાદી નલિયામાં રહેતા અબ્દુલ મજીદ મામદ મેમણે જણાવ્યું હતું કે, તે કાંકરી અને રેતી સપ્લાય કરવાનું કામ કરે છે. આરોપી જખૌ જૂથ ગ્રામ પંચાયતના સરપંચ લાખાજી પાંચુભા જાડેજા અને તલાટી મંત્રી જગદીશસિંહ જેઠુભા જાડેજાએ ગામમાં સીસી રોડ અને દિવાલ બનાવવાનું કામ લાખણિયાના કોન્ટ્રાકટર રજાક અલીમામદ ઉઠારને આપ્યું હતું. ફરિયાદીએ ૮,૮૧,૩પ૪નો માલ સપ્લાય કર્યો હતો. જે પેટે પ,૩ર,૩૧૬ જમા કરાવ્યા હતા. જયારે ૩,૪૯,૦૪૮ રૂપિયા આરોપીઓએ એક સંપ કરી ગેરકાયદે રોયલ્ટી વિના બોગસ બિલ બનાવીને અન્ય વ્યક્તિના ખાતામાં જમા કરાવી ફરિયાદી સાથે ઠગાઈ કરી હતી. આરોપી રજાકના પુત્ર એમ.આર. કન્ટ્રકશન ચલાવે છે. તેઓ કાંકરી, રેતીનો સપ્લાય ન કરતા હોવા છતાં તેના બિલ બનાવી રૂપિયા જમા કરાવાયા હતા. જખૌ ગ્રામ પંચાયત દ્વારા સરકાર દ્વારા અપાતા વિકાસકામો માટેની ગ્રાન્ટમાં નાણાંકીય ઉચાપત કરવામાં આવી છે. જેમાં મોટૂં કૌભાંડ હોવાનો આક્ષેપ ફરિયાદીએ કર્યો છે. જેમાં નોડે અબ્દુલા ઈસ્માઈલના નામે બ્લોક, રેતીનું ૪૩,૮૦૦નું બિલ બનાવાયું છે. પણ તે કામ જખૌ ગ્રામ પંચાયતે કર્યું જ નથી. હકિકતમાં માલ તો ફરિયાદીએ સપ્લાય કર્યો હતો. તેને બિલ આપવું ન પડે તે માટે નોડે અબ્દુલાના નામે બિલ બનાવી સહી, સિક્કા કરી અપાયા હતા. તે રીતે નોડે અબ્દુલા ઈસ્માઈલના નામે ૯પ,૩૦૭નો ચેક બનાવી અપાયો હતો. સદાયા જનરલ સ્ટોરના હાર્ડવેરના તારીખ વગરનો ૪૪,પ૩૦નું બિલ રજૂ કરી બંને જણાએ ૭૭,પ૯૦નો ચેક લખી નાણાંની ઉચાપત કરી છે. ગામના વિકાસ માટે આવેલી રકમ પોતાના અંગત વપરાશમાં વાપરી ખોટા બિલ આધાર ઉભા કરી કૌભાંડ આચરતા અરજી કરવામાં આવી હતી. જેમાં દાદ ન મળતાં નલિયા કોર્ટમાં ફોજદારી કાર્યવાહી માટે અરજી કરાતા કોર્ટે ફરિયાદ નોંધવા હુકમ આપતા ત્રણેય સામે નલિયા પોલીસ સ્ટેશનમાં સરકારી નાણાંની ઉચાપત કરવા સહિતની કલમો તળે ફરિયાદ કરવામાં આવી છે. આ બનાવને પગલે જખૌ ગામમાં પણ ચકચાર મચી ગઈ હતી.

