દુધઈ પાસેથી ચોરીની બાઈક સાથે એક પકડાયો : પશ્ચિમ કચ્છના બે ગુના ઉકેલાયા

0
36

ભુજ : તાલુકાના મોખાણા અને જી. કે. જનરલ હોસ્પિટલની પાર્કીંગમાંથી થયેલી બાઈક ચોરીનો બનાવનો ભેદ પુર્વ કચ્છ એલસીબીની ટુકડીએ ઉકેલી નાખ્યો છે. દુધઈ વિસ્તારમાં એલસીબીની ટુકડીએ પેટ્રોલિંગ વેળાએ ઓસમાણશા કાસમશા શેખ (રહે. પ્રાગપર રાપર)વાળાને રોકાવી હીરો હોન્ડા ડીલક્ષના કાગળોની માંગણી કરતા તેણે કોઈ આધાર પુરાવા રજૂ કર્યા ન હતા, આ બાઈક તેણે મોખાણા ગામેથી ચોરી હોવાની કબુલાત આપી હતી. પોલીસે વધુ પુછપરછ કરતા તેણે જી. કે. જનરલ હોસ્પિટલની પાર્કીંગમાંથી પણ એક બાઈક ચોરી હોવાની કેફીયત આપી હતી. હાલ પોલીસે એક હોન્ડા ડીલક્ષ કિંમત ૩૦ હજાર વાળી કબજે કરી બંને ગુનાનો ભેદ ઉકેલી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.