ચુંટણીમાં કોન્વોય માટેના આદેશો જારી કરાયા

0
59

આગામી વિધાનસભા સામાન્ય ચુંટણી-૨૦૨૨ની તારીખો જાહેર કરાઇ છે. જે મુજબ તા.૩/૧૧/૨૦૨૨થી ચુંટણીને અનુલક્ષીને આદર્શ આચાર સંહિતા અમલમાં આવેલ છે અને કચ્છ જિલ્લાના છ વિધાનસભા વિસ્તારમાં તા.૧/૧૨/૨૦૨૨ના રોજ મતદાન થનાર છે. ચુંટણીની કામગીરી તા.૩/૧૧/૨૦૨૨ થી તા.૧૦/૧૨/૨૦૨૨ સુધી ચાલશે. વિધાનસભા સામાન્ય ચુંટણીની કામગીરી દરમ્યાન આદર્શ આચાર સંહિતાના અમલ માટે જરૂરી જાહેરનામા બહાર પાડવા માટે ભારતના ચુંટણી પંચ તરફથી સૂચનાઓ આપવામાં આવેલ છે.

ચુંટણી સમય દરમ્યાન રાજકીય પક્ષ/ઉમેદવારો તરફથી પ્રચાર કે અન્ય હેતુથી જાહેર રસ્તા પર મોટી સંખ્યામાં વાહનો એક સાથે ફરે તો લોકોમાં ભય પેદા થઇ શકે છે. અને ટ્રાફિકને અડચણ ઉભી થઇ શકે છે. વધુમાં ચુંટણી પ્રક્રિયા દરમ્યાન તમામ રાજકીય પક્ષો, ઉમેદવારો, કાર્યકરો દ્વારા જાહેર રસ્તા પર મોટા પ્રમાણમાં વાહનો ફેરવવામાં આવતા હોય છે. જેનાથી જાહેર રસ્તા પર જતા અન્ય વાહનોને અગવડ ઉભી થવા સંભવ છે.

જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દિલીપ રાણા દ્વારા ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ થી તેમને મળેલ સતાની રૂએ કચ્છ જિલ્લાના વિધાનસભા સામાન્ય ચુંટણી ૨૦૨૨ સંદર્ભે એક સાથે કોન્વોયમાં વાહનો ફેરવવા કોઇપણ ઉમેદવાર કે રાજકીય પક્ષના કાર્યકરો કે રાજકીય પક્ષના વ્યકિત કોન્વોયમાં એક સાથે ૧૦થી વધુ વાહનો નહીં ફેરવવા ફરમાવાયું છે. આ કોન્વોયમાં કેન્દ્ર કે રાજય સરકારના મંત્રીશ્રીઓને લઇ જવામાં આવતું તો પણ એક સાથે ૧૦થી વધુ વાહનો ફેરવી શકાશે નહીં. કોઇ વ્યકિતને સુરક્ષા આપવામાં આવેલ હોય તેવા કિસ્સામાં સુરક્ષાના વાહનો સિવાય ૧૦ વાહનોથી વધુ એક સાથે ફેરવી શકાશે નહીં.

આ જાહેરનામાનો અમલ તા.૧૦/૧૨/૨૦૨૨ સુધી કરવાનો રહેશે. આ નિયમોનો ભંગ કરવામાં આવશે તો ભારતીય ફોજદારી ધારાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાપાત્ર કાર્યવાહીને પાત્ર ઠરશે.