સેડાતા પાસેના રિસોર્ટમાં અમદાવાદની યુવતી સાથે બળાત્કાર થતાં ચકચાર

0

જેની સામે શંકા સેવાઈ તે યુવાને આજે સવારે ફાંસો ખાઈ લેતાં મામલો સંગીન બન્યો

ભુજ : બળાત્કાર અને મોતની વિચિત્ર ઘટના ભુજમાં પ્રકાશમાં આવી છે, જેમાં અમદાવાદથી એક યુવતી પોતાના માટે અજાણ્યા એવા કચ્છમાં આવે છે. અને તેની સાથે રિસોર્ટમાં બળાત્કાર ગુજારવામાં આવ્યો હોવાની હકીકત તેણે હોસ્પિટલ ચોકીમાં લખાવી, તેના ગણતરીના કલાકો બાદ જે યુવાન સામે શંકા સેવાઈ તેણે ફાંસો ખાઈ લેતાં આખો મામલો પોલીસ માટે પણ હિસ્ટ્રી સમાન બની ગયો છે.
જી.કે. જનરલ હોસ્પિટલ ચોકીએથી જાણવા મળતી વિગતો મુજબ અમદાવાદની રર વર્ષિય યુવતી ગઈકાલે પોતાની રીતે જી.કે.માં ગઈ હતી, જયાં તેણે પોતાની સાથે બળાત્કાર ગુજારવામાં આવ્યો હોવાનું કહ્યું હતું કે, શરૂઆતમાં કબરાઉથી ભુજ વચ્ચેના રિસોર્ટમાંં બનાવ બન્યો હોવાનું કહેતા પદ્ધર પોલીસ દોડતી થઈ હતી. પરંતુ બાદમાં સેડાતા નજીક આવેલ રિસોર્ટ ખાતે બનાવ બન્યો હોવાનું જણાવતાં માનકૂવા પોલીસ હરકતમાં આવી ગઈ હતી અને ભોગ બનનારના નિવેદન લેવા સહિતની કામગીરી શરૂ કરવામાં આવી હતી. યુવતીએ દિલીપ નામના વ્યક્તિએ રેપ કર્યો હોવાનું લખાવ્યું હતું.
દરમિયાન વળાંંક ત્યારે આવ્યો કે, આજે ૭ વાગ્યાના અરસામાં દેશલપર નલિયા રોડ પર એસઆર પેટ્રોલપંપની પાછળ બાવળોની ઝાડીમાં એક યુવાન ગળેફાંસો ખાધેલી હાલતમાં જાેવા મળ્યો હતો. જેને સારવાર માટે જી.કે.માં લઈ અવાયો પણ તે દિલીપને સાડા આઠ વાગ્યે તબીબે મૃત જાહેર કર્યો હતો. જે ઘટના અંગે નખત્રાણા પોલીસે એડી દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે. આ ઘટનાએ અનેક રહસ્યો સજ્ર્યા છે. જેમાં યુવતી અમદાવાદથી કચ્છ કેવી રીતે આવી, યુવક સાથેનો પરિચય, યુવકે આવું પગલું કેમ ભર્યું તે સહિતની બાબતોએ અનેક સવાલો ઉભા કરતાં ભોગ બનનાર યુવતી સાથે પરિવારના સભ્યોના નિવેદન અને રિસોર્ટના કેમેરા ચકાસવા સાથે ડેટા એન્ટ્રી અને સ્ટાફની પુછપરછ બાદ કોઈ નક્કર કડી સામે આવવા પામશે. હાલ તબક્કે એમએલસીની તપાસ કરવામાં આવી રહી છે. જેના નિષ્કર્ષ બાદ ફરિયાદ દાખલ કરવામાં આવશે.

ભુજના યુવકે યુવતીને પ્રેમજાળમાં ફસાવી ૩.પ૪ લાખ પડાવી લીધા

0

પ્રેમીએ પોતાને અન્નનળીમાં બિમારી હોવાનું જણાવી છેલ્લા પાંચ મહિનામાં ટુકડે ટુકડે રૂપિયા મેળવી લીધા : પ્રેમીકાને ખબર પડી કે પ્રેમીને બિમારી નથી ત્યારે ફરિયાદ નોંધાવી

