Home Blog Page 170

ભુજની સ્વામિ. કન્યા વિદ્યામંદિરે રાજ્યકક્ષાની સ્પર્ધામાં મેળવ્યો પ્રથમક્રમાંક

0

રમતગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા આયોજીત અર્વાચીન રાસગરબાની સ્પર્ધામાં કચ્છને અપાવ્યું ગૌરવ

ભુજ : અહીંની સ્વામિનારાયણ કન્યા વિદ્યામંદિરે રાજ્યકક્ષાની પ્રાચિન-અર્વાચીન રાસગરબાની સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવી કચ્છ જિલ્લાને રાજ્યકક્ષાએ ગૌરવ અપાવ્યું છે. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા અમદાવાદ ખાતે રાજ્યકક્ષાની પ્રાચિન-અર્વાચીન રાસગરબા સ્પર્ધાનું આયોજન ગત તા.ર૭ સપ્ટેમ્બરથી ૪ ઓક્ટોબર સુધી કરાયું હતું.

ભુજની સ્વામિનારાયણ કન્યા વિદ્યામંદિરે આ સ્પર્ધામાં કચ્છ જિલ્લાનું પ્રતિનિધિત્વ કર્યું હતું. વિજ્યાદશમીના અવસરે વિજયોત્સવ પર્વની ઉજવણીમાં ભુજની શાળાએ પ્રથમ નંબર મેળવી સમગ્ર રાજ્યમાં કચ્છને ગૌરવ અપાવ્યું હતું. રાજગોર નેહલબેન અને રિદ્ધિબેન ભટ્ટે વિદ્યાર્થિનીઓને માર્ગદર્શન આપ્યું હતું. કચ્છને ગૌરવ અપાવનાર છાત્રાઓને સ્વામિનારાયણ મંદિરના મહંત સ્વામી ધર્મનંદનદાસજી, સંતો, પૂ. સામબાઈ ફઈ, સાખ્યયોગી બહેનોએ અભિનંદન પાઠવ્યા હતા. શાળા ટ્રસ્ટી મંડળના હોદ્દેદારો અને સભ્યો, આચાર્યશ્રી અને શિક્ષકોએ છાત્રાઓને સિદ્ધિને બિરદાવી હતી.

મહારાણી પ્રિતીદેવીના હસ્તે ભુજમાં શસ્ત્રપૂજનની સાથે શમીવૃક્ષનું પણ પૂજન કરાયું

0

ભુજ : વિજયાદશમીની સાંજે આશાપુરા પ્રાથમિક શાળા કેમ્પસ, નવા સ્વામિનારાયણ મંદિર સામે ભુજમાં વર્ષોથી ચાલી આવતી રાજપરંપરા મુજબ શસ્ત્રપૂજનમાં ઐતિહાસિક ધાર્મિક સાંગ અને શમીવૃક્ષનુ પુજન કચ્છ મહારાણી પ્રિતીદેવીના શુભ હસ્તે મોટી શાળજાગીરના અધ્યક્ષ પ્રવિણ મેરજી ગોરજીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યુું હતું.

આ શુભ પ્રસંગે હાજર રહેલા મોટી પોશાળ જાગીરના અધ્યક્ષ પ્રવિણ મેરજી ગોરજીબાપા તથા દેવભાઈ, જનાર્દનભાઈ દવે, દેવપર ઠાકોર કૃતાર્થસિંહ જાડેજા, નિતાબા, તેરા ઠાકોર મયુરધ્વજસિંહ જાડેજા,આરતીબા, કુંવર ઇન્દ્રજીતસિંહ જાડેજા, ઈલાબા, તેરા કુમાર હર્ષાદિત્યસિંહ જાડેજા, રોહા કુમાર અક્ષયરાજસિંહ જાડેજા, હિંમતસિંહ સોઢા, રાજેન્દ્રસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, પ્રદીપસિંહ જાડેજા, પ્રમોદભાઈ જેઠી, રાજસિંહ ગોહિલ, દલપતભાઈ દાણીધારિયા, ફોટોગા્રફર સમીરભાઇ ભટ્ટ, દિપક રાઠોડ તથા રણજીતવિલાસ પેલેસથી વિપુલ કુમાર, રૂદ્રાણીબેન ઉપસ્થિત રહ્યા હતા. હિમાંશુ કેદારી તથા સ્ટાફ, પૂજાવિધી જયેશભાઈ ઓઝા, તેજસ મહારાજ અને દર્શન મહારાજે કરાવી હતી. સમગ્ર વ્યવસ્થા પ્રાગમહેલ સ્ટાફે સંભાળી હતી.

