જંગીમાં ફરી એકવાર પવનચક્કી તસ્કરોના નિશાને ચડી

0
32

ભચાઉ : વાગડ વિસ્તારમાં અવારનવાર પવનચક્કી તેમજ વીજ ટ્રાન્સફોર્મરમાંથી પસાર થતા વાયરોની ચોરી થતી હોવાની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે વધુ એક વખત જંગીમાં પવનચક્કી તસ્કરોના નિશાને ચડી છે. જંગીમાં રહેતા વેરશીભાઈ પચાણભાઈ આહિરે સામખિયાળી પોલીસમાં જણાવ્યું કે, કોઈ અજાણ્યા આરોપીએ સુઝલોન કંપનીની જંગી વિસ્તારમાં આવેલી પવનચક્કી લોકેશન નંબર એસ. ૧૩૭ વાળી પવનચક્કી એચટી યાર્ડમાં લાગેલા ટ્રાન્સફોર્મરમાંથી કોઈ સાધન વડે કોપર વાયર કાપી લઈ તેનો સેટ અને ૧ર હજારના વાયર મળી રર હજારની ચોરી કરી હતી અને પવનચક્કીના બુસીંગના સ્ટર્ડમાં રૂપિયા ૩ હજારનું નુકશાન કર્યું હતું. જેથી પીએસઆઈ એસ. વી. ડાંગરે આગળની તપાસ હાથ ધરી છે.