ભુજ : શહેરમાં રહેતા યુવકે યુવતીને પ્રેમજાળમાં ફસાવીને ૩.પ૪ લાખ રૂપિયા પડાવી લીધા હોવાની ઘટના સામે આવી છે આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ મૂળ ઓરિસાની અને હાલે નખત્રાણામાં રહેતી ર૦ વર્ષિય યુવતી સરકારી પોલિટેકનિક કોલેજમાં અભ્યાસ કરે છે. છ મહિના પહેલા આરોપી આરટીઓ પાસે રહેતો હિતેશ જયેશ રાજગોર કોલેજ પાસે આંટાફેરા મારતો હોઈ તેની સાથે પરિચય કેળવાયો અને પરિચય પ્રેમમાં પરિણામ્યો હતો. બાદમાં આરોપીએ ફરિયાદીને વિશ્વાસમાં લઈ પોતાને અન્ન નળીમાં બિમારી હોવાનું કારણ જણાવી ફરિયાદી પાસેથી છેલ્લા પાંચ મહિના દરમિયાન રોકડા રૂપિયા ૧પ હજાર, ગુગલ પેથી ૪૪,પ૦૦, ર લાખ ૭૦ હજારના દાગીના અને ર૦ હજારનું લેપટોપ અને પ હજારનો મોબાઈલ મળી ૩,પ૪,પ૦૦નો મુદ્દામાલ ફરિયાદી પાસેથી મેળવી વિશ્વાસઘાત કરવામાં આવ્યો હતો. ભોગ બનનારને તપાસ કરતાં પ્રેમીને કોઈ બિમારી ન હોવાનું જાણવા મળતાં એ ડિવિઝનમાં ફોજદારી ફરિયાદ નોંધાવાઈ હતી.

અદાણી મેડિ. કોલેજમાં છેલ્લા ૫ વર્ષમાં ઉતિર્ણ ૧૩૬ લેબ. ટેક્નિશિયન પૈકી ૯૫ ટકાને મેડિ. ક્ષેત્રે નિયુક્તિ

0

ભુજ : વર્તમાન મેડિકલ યુગમાં દર્દીની સારવાર લેબોરેટરી પરીક્ષણના માર્ગેથી પસાર થતી હોવાથી લેબોરેટરી ટેક્નિશિયન્સનું મહત્વ વધવા લાગ્યું છે.  અદાણી મેડિકલ કોલેજમાં અંતિમ પાંચ વર્ષ દરમિયાન ઉતિર્ણ થયેલા ટેકનેશિયન્સ પૈકી ૯૫ ટકાને મેડિકલના વિવિધ ક્ષેત્રમાં  નિયુક્તિ મળી ગઈ છે.

અદાણી મેડિકલ કોલેજના ડીન ડો.એ. એન. ઘોષના જણાવ્યા અનુસાર ભુજ મેડિકલ કોલેજમાં ડી.એમ.એલ.ટી અર્થાત ડિપ્લોમા ઈન લેબ. ટેક.નો છેલ્લા છ વર્ષથી અભ્યાસક્રમ ચાલે છે. પ્રથમ બેચની શરૂઆત ૨૦૧૭-૨૦૧૮માં થઈ હતી અને ૨૦૨૧-૨૦૨૨ સુધી પાંચ બેચમાં ૧૩૬ વિદ્યાર્થીઓ પાસ થયા હતા,  તે પૈકી ૯૫ ટકા તો રોજગારી મેળવતા થયા છે.

સમગ્ર જિલ્લામાં કચ્છ યુનિવર્સિટી સંલગ્ન આ અભ્યાસક્રમ ભુજ મેડિકલ કોલેજમાંચાલે છે. અત્યાર સુધી પાસ થયેલા  ટેકનેશિયન્સ સામુહિક, પ્રાથમિક, તેમજ અન્ય આરોગ્ય કેન્દ્રમાં નિયુક્ત થયા છે, તો કેટલાક ખાનગી હોસ્પિટલમાં, બ્લડ બેન્કમાં રોજગારી મેળવે છે. જી.કે. જનરલ હોસ્પિટલમાં કાર્યરત લેબમાં જ ૧૦ ટેકનિશિયન્સને આ ક્ષેત્રે જોબ મળી છે. આ કોર્ષના કો-ઓર્ડીનેટર શિલ્પાબેન સુપેકરે કહ્યું કે, રોજગારીની તકો વધતાં મેડિકલ કોલેજના આ ડિપ્લોમા લેબ. ટેક.ના અભ્યાસક્રમની માંગ ખૂબ વધી છે. અત્રે ઉલ્લેખનીયછેકે છઠ્ઠી બેચનો અભ્યાસ પ્રગતિમાં છે અને સાતમી બેચ માટે કરછયુનિ. દ્વારાપ્રવેશ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.

