અવસર છે લોકશાહીનો : વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨

0
106

શારિરીક રીતે અસક્ષમ ૯૬ વર્ષના માધાપરના દેવબાઇ મતદાન કરીને અન્યો માટે પ્રેરક ઉદાહરણ બન્યા

વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨નો મહાપર્વ આજે ઉજવાઇ રહ્યો છે ત્યારે કચ્છમાં શાંતિપૂર્ણ રીતે શરૂ થયેલી મતદાન પ્રક્રિયામાં શારિરીક રીતે અસક્ષમ માધાપરના ૯૬ વર્ષના દેવબાઇ માધાપરીયાએ મતદાન કરીને અન્ય મતદારો માટે પ્રેરક ઉદાહરણ બન્યા હતા.વરીષ્ઠ નાગરીક દેવબાઇએ જણાવ્યું હતું કે, પ્રથમ ચૂંટણીથી હંમેશા મતદાન કરતી આવી છું. કોઇપણ કારણસર આજદિન સુધી મતદાન કરવાનું ચુકી નથી. ઉંમરના કારણે હાલ ચાલી નથી શકાતું આમછતાં પરીવારની મદદથી વ્હીલચેર પર આવીને પણ મારી ફરજ અદા કરી છે. ત્યારે સૌ યુવા મતદારો પણ પોતાનો મત આપીને સક્રીય ભાગીદારી નોંધાવે તેવી અપીલ કરૂ છું.