કચ્છની શાળાઓમાં ચુનાવ પાઠશાળાનું આયોજન

0
39

વિધાનસભા સામાન્ય ચુંટણી-૨૦૨૨ અંતર્ગત મતદારો સક્રીયપણે મતદાન કરીને લોકશાહીને મજબુત કરે તે માટે સ્વીપ પ્રવૃત્તિ અંતર્ગત કચ્છની શાળાઓમાં ચુનાવ પાઠશાળાની પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે . જે હેઠળ જિલ્લાની વિવિધ શાળાઓમાં ચુનાવ પાઠશાળાનું આયોજન કરાયું હતું.

        ચુનાવ પાઠશાળાનો મુખ્ય હેતુ શાળા કક્ષાએ શિક્ષકો દ્વારા શાળાના બાળકો તથા તેમના વાલીઓને મતદાન વિશે મુંઝવતા પ્રશ્નો તથા વધુમાં વધુ મતદાન થાય તેના માટે જાગૃત કરવાનો છે. આ માટે એક દિવસીય ચુનાવ પાઠશાળાનું  આયોજન કરવામાં આવે છે. જેમાં સમગ્ર શાળા સ્ટાફ, ગામના અગ્રણીઓ, બાળકોના વાલીઓ અને નાગરીકો આ ચુનાવ પાઠશાળામાં ભાગ લે છે.