ધારાસભ્યની રજૂઆતની અસર : ગાંધીધામના રોડ-રસ્તાના કામોને મંજૂરી

0

ગાંધીધામ :  ગાંધીધામ મતવિસ્તારનાં લોકપ્રિય ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીની રજુઆતને ધ્યાને લઈને ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના વર્ષ-૨૦૨૨-૨૩ હેઠળ રસ્તાઓના બાંધકામ કામગીરી માટે રૂ.૨૧.૮૫ કરોડના જાેબ નંબર ફાળવી

આપવામાં આવ્યા છે. આ રસ્તાઓની કામગીરીમાં ગાંધીધામ તાલુકાનાં કિડાણા-ભારાપરથી મીથાવાડ રોડ રૂ.૧૨૫ લાખ, શિણાય એસ.એચ. થી આત્મીય શાળા રોડ માટે રૂ.૭૫ લાખ, પડાણાનાં જવાહરનગર રોડથી મોડવદર સીમાડા રોડ માટે રૂ.૬૦ લાખ, ગળપાદર મલયાલમ નગરથી શર્મા રિસોર્ટ રોડ માટે રૂ.૨૧૦ લાખ, ભચાઉ તાલુકાનાં બંધણી-કુંભારડી રોડ માટે રૂ.૩૬૦ લાખ, ચોપડવા-ભચાઉ રોડ માટે રૂ.૨૨૫ લાખ, વિજપાસરથી ધરાણા (સુચિત લંબાઈ લખપત પાબુદાદા સુધી) રોડ માટે રૂ.૨૮૦ લાખ વોંધડાથી વોંધ રોડ માટે રૂ.૩૦૦ લાખ,

વિજપાસર લખાવટ રોડથી રાજબાઈ માતાજી મંદિર રોડ રૂ.૫૦ લાખ, યશોદા ધામથી નાની ચિરઈ રોડ માટે રૂ.૨૫૦ લાખ, નાની ચિરઈ થી પસુડા રોડ માટે રૂ.૨૫૦ લાખ, કુલ્લે રૂ.૨૧.૮૫ કરોડ, ગાંધીધામ મતવિસ્તાર હેઠળ આવતા રસ્તા કામો માટે ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગે જાેબ નંબર ફાળવી દીધા છે અને થોડા સમયમાં આ રોડ રસ્તાની કામગીરી શરૂ થશે એમ યાદીમાં જણાવાયું છે. વધુમાં ખાતાની યાદીમાં જણાવ્યા પ્રમાણે આ રસ્તાના કામોમાં જંગલ કટીંગ, માટી કામ, મેટલ કામ, ડામર કામ, સી.સી.કામ જરૂર જણાય જ્યાં નાળા કામ/સ્ટ્રક્ચર કામ વગેરે કામો આવરી લેવામાં આવ્યા છે. રસ્તાના આ કામો જલ્દીથી પૂરા કરવામાં આવશે. ધારાસભ્યશ્રી માલતીબેન તરફથી રાજ્ય સરકારના મુખ્યમંત્રીશ્રી અને માર્ગ મકાન વિભાગ મંત્રીનો આભાર માન્યો હતો. ગાંધીધામ તાલુકા પંચાયત અને ભચાઉ તાલુકા પંચાયત પ્રમુખશ્રી તરફથી આ રોડ રસ્તાના કામની મંજૂરી મળવાથી રાજ્ય સરકાર અને ધારાસભ્યશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો અને વધુમાં લોકોને વાહન વ્યવહાર તથા આરોગ્ય લગતી મૂશ્કેલીમાં આ રસ્તા કામને કારણે ઘણી સગવડ મળશે એમ બંને તાલુકા પંચાયત પ્રમુખશ્રી તરફથી જણાવવામાં આવ્યું હતું. ધારાસભ્યશ્રી એ ભવિષ્યમાં પણ વધુ રોડ-રસ્તાના કામો કરવામાં આવશે એવી રાજ્ય સરકાર તરફથી  ખાત્રી આપી હતી.

રક્તદાનથી લોકોને નવું જીવન મળી શકે છે : બાબુભાઇ હુંબલ

0

ભીમાભાઇ હમીરભાઈ હુંબલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મહા રક્તદાન કેમ્પ યોજાયો

