સોયાબીન-ખોળ પ્રકરણમાં પૂર્વ કચ્છ પોલીસની ઢીલી કાર્યવાહી સામે રોષ

સોયાબીન ઠગાઈના ગુનામાં ટ્રકનો કબ્જો લેવામા અને ટ્રક ચાલકની ધરપકડ કરવામાં પોલીસના ઠાગાઠૈયા : ગાંધીધામ લોકલ ટ્રક ઓનર્સ એસોસીએશન દ્વારા ઠલવાયો બળાપો

દોઢ કરોડના ખોળ સગેવગે કેસમાં અમુક માલ રીકવર કરાયો, પણ ટ્રક અને ટ્રક ચાલક કેમ નથી પકડાતા? ગુન્હાની જડ સુધી પહોંચવામાં પોલીસ કેમ વામણી પુરવાર થાય છે ? : નીચેથી જ તપાસ આદરાય તો મોટામાથાઓ સુધી આપોઆપ લંબાઈ શકે તપાસનો રેલો

ગાંધીધામ : દેશના મહાબંદર એવા કંડલામાં આવતી વિવીધ ચીજવસ્તુઓના પરિવહનમાં રીતસરની ઠગાઈના કારસાઓ રચાઈ રહ્યા છે, ઠગાઈની ફરીયાદો થવા પામી રહ્યા છે તેમ છતા પણ પોલીસ દ્વારા ગુન્હેગારોને નશ્યત કરવામાં ઢીલી નીતી અખત્યાર કરવામા આવી રહી છે.દડમ્યાન જ ગાંધીધામ લોકલ ટ્રક ઓનર્સ એસોસીએશન દ્વારા પણ આ બાબતે બળાપો ઠાલવતા જણાવ્યું છે કે, સોયાબીન ઠગાઈના ગુનામા ટ્રકનો કબ્જેા લેવામા અને ટ્રક ચાલકનીધરપકડ કરવામા પોલીસ ઠાગાઠૈયા કરી રહી છે. વધતા ચોરી અને ઠગાઈના બનાવો અં પોલીસ દ્વારા સંડોવાયેલા આરોપીઓની ધરપકડ કરે તો જ આવા ગુના ડામી શકાશે.ગાંધીધામ નજીકની કંપનીમા સોયાબીન ખોળ નહી પહોચાડી ૧.૪૧ કરોડની વિશ્વાઘાતની ફરીયાદ નોધાઈ છે પરંતુ તેમા દૃશાવવામા આવેલા ટ્રકનો કબ્જો મેળવવા અને ચાલકને પકડવામા પોલીસ નિષ્ફળ રહી છે. ટ્રક નંબર અને ડ્રાઈવરોના નામ પણ ફરીયાદમા દૃશાવવામા આવ્યા છે પરંતુ હજુ સુધી તેમની સામે કાૃયવાહી કરવામા આવી ન હોવાનુ જણાય છે. ગાંધીધામ અને આજુબાજુના વિસ્તાર આવેલી ઈન્ડસટ્રીઝ અને દિનદયાલ પોટ પરથી થતી માલ સામાની પરીવહન કામગીરીમા અમુક તત્વો દ્વારા ચોરી અને છેતરીપીડી કરી લાખો કરોડોનો માલ સામાન ઓળવી લેવામા આવે છે પોલીસ ફરીયાદ બાદ એકાએક આવા માલ સમાનના જથ્થાને પોીસ શોધી પણ લે છે. અને અમુક થ્થો રીકવર અને આરોપીનો ઝડપી સંતોષ માની લેવામા આવે છે. પરંતુ આવા ગુનાની જડ સુધી જવામા પોલીસ વામણી સાબિત થઈ રહી છે તેના કારણે જ આવા તત્વાને બળ મળે છે. અને આવા બનાવાને કોઈ પણ ભયવગર અંજામ આપે છે. હાલમા દોઢ કરોડના ખોળની છેતરપીડી થઈ છે તેમા પણ પોીસ વિભાગ દ્વારા અમુક સામાન રીકવર કર્યો છે અને આરોપી સુધી પહોચાડવામ પણ સફળ રહી છે.ત્યારે પ્રશ્ન એ છે કે ટ્રક અને ટ્રક ચાલકો કેમ પકડાતાા નથી જેા આવા ગુનાઓને ડામવા હોય તો નીચેથી જ તપાસ ચાલુ કરવામા આવે તો ઉપરના માથાના નામો પણ બહાર આવી શકે છે. અને તો જ આવી છેતરપીડી અને ચોરીની સીન્ડીકેટને ઝડપી આવા ગુનાઓને ડામી શકાશે. આશરે દોઢ કરોડના ખોળને સગેવગે કરનાર આરોપીઓ સામે ગુનો નોધીને પોલીસે કાર્યવાહી હાથ ધરી છે ત્યારે પ્રથમ ટ્રક ચાલક અને ટ્રકને કબ્જે લેામા આવે તો પણ ગુનામા સંડોવાયેલા અન્ય આરોપીઓ પણ જડપાશે તે દીશામા પોલીસે કાર્યવાહી હાથ ધરે તેવી માંગણી ગાંધીધામ લોકલ ટ્રક ઓનર્સ એસોસીએશન વતીથી નવીનભાઈ ઝરૂએ કરી છે.

  • કંડલામાં કોલસા સહિતના ભોગગ્રસ્ત વેપારીઓ જાગો

અમુક પલળેલા ખાખીધારીઓ જ આવા મસમોટા કૌભાંડો પર રેડાવી રહ્યા છે ઠંડુ પાણી : વેપારીઓ જાગશે –
આક્રમક બનશે તો જ તેમના માલ-મુદ્દા અને ધંધો બચશે

ગાંધીધામ : કંડલામાં આવતી ચીજવસ્તુઓ પર આડેધડ ચોરી-તસ્કરી કરનારાઓ બેફામ બની ગયા છે. કરોડોના માલની ખુલ્લેઆમ તસ્કરી થઈ રહી છે તો વેપારીઓ પાયમાલ બની રહ્યા છે. આવામાં ખાખીની ભુમિકા સામે સંદેહ અને શંકા ઉઠે જ ઉઠે. હાલમાં પણ ગાંધીધામ લોકલ ટ્રક એસો. ખોળના મુદે ખુલ્લેને બળાપો ઠાલવવાની હિતંત કરી દેખાડી છે ત્યારે કોલસા સહિતના ધંધાર્થીઓ આગળ આવે તે જરૂરી બની રહ્યુ છે. નહી તો મોટાભાગના કેસમાં અમુક પલળેલા ખાખીધારીઓ જ પાણીઢોળ કરી દેતા હોવાથી વેપારીઓને તો રોવાનો જ વારો આવતો રહેશે તેવી વકી પણ જાણકારો સેવી રહ્યા છે.