બિદડા સર્વાેદય ટ્રસ્ટ ખાતેે બે દિવસીય જનરલ સર્જરી કેમ્પ યોજાયો

0

 

બિદડા :  બિદડા સર્વાેદય ટ્રસ્ટ ખાતેે બે દિવસીય જનરલ સર્જરી કેમ્પનું આયોજન કરાયું હતું. ગાંધીધામના નિષ્ણાંત જનરલ સર્જન ડો. કિશન કટુઆ દ્વારા દર શનિવારે દર્દીઓની તપાસણી કરી ઓપરેશન યોગ્ય ર૮ દર્દીઓના ઓપરેશન નવનીત સર્જીકલ ઓપરેશન થિયેટર ખાતે કરવામાં આવ્યા હતા, જે પૈકી ૭ સારણગાંઠ, ૩ એપેન્ડીકસ, ૧ હાઈડ્રોસીલ, ૭ નાની મોટી ગાંઠો, ૧ પાઈલ્સ, ૧ હિસ્ટ્રોકટોમી અને ૮ અન્ય ઓપરેશન ટ્રસ્ટ ખાતે રાહત દરે કરવામાં આવ્યાં હતા.
એનેસ્થેટીક ડો. કિશન માકડીયા હાજર રહ્યા હતા. સંસ્થાના સ્થાનિક ડો. અબરાર મેમન અને ડો. દેવ્યાની કાપડીએ દર્દીની પ્રી અને પોસ્ટ ઓપરેશન સંભાળ રાખી હતી. યશ્વી હરેશ મહેશ્વરી (ઉ.વ.૧૮)ને પેટમાં દુઃખાવાની સમસ્યા હતી, તે માટે તપાસણી કરાવતા વિવિધ ઉપચારો કરવામાં આવ્યા હતા, પરંતુ દર્દીને રાહત થયેલી નહીં, અમુક હોસ્પિટલોમાં બતાવવા છતાં પણ કોઈ સચોટ નિદાન થઈ શકયું નહીં. યશ્વીને ૧૨ મહિનાથી પેટમાં દુઃખાવાની સમસ્યા હોવાથી તેને કાંઈ પણ ખાધા પછી ઉલટી અને ઉબકાની સમસ્યા થઈ જતી હોવાથી કાંઈ પણ ખાદ્યપદાર્થ પેટમાં રહી શકતું નહી. દર્દીને અનેક વાર હોસ્પિટલમાં દાખલ પણ કરવામાં આવેલ, પરંતુ કઈ પણ ફરક પડેલ નહીં. ત્યારબાદ તેઓ બિદડા સર્વાેદય ટ્રસ્ટ ખાતે આવ્યા હતા. અહીં ડોકટરની સલાહ મુજબ સોનોગ્રાફી કરાવતા એપેન્ડીકસ હોવાનું નિદાન થયુંહતું. ત્યારબાદ ટ્રસ્ટ ખાતેે દર્દીનું લેપ્રોસ્કોપી પદ્ધતિ દ્વારા ટાંકા રહીત રાહત દરે ઓપરેશન કરવામાં આવ્યું હતું. ઓપરેશન બાદ દર્દીને દુઃખાવામાં રાહત થઈ હતી. ડો. કિશન કટુઆએ જણાવ્યું હતું કે, જનરલ સર્જરી કેમ્પ દરમ્યાન ૨ વર્ષથી માંડીને ૭૦ વર્ષની વય સુધીના દર્દીઓના ઓપરેશન કરવામાં આવેલ હતા. બે વર્ષની નાની ઉમરના બાળ દર્દીનું સારણગાંઠનું ઓપરેશન સફળતા પૂર્વક કરવામાં આવ્યું હતું. વધુમાં ડો. કટુઆએ જણાવ્યું હતુ કે, અત્યાધુનિક મશીનો દ્વારા લેપ્રોસ્કોપી પદ્ધતિથી ટાંકા વગર જ એપેન્ડીકસનું ઓપરેશન કરવામાં આવ્યું હતું, જેમાં દર્દીને પીડા પણ ભોગવવી પડે નહીં અને તે સાજા પણ ઝડપથી થઈ જાય છે. સંસ્થાના ચેરમેન વિજય છેડાએ જણાવ્યું હતું કે, ડો. કિશન કટુઆ દર શનિવારે બિદડા સર્વાેદય ટ્રસ્ટ ખાતે આવી દર્દીઓની તપાસણી કરે છે અને ઓપરશેનની જરૂરત હોય તેવા દર્દીઓના ઓપરેશન દર મહિને રાહત દરે ટ્રસ્ટ ખાતે કરવામાં આવે છે. ટ્રસ્ટી શાંતિભાઈ વીરા અને ડો. મયુર મોતાએ ડોકટરોનો આભાર વ્યકત કર્યાે હતો.