અંજારઃ દેશ ના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૨માં જન્મદિનની ઉજવણી નિમિત્તે સેવા પખવાડિયા અંતર્ગત ગાંધીધામ ના પંડિત દિનદયાલ ભવન-ગુરુકુળ મધ્યે શ્રી ભીમાભાઇ હમીરભાઈ હુંબલ ચેરી. ટ્રસ્ટ દ્વારા ટ્રસ્ટના પ્રમુખ બાબુભાઇ હુંબલ ના અધ્યક્ષસ્થાને મહા રક્તદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૨૬૫ કરતા વધારે રક્તની બોટલો એકત્રિત કરવામાં આવેલ હતી.આ કેમ્પ માં તબીબો દ્વારા લોકોને રક્તદાન ના ફાયદાઓ વિશે પણ માહિતીગાર કરવામાં આવેલ હતા.આ પ્રસંગે ભીમાભાઈ હમીરભાઇ હુંબલ ટ્રસ્ટના અધ્યક્ષ બાબુભાઈ હુંબલે જણાવેલ કે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના ૭૨ માં જન્મદિવસની ઉજવણી નિમિત્તે સેવાકીય પખવાડિયામાં સમગ્ર દેશમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે, જેમાં  ભીમાભાઈ હમીરભાઇ હુંબલ ટ્રસ્ટ દ્વારા યોજાયેલ મહા રક્તદાન કેમ્પમાં લોકોએ ભારે ઉત્સાહભેર ભાગ લેતા ૨૬૫ રક્તની બોટલો એકત્રિત કરવામાં આવી છે જે અત્યંત પ્રસંશનીય બાબત છે, શ્રી બાબુભાઇ એ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી ને જન્મદિવસ ની શુભેચ્છાઓ પાઠવી હતી,

તેમજ રક્તદાનથી અનેક જરૂરિયાત મંદ લોકો ને નવજીવન પ્રાપ્ત થાય છે એવું જણાવેલ હતું,તેમજ ભવિષ્યમાં પણ લોકો વધુ ને વધુ રક્તદાન કરી ને લોકોને ઉપયોગી બને એવી  અપીલ પણ કરી હતી.આ પ્રસંગે ઉપસ્થિત ગુજરાત ના પુર્વ મંત્રી અને અંજાર વિભાગ ના ધારાસભ્ય વાસણભાઇ એ જણાવેલ કે આઝાદીના

અમૃત મહોત્સવ અને દેશ ના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી ના જન્મદિવસની ઊજવણી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ અને લોકઉપયોગી કાર્યો કરીને ઉજવવામાં આવે એવા ઉમદા હેતુને સાર્થક કરવા  ભીમાભાઇ હમીરભાઈ હુંબલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા યોજવામાં આવેલ મહારક્ત દાન કેમ્પના આયોજન ને બિરદાવેલ હતું.શ્રી આહિરે વિશેષ માં જણાવેલ કે ગુજરાત માં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રી શ્રી

ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાની હેઠળની ડબલ એન્જીનની સરકાર ગુજરાતના નાગરિકો માટે સતત ચિંતા સેવી ને વિવિધ આરોગ્યલક્ષી અને કલ્યાણલક્ષી યોજનાઓ દ્વારા અનેક રીતે ઉપયોગી બની છે.ઉલ્લેખનીય છે કે ભીમાભાઇ હમીરભાઈ હુંબલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગત ૧૭ નવેમ્બર વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસ નિમિત્તે અંજાર મધ્યે મેગા મેડિકલ કેમ્પ નું આયોજન કરેલ હતું જેમાં ૧૧૦૦ કરતા વધારે દર્દીઓ એ લાભ લીધેલ હતું, તેમજ ભુજાેડી મધ્યે આવેલ આહીર કન્યા છાત્રાલય મધ્યે ભીમાભાઇ હમીરભાઈ હુંબલ ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી બાબુભાઈ હુંબલ દ્વારા દિલીપભાઇ દેશમુખના વડપણ હેઠળ અંગદાનની જાગૃતિ અંગેનો ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવેલ હતો, જ્યાં મોટી સંખ્યા માં લોકો એ અંગદાન કરવાનો સંકલ્પ કર્યો હતો.

આ મહારક્ત દાન કાર્યક્રમ પ્રસંગે સરહદ ડેરીના ચેરમેન અને કચ્છ જીલ્લા ભાજપના મહામંત્રી વલમજીભાઇ હુંબલ ,જીલ્લા પંચાયત સભ્ય નવીનભાઈ જરું, જીલ્લા પંચાયત સભ્ય ધનજીભાઈ હુંબલ, જીલ્લા પંચાયત સભ્ય ઘેલાભાઈ ચાવડા , અંજાર તાલુકા ભાજપ ના પ્રમુખ શંભુભાઈ મ્યાત્રા ,અંજાર તાલુકા ભાજપના મંત્રી કાનજીભાઈ જીવાભાઈ શેઠ, કલ્પેશભાઈ આહીર,ગાંધીધામ શહેર ભાજપ પ્રમુખ પંકજભાઈ ઠક્કર, ગાંધીધામ તાલુકા ભાજપ પ્રમુખ બાબુભાઈ ગુજરિયા,ભારત વિકાસ પરિષદ ગાંધીધામ પ્રમુખ સુરેશ ઠક્કર, જખાભાઈ હુંબલ ,જયેશભાઈ રાજદે ,પ્રકાશભાઈ ઠક્કર, ડૉ.નીતિનભાઈ ઠક્કર, દીપકભાઈ વોરા, રાજુભાઈ રાઠી, મુળજીભાઈ મ્યાત્રા,બાબુભાઈ ડાંગર, ઘેલાભાઈ આહીર , કિરણભાઈ આહીર, રમેશભાઈ મ્યાત્રા ,જયદીપસિંહ જાડેજા ,દિનેશભાઈ લાલવાની ,અંજાર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ રચનાબેન જાેશી  તેમજ વિવિધ સામાજિક શૈક્ષણિક સંસ્થાઓ ના વિવિધ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા, તેમજ ડોક્ટર્સ અને નર્સિંગ સ્ટાફ એ સેવાઓ આપેલ હતી.

