જમીન લેવાના બહાને ચાર શખ્સો કોટડા (ઉ)ના વૃદ્ધનું કારમાં અપહરણ કરી ગયા

0
31

હિંમતનગર પાસિંગની અર્ટિંગા કારમાં આવેલા ઈસમોએ પ૦ લાખની માંગણી કરી માર માર્યો

ભુજ : તાલુકાના કોટડા ઉગમણા ગામે પોતાની વાડીના ગેટ ઉપર ઉભેલા વૃદ્ધને કારમાં આવેલા ચાર ઈસમો જમીન લેવાના બહાને અજાણયા ચારેક ઈસમો કારમાં બેસાડી અપહરણ કરી ગયા હતા, પ૦ લાખ રૂપીયાની માંગણી કરી મારામારી કરતા ભત્રીજો સારવાર માટે ભુજની જી. કે. જનરલ હોસ્પીટલમાં લઈ આવ્યો હતો બાદમાં પદ્ધર પોલીસે વિવિધ કલમો તળે ગુનો દર્જ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ કોટડા ઉગમણા ગામે રહેતા હરીલાલ જેન્તીલાલ સેંઘાણી (ઉવ.૪૯) પોતાની વાડીના ગેટ ઉપર ઉભા હતા ત્યારે જીજે ૦૯ બીજે ૬૮૭૦ નંબરની અર્ટીંગા કારમાં આવેલા અજાણયા ચાર ઈસમો જમીન લેવાના બહાને કારમાં બેસાડી અપહરણ કરી ગયા હતા. કારમાં માર મમારી છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી પ૦ લાખ રૂપીયાની માંગણી કરી હતી, જેથી વૃદ્ધને ઈજાઓ પહોંચતા તેનો ભત્રીજો પુનીત સારવાર માટે ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાં લઈ આવ્યો હતો. બનાવ અંગે પદ્ધર પોલીસે વિવિધ કલમો તળે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.