કચ્છના દરિયાઇ પર્યાવરણના સંરક્ષણ માટે મજબૂત પહેરદારની ભૂમિકા ભજવતા ‘ચેરીયાના વન’

0

વન વિભાગ દ્વારા કચ્છમાં ચેરની વધુ  બે પ્રજાતિ રાઈઝોફોરા મ્યુક્રોનાટા તથા સિરીઓપ્સ ટગલનું વાવેતર કરાયૂં છે. ગુજરાતના કુલ ચેરના જંગલ વિસ્તાર પૈકીનો આશરે ૬૮ ટકા વિસ્તાર કચ્છમાં MISHTI યોજના હેઠળ ૫ જૂનના વિશ્વ પર્યાવરણ દિવસે વડાપ્રધાનશ્રીના હસ્તે દેશભરમાં ૭૫ સ્થળ પર ચેરના વાવેતરનો પ્રારંભ કરાશે જેમાં કચ્છના ચાર સ્થળનો સમાવેશ

 

 

 

ભુજ, શુક્રવાર અંગ્રેજી ભાષામાં મેન્ગૃવ તરીકે ઓળખાતા વનસ્પતિ સમૂહ એટલે ચેરીયાના જંગલો ગુજરાતમાં ખાસ કરીને કચ્છ જિલ્લામાં મોટા પ્રમાણમાં આવેલા છે. આ ચેરના જંગલો પર્યાવરણના રક્ષણમાં મજબૂત પહેરદારની ભૂમિકા ભજવતા હોય છે. તે દરિયાઇ જીવસૃષ્ટિ માટે તો ફાયદાકારક છે પરંતુ કુદરતી આફતોને રોકવામાં પણ મદદગાર હોવાથી વર્ષ ૨૦૨૩-૨૪ ના બજેટ દરમિયાન કેન્દ્રિય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણ દ્વારા દરિયા કિનારાના રાજ્યો તથા કેન્દ્રશાસિત વિસ્તારોમાં ચેરના વાવેતર બાબતની MISHTI (Mangrove Initiative For Shoreline Habitats and Tangible Incomes) યોજનાની જાહેરાત કરવામાં આવેલી હતી. જે અતંર્ગત ૫ જૂનના વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી દ્વારા દિલ્હી ખાતેથી આ યોજનાનો પ્રારંભ કરાવવામાં આવશે. જેમાં દેશભરમાં ૭૫ સ્થળો પર ચેરનું વાવેતર કરવામાં આવશે. જેમાં કચ્છ જિલ્લામાં ચાર સ્થળો પર આ કાર્યક્રમની ઉજવણી હેઠળ ચેરીયાનું વાવેતર હાથ ધરાશે. વિશ્વ પર્યાવરણ દિવસના રોજ આ યોજના અંતર્ગત દેશભરમાં ૭૫ સ્થળો પર ચેરનું વાવેતર કરવામાં આવશે. આ વાવેતરની કામગીરીમાં સમાજના વિવિધ વર્ગો જેમ કે વિદ્યાર્થીઓ, શૈક્ષણિક સંસ્થાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ, સુરક્ષા દળો, જન પ્રતિનિધિઓ વગેરેને જોડવામાં આવશે. આ કાર્યક્રમ હેઠળ ગુજરાત રાજ્યમાં પણ ૨૫ અલગ અલગ જગ્યાઓ પર આ દિવસે ચેરનું વાવેતર કરીને કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવશે. આ ૨૫ જગ્યાઓ પૈકી કચ્છ જિલ્લામાં પણ ચાર સ્થળોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં લખપત તાલુકાના કોટેશ્વર, રોડાસર-લક્કી , અબડાસા તાલુકાનું જખૌ તથા મુંદરા તાલુકાના ઝરપરાનો સમાવેશ થાય છે.