શાબાશ છે કચ્છી અધિકારીશ્રી હિતેશ જાેયશરની ટીમનેઃ ગુજરાતના સૌથી મોટા જાલીનોટ રેકેટનો કર્યો પર્દાફાશ

0

દેશના ૮ રાજ્યોમાં ફેલાયેલ નકલી નોટોના ટેકનીકલ કૌભાંડનો કર્યો પદાર્ફાશ : ૩૧૮ કરોડની નકલી નોટો તથા  મુખ્ય સૂત્રધાર સહિત ૬ સખ્સોને દબોચ્યા :  કાળા નાળાને ધોળા કરવાના કાવતરાનો શ્રી જાેયસરની ટીમે કર્યો છે મોટો ખુલાસો : સુરતથી મુંબઈ-દિલ્હી સુધી તાર જાેડાતા દેખાયા છે, જેમ જેમ તપાસ આગળ ધપશે તેમ હજુય આ જાલીનોટ કાંડના નેટવર્કનો વ્યાપ વધારે જ હોવાના થશે ઘટસ્ફો

રાજયમાં એક મોટા ગંભીર પ્રકારના ગુન્હાનુ ડીટેકશન તો થયું જ છે પરંતુ પ્રિવેન્શન વેલ્યુ તેનાથી અનેકઘણી વધારે છે : જાે આ શખ્સો પકડાયા ન હોત તો કેટલાય કરોડોની કઈક લોકોની સાથે કરી દીધી હોત છેતરપીંડી : ખરેખર કચ્છી આઈપીએસ અધિકારીશ્રી જાેયશરની સમયસુચકતા અને જાગૃતતાને આ માટે આપીએ તેટલા અભિનંદન ઓછા કહેવાય..!

રાજયના નકલી નોટોના અસલી કૌભાંડના મુળીયા સુધી સુરત પોલીસ પહોંચી કચ્છી આઈપીએસ અધિકારીશ્રી  જાેયસરના ઈશારે

સુરતના કામરેજમાથી રપ કરોડની જાલી નોટ પકડયા બાદ ગણતરીના સમયમાં જ આ કાંડમાં ૩૧૭ કરોડની જાલી નોટો કબ્જે કરવી, મુખ્ય સુત્રધાર વિકાસ જૈન સહિત છ શખ્સોની ધરપકડ કરી લેવાની કામગીરી કહેવાય કાબીલેદાદ : અગાઉ કચ્છના જખૌના મધદરીયેથી  પાકીસ્તાનના કરાંચીથી આવતુ ર૪ લાખની જાલીનોટનું કન્સાઈન્મેનટ તત્કલીન કચ્છના એસપીશ્રી જી.એસ.મલ્લિક તથા એસઓજી પી.આઈ. દીલીપ અગ્રવાતે ઝડપી પાડયુ હતુ, તે બાદનું સૌથી મોટું જાલીનોટ કૌભાંડ પકડી પાડતા કચ્છીમાડુ શ્રી હિતેશ જાેયશર.!

ગાંધીધામ : ગુજરાત રાજયમાં પાછલા કેટલાક સમયથી આંતરરાષ્ટ્રીય ઘટનાક્રમો અને બેનંબરી ધંધાઓ એક પછી એક સતત વધતા જાેવાઈ રહ્યા છે. અગાઉ ગુજરાત દારૂનો હબ બની ગયો હતો તો તે બાદ ડ્રગ્સ કન્સાઈનમેન્ટ કરોડોના ઝડપાવવા પામી ગયા છે તો હવે ગુજરાતમાં ચલણી-બનાવટી નોટો ઘુસાડી અને અર્થતંત્રને રફેદફે કરવાનો પ્રયાસ દેશવ્યાપી થયો હોવાનો એક ગંભીર પ્રકારનો ઘટનાક્રમ મુળ કચ્છી અને અબડાસાના નુંધાતડ ગામના વતની એવા સુરત ગ્રામ્યના પોલીસ અધિક્ષક શ્રી હિતેશ જાેયસરની ટીમે પર્દાફાશ કરીને શાબાશીપૂર્વકની કામગીરી કરી દેખાડી છે.

