એન્કરવાલા હોસ્પિટલની પદ્મશ્રી ચંદનાશ્રીજી મ.સા.એ લીધી મુલાકાત

0
33

ભુજ : અનશનવ્રતધારી, જૈન સમાજરત્ન તારાચંદભાઇ છેડાની પ્રેરણાથી સર્વ સેવા સંઘ સંસ્થાના પ્રમુખ જીગર તારાચંદભાઈ છેડાના માર્ગદર્શન હેઠળ સંચાલીત એન્કરવાલા જનરલ હોસ્પિટલ મસ્કા ખાતે વીરાયતન વિદ્યાપીઠના પદ્મશ્રી સાધ્વી આચાર્ય ચંદનાશ્રીજી મ.સા.ની પ્રેરણાથી જૈના સંસ્થા (યુએસએ), સેવા મંગલ ફેમેલી ટ્રસ્ટ, ડૉ.મીરા અને ડૉ.જશવંત મોદી પરિવાર, ધ વાઢેર ફેમેલી ફાઉન્ડેશન, સાલગીયા ફેમેલી ફાઉન્ડેશનના આર્થિક સહાયથી નિર્માણ પામેલ ઓટોમેટીક ઓકિસજન પલાન્ટ અને એન્કરવાલા જનરલ હોસ્પિટલની મુલાકાત લઇ પદ્મશ્રી સાધ્વી આચાર્ય ચંદનાશ્રીજી મ.સા., સાધ્વી શીલાપીજી મ.સા.એ આર્શીવચન પાઠવ્યા હતા.
આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ જીગર તારાચંદભાઇ છેડા, ટ્રસ્ટી મુકેશભાઇ ભટ્ટ, હોસ્પિટલના મેડીકલ કન્વીનર ડૉ. કૌશીક શાહ, મેડીકલ ઓફિસર ડૉ. મૃગેશ બારડ, માંડવી તા.પં.ના સદસ્યા શિલ્પાબેન નાથાણી, ગામના યુવા આગેવાન કીર્તિભાઇ ગોર અને સામાજીક તથા રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા.