નવલા નોરતાના પ્રથમ દિને વિધાનસભા અધ્યક્ષશ્રી ડો.નીમાબેન આચાર્યે કન્યાઓનું પૂજન કરીને જવારાનું વાવેતર કર્યું

0
43

દેશ, રાજય અને કચ્છ ઉપર મા દુર્ગાની મહેર હંમેશા બની રહે તેવી બાલદૂર્ગા સ્વરૂપ કન્યાઓ પાસેથી આર્શીવાદ મેળવ્યા

નવલા નોરતાની શરૂઆત થઇ ચુકી છે ત્યારે પ્રથમ નોરતે વિધાનસભા અધ્યક્ષાશ્રી ડો.નીમાબેન આચાર્યેએ સમગ્ર દેશ, રાજય અને કચ્છભર મા દુર્ગા અને કચ્છ દેશદેવી મા આશાપુરાના આર્શીવાદ સદાય બની રહે તેવી અભ્યર્થના સાથે ભુજ તેમના નિવાસ સ્થાને બાલદુર્ગાઓનું પૂજન કરીને તેઓના હસ્તે જવારાનું વાવેતર કરાવ્યું હતું.

કન્યાઓને કંકુ-તિલક કરીને પૂજન કર્યા બાદ વિધાનસભા અધ્યક્ષાશ્રીએ ભાવ સાથે આરતી ઉતારી હતી. તેમણે સ્વહસ્તે નવદૂર્ગા સ્વરૂપા બાલિકાઓને ભાવતા ભોજન પીરસ્યા હતા. આ પ્રસંગે તેઓએ આર્શીવચન મેળવતા સમગ્ર દેશ, રાજય અને કચ્છ માટે સુખની કામના કરી હતી. કન્યાપૂજન સાથે તેમણે આમંત્રિત પત્રકારો સાથે પણ સ્નેહગોષ્ઠિ કરી હતી.