સહેજ વિગતે આ બાબતે વાત કરીએ તો સૌ પ્રથમ સુરતની કામરેજ પોલીસને બાતમી મળી હતી અને તેઓએ ચોકકસ માહીતીના આધારે એક એમ્યુબલન્સમાંથી રપ કરોડની બનાવટી નોટો ઝડપી પાડીહતી. આ સમગ્ર પ્રકરણનું મોનીટરીંગ સુરત રૂરલના એસપીશ્રી હિતેશ જાેયશર કરી રહ્યા હતા. કેવી રીતે ગુજરાતના સૌથી મોટા અને ટેકનીકલ કહી શકાય તેવા જાલીનોટના દેશવ્યાપી અન્ય રાજયોમાં ફેલાયેલા તાર વાડા પ્રકરણ પરથી પડદો ઉચકાયો છે એ બાબતે શ્રી જાેયશરની જ વાત માનીએ તો તેઓ કહી રહ્યા છે કે, સૌ પ્રથમ તો તા. ર૯મી સપ્ટમ્બરના કામરેજ પોલીસની બાતમીના આધારે રા કરોડની નકલી નોટેા પકડાય હતી જેની સાથે ત્રણ શખ્સો પકડી પડાયા હતા અને તેમની પુછતાછમાં જામગનર અને આણંદથી મળી કુલ્લ ૯૦ કરોડની નકલી નોટોનું સિઝર પોલીસ દ્વારા કરાયુ હતુ. તે બાદ પોલીસની ટીમોએ મહારાષ્ટ્ર સહિતના અન્ય રાજયોમાં જઈ અને કેમ્પ નાખ્યો હતો. જેના અનુસંધાને મુંબઈમાથી પોલીસને વિકાસ જૈન નામનો શખ્સ આ કાંડનો મુખ્ય સુત્રધાર મળી આવવા પામ્યો હતો. વિકાસ જેનની ધરપકડ કરી પુછતાછ કરતા તેના વેરહાઉસ પરથી કુલ્લ રર૭ કરોડ જેટલી ચલણી નોટો બરામદ થવા પામી હતી. આ નોટો પણ અગાઉની રપ કરોડની નોટોના એમઓ સાથેની જ જણાઈ આવી હતી.

નોધનીય છે કે રર૭ કરોડની નોટોમાં ૬૮ કરોડની નોટો તો જુની ડીમોનેટાઇજ થયેલી હતી. આ તપાસ બાદ પણ કેસમાં વધુ ત્રણ શખ્સો પકડાયા જેમા વિકાસ જૈન, દીનાનાથ યાદવ અને અંસુનો સમાવેશ થાય છે. આમ કુલ્લ છ આરોપીઓ પકડી લેવામા આવ્યા છે. શ્રી જાેયશરે વધુમાં કહ્યુ હતુ કે, આ લોકાનો મુખ્ય હેતુ લોકોને છેતરવાનો હતો. તેઓએ ગુજરાતમાં ફેબ્રુઆરી માસથી ઓફીસો કાર્યરત કરેલી છે. રાજકેાટ-અમદાવાદ-સુરતમાં આફીસો બનાવીહતી. ગુજરાતમાં રાજકોટના એક વ્યકિતને ૧ કરોડ ૬૦ લાખના શીશામાં ઉતારી દીધો છે તો સુરતમાં મોટી છેતરપીંડી કરવાની તૈયારીમાં જ હતા પરંતુ પોલીસે જાગૃતી પૂર્વક આ શખ્સોને દબોચી લેતા અનેક લોકો છેતરાતા બચી જવા પામ્યા છે. સમગ્ર કેસની સર્વગ્રાહી તપાસ માટે રેન્જ આઈજીશ્રી સુરત ્‌વારા ટીમો બનાવવામા આવી છે. સુરત-ઉપરાંત તાપી અને નવસારીની ટીમો પણ તપાસમાં જાેડાઈ છે. આ ઉપરાંત એસબીઆઈ તથા આરબીઆઈના અધીકારીઓ પણ આ ટીમમાં જાેડાઈ ગયા છે. હજુ ત્રણ ટીમો ગુજરાત બહાર જ તપાસ કરી રહી છે.

નોટો ગુજરાતમાં આવી કયાંથી? મોકલનાર કોણ? છપાઈ કયાંથી? ટીમશ્રી જાેયશર કરે છે તપાસ..!

