આદિગુરૂ શ્રી જગતગરૂ શંકરાચાર્ય સ્વામીજીની ગાંધીધામમાં પધરામણી

0
57

બાલવાટીકા-ઓસ્લોસર્કલ પાસેથી ગૌસેવા સમીતી-અલગ અલગ હિન્દુ સંગઠન દ્વારા શોભાયાત્રા સ્વરૂપે અપાયો ઉમળકાંભેર આવકાર  : મોટી સંખ્યામાં લોકો રહ્યા ઉપસ્થિત : આવતીકાલે અંબાજી મંદિર સભાખંડ ખાતે પુુ.સ્વામી શંકરાચાર્યજીના આર્શીવચનનો યોજાશે કાર્યક્રમ

ગાંધીધામ : આદિગુરૂ શ્રી જગતગુરૂ શંકરાચાર્ય સરસ્વતી સ્વામીજી ગઈકાલે ગાંધીધામ મથકે પધાર્યા છે. ગઈકાલથી તેઓ ત્રણ દીવસ ગાંધીધામ-કંડલા સંકુલમાં મુકામ કરી સત્સંગ-આર્શિવર્ચન પાઠવશે. દરમ્યાન જ ગઈકાલેે તેઓની ગાંધીધામ ખાતે પધરામણી થતા શહેરના ઓસ્લો સર્કલ પાસે આવેલ બાલવાટીકાથી તેઓને ગૌસેવા સમિતિ ઉપરાંત હિન્દુ સંગઠનો દ્વારા મેાટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને આવકાર આપવામાં આવ્યો હતો.

આ તબક્કે સુરેશભાઈ ગુપ્તા, નંદલાલ ગુપ્તા, સમીરભાઈ ગર્ગ, મોહનભાઈ ધારશી, ગંગારામભાઈ અનમ, મહેશભાઈ ગુપ્તા, રાજેન્દ્ર શાહ, રામભાઈ ગઢવી, સુનીલભાઈ સીંઘવ, દીનેશભાઈ ગુપ્તા, દીનેશભાઈ ગોયલ, પરંમતપભાઈ, સંજયભાઈ દવે, મનોજભાઈ વેગડ, આશીષ જાેષી, ઘનશ્યામભાઈ ગુપ્તા, રેવાભાઈ કલવાણી, ચેતનભાઈ, સુનીલભાઈ બજાજ, મુકેશભાઈ બાપટ, મોહનભાઈ સથવારા, મનોજભાઈ, કૈલાશબેન ભટ્ટ, રંજનબેન ગુપ્તા, નીતુબેન ગોયલ, રેનુબેન ગુપ્તા, શશીબેન ગુપ્તા, પ્રાચીબેન ગુપ્તા સહિતના મોટી સંખ્યામં લોકો ઉપસ્થિત રહ્યા હતા.  નોધનીય છે કે, ગઈકાલથી કુલ્લત્રણ દિવસ સુધી આદિગુરૂ શ્રીમદ જગતગુરૂ શ્રી શંકરાચાર્ય સ્વામીનો ગાંધીધામમાં મુકામ રહેશે. આવતીકાલે નવ કલાકે સવારે અંબાજી મંદિર સભાખંડ ખાતે પુ.શ્રી સ્વામી શંકારાચાર્યજીના આર્શીવચન, સન્માનનો કાર્યક્રમ યોજવામા ંઆવ્યો છે  જેમાં સૌએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા પણ ઈજન કરવામાં આવ્યુ છે.