જો ચેરીયાની વાત કરીએ તો ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં ચેરના વિસ્તાર બાબતે બીજા નંબરનું સ્થાન ધરાવે છે. ગુજરાત રાજ્યમાં ચેરના જંગલો ૧૧૭૫ ચો.કિ.મી. વિસ્તારમાં ફેલાયેલા છે. ગુજરાતના કુલ ચેરના જંગલોના વિસ્તાર પૈકીનો આશરે ૬૮ ટકા વિસ્તાર એટલે કે ૭૯૮.૭૪ ચો. કિ.મી. વિસ્તાર કચ્છ જિલ્લામાં આવેલો છે. આમ કચ્છ જિલ્લો ગુજરાતમાં ચેરના જંગલોના વિસ્તારમાં અગ્રેસર છે. આમ, સમગ્ર દેશમાં ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયાના વર્ષ ૨૦૨૧ના રિપોર્ટ મુજબ કુલ ૪૯૯૨ ચો. કિ.મી.માં ચેરના જંગલો ફેલાયેલા છે. કચ્છમાં ત્રણ પ્રકારના ચેરની હાજરી –   ચેરના વૃક્ષો મોટાભાગે દરિયા કિનારાના કાદવવાળા વિસ્તારોમાં જોવા મળે છે. આ પ્રકારના વૃક્ષો ખારા પાણીમાં ઉગવા માટેની વિશેષ ક્ષમતાવાળું કુદરતી અનુકૂલન ધરાવતા હોય છે. આ વૃક્ષો આ ઉપરાંત નદીઓના મુખ ત્રિકોણ પ્રદેશમાં પણ સારી સંખ્યામાં જોવા મળે છે. કચ્છના દરિયા કિનારાના તથા ક્રીક વિસ્તારોમાં કુદરતી રીતે એવિસિનીયા મરીના પ્રજાતિના વૃક્ષો જોવા મળે છે આ ઉપરાંત વન વિભાગ દ્વારા પાછલા થોડા વર્ષોમાં આ વિસ્તારોમાં ચેરની બે પ્રજાતિ રાઈઝોફોરા મ્યુક્રોનાટા તથા સિરીઓપ્સ ટલ નું વાવેતર કરતા હાલ થોડા પ્રમાણમાં આ બંને પ્રજાતિની પણ હાજરી નોંધાયેલી છે.પર્યાવરણ અને જીવસૃષ્ટિના રક્ષણમાં ચેરની ભુમિકા –   દરિયા કિનારે વસતા જન સમૂહો માટે ચેરના વૃક્ષો આશીર્વાદ સમાન છે. ચેરના વૃક્ષો દરિયા કિનારાનું ધોવાણ થતું અટકાવે છે. આ ઉપરાંત ચેરના વૃક્ષો ચક્રવાત તથા સુનામી જેવી કુદરતી આફતો સામે ઢાલ તરીકે વર્તીને કિનારાના વિસ્તારોમાં નુકસાનની તીવ્રતાઓ ઘટાડે છે. આ ઉપરાંત ચેરના વૃક્ષોનું લાકડું સ્થાનિકો માટે બળતણ સ્ત્રોત તથા પશુઓના ખોરાકની પૂર્તિ તરીકે પણ વિશેષ રૂપે ઉપયોગી છે. ચેર વિસ્તાર અલગ અલગ જૈવ વિવિધતા માટે ઉચ્ચકક્ષાનું આશ્રયસ્થાન છે. ચેર વિસ્તારોમાં શિયાળ, જંગલી ભૂંડ જેવા સસ્તન પ્રાણીઓની સાથે સાથે ખૂબ મોટા પ્રમાણમાં સ્થાનિક તથા પ્રવાસી પક્ષીઓની હાજરી જોવા મળે છે, આવા વિસ્તારોમાં કુદરતી રીતે ઉગતી શેવાળ, જીવાતો, નાની માછલીઓ વગેરે પક્ષીઓ માટેનો ખૂબ મહત્વનો ખોરાક છે. આ ઉપરાંત ચેર વિસ્તારોમાં મડસ્કીપર, કરચલા પણ જોવા મળે છે. સમૃદ્ધ ચેર વિસ્તારોમાં માછલીઓનું પણ વિશેષ પ્રમાણમાં જોવા મળતું હોવાથી માછીમાર સમૂહ માટે ચેર વિસ્તારો આશીર્વાદ સમાન છે.