ગાંધીધામ : ગુજરાતના સૌથી મોટા જાલીનોટ રેકેટનો તો પર્દાફાશ થવા પામી જ ગયો છે પરંતુ હવે સુરત ગ્રામ્ય પોલીસના એસપીશ્રી જાેયશરની ટીમ દ્વારા જામનગર-આણંદ સુધી નોટો પહોચી કેવી રીતે? ઉત્તર ભારતથી આ નોટો આવી હતી તો મોકલનાર શખ્સ કોણ છે? ઉપરાંત આ નોટો બનાવટી કયાં છાંપવામાં આવી હતી? તે તરફ તપાસ વધારે સઘનતાથી ચલાવી રહ્યા છે.

સેવાભાવી ટ્રસ્ટ-આંગડીયા પેઢીની પોલીસે કરવી જાેઈએ કડક તપાસ

ગાંધીધામ : સુરતના કામરેજમાંથી પ્રાથમિક તબક્કે રપ કરોડની જાલી નોટ અને તે બાદ ૩૦૦ કરોડથી વધુની નકલી નાટો પકડી પાડી છે ત્યારે આ તપાસ દરમ્યાન થયેલ ખુલાસા અનુસાર ઝડપાઈ ગયા બાદ આ નોટો ફીલ્મ બનાવવામાં વાપરવાની હેાવાની વાત તો ખોટી જ હોવાનુ ખુલી ગયુ છે. ઉપરાંત પોલીસને ગેરમાર્ગે દોરવા માટે રીવર્સ બેંક ઓફ ઈન્ડીયા તેવુ પણ નોટ પર લખેલુ હતુ.  અહી તપાસનો વિષય હવે એ છે કે, દીકરી એજયુકેશન ટ્રસ્ટ જેની એમ્બયુલન્સ પકડાઈ છે તેવી સસ્થાઓ અન્ય કેટલી કાર્યરત છે? આ સંસથાના સુત્રધારો કોણ છે? અત્યારે કુલ છથી વધુ ટીમો બનાવી અને તેમા નવ જેટલા ઉચ્ચ અધીકારીઓ અલગ અલગ ક્ષેત્રોમાં તપાસ કરી રહ્યા છે. આ ઉપરાંત મુખ્ય સુત્રધાર વિકાસ જૈન હતો જે વી આર લોજીસ્ટીક આંગડીયા પેઢી ચલાવી રહ્યો હોવાનું ખુલ્યંુ છે. તેના રજીસ્ટ્રેશન સહિતની માહીતીઓ પણ પોલીસે એકત્રિત કરવી જાેઈએ.

 

ફટાકડાં વેચાણ માટે હંગામી પરવાના મેળવવા તા. ૧૩મી ઓકટોબર ૨૦૨૨ સુધી અરજી કરવી

0

આગામી દિવાળી પર્વ-૨૦૨૨ દરમ્યાન ભુજ શહેર અને શહેર બહાર ફટાકડાં વેચાણ માટે હંગામી પરવાના મેળવવા માટે અરજ્દારોએ તા. ૧૩મી ઓકટોબર સુધી અરજી કરવાની રહેશે. હંગામી પરવાના મેળવવા મામલતદાર કચેરી ભુજ -શહેરતાલુકા સેવાસદન, મુંદરા રોડ ,ભુજ ખાતેથી નિયત અરજી ફોર્મ મેળવી  નિયત નમુનાનું  સોગંદનામુંનિયત સ્ક્રુટીની ફી અને લાયસન્સ ફી ના ચલણ સાથેની ધોરણસર અરજી મામલતદાર કચેરી ભુજ –શહેર ખાતે કચેરી સમય દરમ્યાન સાંજે ૦૬:૧૦ કલાક સુધી જમા કરાવી શકાશે. તા. ૧૩મી ઓકટોબર ૨૦૨૨ બાદ મળેલી અરજી ધ્યાને લેવાશે નહિ તેની ખાસ નોંધ લેવા ભુજ -શહેર મામલતદારશ્રીની અખબારી યાદીમાં જણાવ્યું છે.

ભુજ ખાતે દારૂલ ઉલૂમ આલા હઝરત દ્વારા જશ્ન-એ-આલા હઝરતની શાનદાર ઉજવણી કરાઇ

0

ભુજ : દારૂલ ઉલૂમ આલા હઝરત ભુજ મધ્યે જશ્ને આલા હઝરતનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં મુકરરીરે ખાસ જનાબ સૈયદ કાસમશા અભામિયા રહ્યા હતા. તેઓએ પોતાની તકરીરમાં બયાન કરતાં કહ્યું કે, આલા હઝરત આશીકે રસુલ હતા અને તેઓ આલે રસુલની ખૂબ જ તઝીમ કરતાં હતા. માટે જ આ દારૂલ ઉલૂમના બાની પીર સૈયદ નજમૂલહસન બાપુએ દારૂલ ઉલૂમનું નામ તેમના નામ પરથી રાખેલ. આમ તેઓએ આલા હઝરતના જીવન વિષે પ્રકાશ પાડી લોકોને ઉજાગર કર્યા હતા.

