ભચાઉના લુણવામાં વેદાંત કંપનીનો ખુલ્લેઆમ આતંક : કંપનીના દુષિત પાણીનો ખુલ્લામાં ઠેકાથી ખડકલો..!

0
30

  • પૂર્વ કચ્છ જીપીસીબી તંત્ર બન્યું શોભાનો ગાંઠીયો..!

કંપનીનું દુષિત પાણી ખુલ્લી જગ્યાએ ટેન્કર મારફતે કંપની દ્વારા છોડાતુ હોવા છતા પણ પૂર્વ કચ્છ ગુજરાત પ્રદુષણ નિંયંત્રણ બોર્ડ તદ્દન ઢીલુંઢફ : હજારો લીટર ગંદા પાણીનુ ખુલ્લામાં નિકાલ કરનારી કંપનીના જીપીસીબી વિભાગ દ્વારા કેમ કાન નથી આમળવામાં આવતા? : આવા જળનો અબોલ જીવો જાણતા અજાણતા સેવન કરશે અને તેમના જીવન મોતમાં મુકાઈ જશે તો કોની લાપરવાહી? આસપાસની માનવવસ્તીને માટે પણ ગટરમિશ્રિત ગંદુ પાણી રોગચાળા સહિતના મામલે બની રહ્યુ છે માથાનો દુખાવો..!

ગાંધીધામ : ભુકંપ બાદ કચ્છમાં આવી પડેલા ઉદ્યોગો આ વિસ્તારને માટે આર્શીવાદરૂપ કેટલા બન્યા તે તો આવા ઉદ્યોગોને લાવનારા જ જાણે પરંતુ આ ઉદ્યોગો થકી આસપાસનુ સ્થાનિક જનજીવન તદન વેરણ છેરણ બની રહ્યુ છે અને તેના પીડારૂપ દાખલાઓ આજે પણ જોવા મળી આવી જ રહ્યા છે. આવા એકમો પર નિયંત્રણ લાદવા માટે કચ્છમાં પૂૃર્વ અને પશ્ચીમ એમ બે જીપીસીબી વિભાગો કાર્યરત કરેલા છે પરંતુ અહીના અધિકારી માત્ર શોભાના ગાઠીયારૂપ જ હોય તેમ આવી કંપનીઓની સામે કોઈ જ ધાક બેસાડતી કાર્યવાહી કરતા જોવાતા જ નથી. આવો જ એક વધુ કિસ્સો ભચાઉ તાલુકામાંથી સામે આવવા પામી રહ્યો છે. ભચાઉ તાલુકાના લુણવા ગામે આવેલી વેદાન્તા ગ્રુપ કંપનીનું ગટરદુષિત ગંદુ પાણી ખાડ કુવા કરેલુ જેમા ગંદુ પાણીને સંગ્રહ કરાય છે જે ગંદુ દુર્ગધ મારતુ ગટરનુ પાણી જે હજારો લીટર પાણી જીન અંદર ખાડામાથી કાઢીને ભાડા પેટે ટેન્કર કંપની લાવીને કોલોનીની તદન નજીક આવેલી રાજમાર્ગની બાજુમાં ખુલ્લામા જમીનમાં પાણી ટેન્ડર મારફતે પાણી છોડવામાં આવી રહ્યુ છે. સ્થાનિકે જાગૃત નાગરીક દ્વારા ગંદા પાણી ખાી કરી રહેલા ટેન્કરના ડ્રાયવરને પુછે છે તો જવાબ અપાય છે કે, કંપનીના માલીકના આદેશથી આ ગંદુ પાણી અહી ખાલી કરવામાં આવી રહ્યુ છે. આ બાબતે જો વેળાસર જ કોઈ પગલા લેવામા નહી આવે તો અહી આવા ગંદા ગટરયુકત પાણીનુ સેવન કરવાથી કઈક ઢોરોના મોત થવા પામશે તવી ભીતી પણ જાણકારો સેવી રહ્યા છે. તે માટે જવાબદાર કોણ રહેશે?ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ શા માટે આવી કંપનીઓના કાન આમળતુ નથી? જીપીસીપી પૂર્વ કચ્છ વીભાગના અધિકારી કેમ આવા કૃત્યોને છાવરી રહ્યા છે? શુ તેઓ પાસે આવી કોઈ ફરીયાદો પહેાચતી જ નથી કે પછી તેઓ પૈસાના ત્રાજવે તોળાઈ રહયા છે? તેવા સવાલો પણ જાણકારો દ્વારા ઉઠાવવામાં આવી રહ્યા છે. આ બાબતે વેદાંતા કંપનીના યોગેશભાઈનો સંપર્ક કરવાનો પ્રયાસ તેમના ફોન બંધ જ આવતો હોવાથી વિફળ
નીવડયો હતો.