ખેત ઓજારો/સાધનો ટ્રેક્ટર, પાક સંગ્રહ સ્ટ્રક્ચર (ગોડાઉન) માલ વાહક વાહનો ખરીદવા માટે આગામી ૫ જૂનથી આઇ-ખેડૂત પોર્ટલ શરૂ કરાશે

0

કૃષિની વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે ખેડૂતો ઓનલાઈન અરજી કરી શકશે

ખેત ઓજારો/સાધનો ટ્રેક્ટર, પાક સંગ્રહ સ્ટ્રક્ચર (ગોડાઉન) માલ વાહક વાહન, ફાર્મ મશીનરી બેંક અને હાઇ-ટેક, હાઇ પ્રોડક્ટીવ ઇક્વિપમેન્ટ હબ જેવા ઘટકો ખરીદવા માટે આગામી ૫ જૂનથી આઇ-ખેડૂત પોર્ટલ શરૂ કરવામાં આવનારું છે. જેના પર ખેડૂતો ઓનલાઇન અરજી કરી શકશે.

          ખેડૂતોને ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાનો લાભ ઘરઆંગણે સરળતાથી મળી રહે તે માટે www.ikhedut.gujarat.gov.in પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે. આ પોર્ટલ ઉપર સને ૨૦૨૩-૨૪ માટે સહાય મેળવવા રાજ્યના ખેડૂતો અરજી કરી શકશે. ખેતીવાડી ખાતાના આઇ-ખેડૂત પોર્ટલ પર ખેત ઓજારો સાધનો, ટ્રેક્ટર, પાક સંગ્રહ સ્ટ્રક્ચર (ગોડાઉન) માલ વાહક વાહન, ફાર્મ મશીનરી બેંક અને હાઇ-ટેક, હાઇ પ્રોડક્ટીવ ઇક્વિપમેન્ટ હબ જેવા ઘટકો માટે મહત્તમ લાભ મળી રહે તે આશયથી રાજ્ય સરકારશ્રીએ સને ૨૦૨૩-૨૪ માટે આઇ-ખેડૂત પોર્ટલ તારીખ ૦૫-૦૬-૨૦૨૩ ના રોજ સવારે ૧૦.૩૦ કલાકથી ખેડૂતોને ઓનલાઇન અરજીઓ કરવા માટે ખુલ્લું મુકવામાં આવશે.વધુમાં આ વર્ષે અરજીઓ મેળવવા બાબતે સુધારો કરી લક્ષ્યાંકની ૧૧૦%ની મર્યાદામાં વહેલા તે પહેલાના ધોરણે અરજીઓ ઓનલાઇન થાય તે મુજબ નક્કી થયેલું છે. જે ધ્યાને લઇ રાજ્યના ખેડૂતોએ આ ઘટકોમાં સહાય મેળવવા માટે ઓનલાઇન અરજી કરી, અરજીની નકલ પોતાની પાસે રાખવાની થાય છે. પૂર્વ મંજુરી મળ્યેથી અરજીની નકલ સાથે જરૂરી સાધનિક દસ્તાવેજ સબંધિત કચેરીએ મોકલવાના રહેશે તેમ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, ભુજ કચ્છની અખબારીયાદીમાં જણાવાયું છે.