આ જશ્ન મહેમાન એ ખુશુશી તરેકે સૈયદ યાસીનબાપુ મસ્તકલંદર હાજર રહ્યા હતા તથા સદરે જલ્સા તરીકે સૈયદ હાજી તકિશાબાપુ નલિયા વાળા હાજર રહ્યા હતા. ઝેરે કિયાદત સૈયદ મુહમ્મદઅલી નજમૂલહસન બાપુ રહ્યા હતા. એનાઉન્સર તરીકે મૌલાના શકરૂદ્દિન અકબરી રહ્યા હતા. રોનક એ સ્ટેજ સૈયદ યુસુફશાબાવા મોથાળા વાળા, સૈયદ અઝીમશા, સૈયદ સલમાનશા, સૈયદ આબિદશા, સૈયદ ઇર્શાદશા દેવપરગઢ તથા મૌલાના ઇમરાન અત્તારી, મૌલાના ઇરફાન અકબરી, મૌલાના બિલાલ રઝા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

આ જશ્નને સફળ બનાવવા માટે ફરહાનભાઈ થેબા, ફિરોઝભાઈ તુર્ક, સબ્બીરભાઈ તુર્ક, અબ્દ્રેમાન તુર્ક, ઈકબાલભાઇ મલેક, અલ્તાફભાઈ બુઝુર્ગ, મામદભાઈ જુણેજા, યાસીનભાઈ પઠાણ, અબ્દુલભાઈ ઉનડ, ગનીભાઈ લોહાર, આલમભાઈ મન્સૂરી, હાજી ઇકબાલ વગરેએ સહયોગ આપ્યો હતો. દારૂલ ઉલૂમના ટ્રસ્ટી ગણ કાસમભાઇ કુંભાર, અ.મજીદભાઈ કુરેશી, મહમ્મદશા શેખ, મૌલાના હાસમ અકબરી, હાફિઝ ફિરોઝ અકબરી, મુફ્તી મુશફિકુલ કાદરી અશરફી, ઝુલ્ફીકારઅલી સુમરા, ઇબ્રાહિમભાઈ શેખ અને પીર ભાઈઓ અ.રજાક કુંભાર, અ.ગફુર માંજાેઠી, અબ્દુલભાઈ ખલીફા, ફરીદભાઈ વઝીર, રફીકભાઈ સમા, રમજુભાઈ તુરીયા, અઝીઝભાઈ મણિયાર, અનવર હુશેનભાઈ, ઇકબાલભાઈ વાઘેર, ગુલામભાઈ જત, હનીફભાઈ જત વગેરેએ જહેમત ઉઠાવી હતી. આલા સૈયદ અશરફશા નજમૂલહસનબાપુ તથા સૈયદ ઇકબાલ નજમૂલહસનબાપુ અને સૈયદ શોયબ નજમૂલહસનબાપુએ સંભાળી હતી.

ભુજમાં કોંગ્રેસ દ્વારા મોંઘવારી રૂપી રાવણનું કરાયું દહન

0

ભુજ : આસુરી શક્તિ પર દેેવી શક્તિના વિજયના ઉત્સવ એવા વિજયાદશમી નિમિત્તે ભુજ શહેર કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ કરીને મોંઘવારીના દસ મુદ્દાઓ રૂપી રાવણનું દહન કરાયું હતું.

આ અંગે ભુજ શહેર કોંગ્રેસ પ્રમુખ કિશોરદાન ગઢવીએ જણાવ્યું હતું કે, દશેરાના દિવસે જેમ ભગવાન રામે રાવણનો તેમજ મા દુર્ગાએ મહિસાસુરનો વધ કર્યો હતો. આજે ભાજપની સરકારમાં દિવસને દિવસે મોંઘવારી રૂપી રાવણ મોં ફાડીને ઉભો છે ત્યારે કોંગ્રેેસ દ્વારા વિવિધ દસ મુદ્દાઓ રૂપી રાવણનું પુતળુ બનાવી તેનું દહન કરાયું હતું.

આ વેળાએ એચ.એસ. આહિર, અશરફ સૈયદ, અમીષ મહેતા, ધીરજ રૂપાણી, સહેજાદ સમા, હાસમ સમા સહિતના કોંગ્રેસી કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગણપતિ પંડાલોમાં મૂકાયેલી દાનપેટી દ્વારા ૭૦ હજારની રકમ એકત્ર

0

ભુજ : સતત ૧૧માં વર્ષે ગણપતિ ઉત્સવમાં દાન પેટી મૂકવામાં આવી હતી, જેમાં રૂપિયા ૭૦,૦૦૦ જેટલી મતદાર રકમનું દાન એકત્ર થયું હતું.