ગાંધીધામના ચકચારી આંગડિયા લૂંટ કેસમાં ૬ આરોપીઓ ઝડપાયા

0

પૂર્વ કચ્છ પોલીસે સીસીટીવી કેમેરાના આધારે આરોપીઓનું દબાવ્યું પગેરૂ : લૂંટમાં મદદ કરનાર અન્ય છ આરોપીઓને પકડવા ચક્રોગતિમાન : બોર્ડર રેન્જના આઈજી જે.આર. મોથાલિયાએ પત્રકાર પરિષદમાં ક્રાઈમ ડીટેકશનની સીલસીલાવાર વિગતો કરી રજૂ : આરોપીઓને ઝડપી પાડનાર પોલીસ ટીમની કરી સરાહના

ગાંધીધામ : શહેરમાં આવેલ આંગડિયા પેઢીમાં સંચાલકોને બંદુક બતાવી ૪ ઈસમોએ ૧ કરોડ પ લાખની લૂંટ ચલાવીને નાસી ગયા હતા. કચ્છના ઈતિહાસની સૌથી મોટી આંગડિયા લૂંટ કેસમાં ફરિયાદ થયા બાદ પોલીસે આરોપીઓને પકડવા માટે કવાયત હાથ ધરી હતી, જેમાં કુલ ૬ શખ્સોને ઉઠાવીને 93 લાખનો મુદામાલ રિકવર કરવામાં આવ્યો છે.

આઈજી જે.આર. મોથાલિયા પૂર્વ કચ્છ એસપી મહેન્દ્ર બગડિયા દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજીને માહિતી આપી હતી. આઈજી જે.આર. મોથાલિયાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, રરમી મેના આંગડિયા પેઢીમાં ૪ હેલ્મેટધારી શખ્સો ઘુસી આવ્યા હતા. અને પિસ્તોલ બતાવી રૂપિયા લૂંટીને બે બાઈક પર નાસી ગયા હતા. જે ઘટના કેમેરામાં પણ કેદ થઈ હતી. આ બનાવમાં પોલીસે કુલ ૬ શખ્સોને રાઉન્ડઅપ કર્યા છે. લૂટમાં મદદ કરનાર અન્ય છ આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરાયા છે. પોલીસે સીસીટીવીના આધારે આરોપીઓનું પગેરૂ દબાવ્યું હતું. જેમાં ઉજજવલ અમરેન્દ્ર પાલ (ઉત્તરપ્રદેશ)  હનીફ ઈસ્માઈલ સોઢા (મીઠીરોહર), યોગેન્દ્ર ઉર્ફે યોગી ઉર્ફે પહેલવાન શ્યામલાલ ચૌહાણ (યુપી), મુકેશસિંગ ઉર્ફે બીપી તાલુકદારસિંગ (પડાણા), વિપુલ બગડા રામદી ગગડા (મીઠીરોહર) અને હનીફ  સીધીક લુહાર (વાયરો) નામના છ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આરોપીઓ પાસેથી 96 લાખ 90 હજાર 30 રૂપિયા રોકડા, ઈન્ડિગો કાર, ઈન્ડિકા કાર, બોલેરો ડાલુ, મોટર સાઈકલ-2  સહિતના વાહનો કિમત રૂપિયા 9 લાખ, 1 લાખ 25 હજારની હાથ બનાવટની પિસ્ટલ –પ અને 47 જીવીત કાર્ટીશ કબ્જે કરાયા હતા. તેમજ 25 હજાર 500ની કિમતના 6 મોબાઈલ મળીને કુલ 1 કરોડ 7 લાખ 45 હજાર 230નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. તેમજ આરોપીઓને મદદગારી કરનાર આરોપીઓ નઈમખાન ઉર્ફે સુદુ, શિવમ સુભાષ યાદવ, આલોક રામપ્રસાદ ચૌહાણ, અરૂણ પ્રેમકુમાર ચૌહાણ, જુણસ ઈસ્માઈલ સોઢા અને દીપક રામભવન રાજભર સંડોવણી નિકળતા પોલીસે ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.