આ એકત્ર થયેલ રકમ અંગદાન અંગેની જાગૃતિ ફેલાવવાનું કાર્ય કરતાં દાદા દિલીપભાઈ દેશમુખ તથા સાંસદ વિનોદભાઈ ચાવડાના હસ્તે ગણપતિ પંડાલોના આયોજકોની હાજરીમાં સામાજિક કાર્યકર મિતેષભાઇ એચ. શાહને સુપ્રત કરવામાં આવી હતી.

આ અંગે મિતેષભાઇ એચ. શાહે સર્વે આયોજકો તથા ગણપતિ બાપાના ભક્તોનો આભાર માનતા જણાવ્યું હતું કે, અત્યાર સુધી રૂપિયા ૧૩ લાખથી વધુની રકમનું દાન આ પંડાલોમાં દાન પેટી મૂકવાથી એકત્ર થયું છે, તે વિઘ્નહર્તાનો ચમત્કારક જ છે. ઉપસ્થિત સર્વે આયોજકોનો આભાર માનવામાં આવ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ રાહુલભાઈ ગોરે સંભાળી હતી.

ભુજમાં દશેરા નિમિત્તે રાજપૂત કરણી સેના દ્વારા કરાયું શસ્ત્ર પૂજન

0

દરબારી પોશાકમાં સજ્જ દરેક ભાઈઓ ભવ્ય શોભાયાત્રામાં જાેડાયા

ભુજ : હિન્દુ ધર્મમાં દશેરાનું વિશેષ મહત્વ છે આ દિવસે સદીઓ જુની પરંપરા મુજબ શસ્ત્ર પુજન કરવામાં આવે છે. શસ્ત્ર સામગ્રી એકત્ર કરીને તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવે છે. પ્રાચીન સમયમાં રાજાઓ તેમના શત્રુઓ સામે જીતવા માટે શસ્ત્રોની પુજા કરતા હતા.

દશેરા નિમિત્તે રાજપુત કરણી સેના કચ્છ જિલ્લા દ્વારા કચ્છ જિલ્લા રાજપુત ક્ષત્રિયસભાના પ્રમુખ અને માંડવી, મુન્દ્રાના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને શસ્ત્ર પુજનનું આયોજન કરવામાં આવ્યું હતું. ભુજની જાડેજા બોર્ડિંગ ખાતે કચ્છ જિલ્લામાંથી ઉપસ્થિત રહેલા વડીલો, યુવાનો, રાજપુતી પોષાક તેમજ તલવાર લઈ પહોંચ્યા હતા. બ્રાહ્મણોની ઉપસ્થિતિમાં વિધિવિધાન સાથે શસ્ત્રોનું પુજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ દરબારી પોષાકમાં સજ્જ દરેક ભાઈઓ ભવ્ય શોભાયાત્રામાં જાેડાયા હતા. જાડેજા બોર્ડિંગથી શરૂ થયેલી આ શોભાયાત્રા, ઘનશ્યામનગર, જુના બસ સ્ટેશન રોડ થઈ વી.ડી. હાઈસ્કુલ, જ્યુબીલીથી પસાર થઈ સ્વામિનારાયણ મંદિર થઈને પરત જાડેજા બોર્ડિંગ પરત ફરી હતી. સમગ્ર શોભાયાત્રાનું સંચાલન નિવૃત્ત આર્મીમેન દ્વારા સંભાળવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં રાજપુત કરણી સેનાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ વીરભદ્રસિંહ જાડેજા, કચ્છ જિલ્લા રાજપુત મહિલા સભાના પ્રમુખ ચેતનાબા જાડેજા, મેરૂભા જાડેજા, રાણુભા જાડેજા, માધુભા જાડેજા, કુંવર ઈન્દ્રજીતસિંહ જાડેજા, જાેરાવરસિંહ રાઠોડ, સાવજસિંહ જાડેજા, યજુવેન્દ્રસિંહ જાડેજા, પરાક્રમસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ જાડેજા, ભચાઉ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને કચ્છ જિલ્લા પ્રભારી કુલદીપસિંહ જાડેજા, જે.ટી. વાઘેલા, અજયસિંહ ઝાલા, દલપતસિંહ જાડેજા, કે.ડી. જાડેજા, હરિસિંહ સોઢા, રામદેવસિંહ વાઘેલા, રાજદીપસિંહ જાડેજા, રણજીતસિંહ જાડેજા, હરપાલસિંહ જાડેજા, દેવેન્દ્રસિંહ જાડેજા, કુલદીપસિંહ ઝાલા, રવિરાજસિંહ ઝાલા, દુષ્યંતસિંહ જાડેજા, હકુમતસિંહ વાઘેલા સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.