૧ ઓક્ટોબરે ભુજપાલિકા દ્વારા વોર્ડ નં.૧ થી ૧૧નો સેવા સેતુ કાર્યક્રમ યોજાશે

0
35

image description

ટાઉનહોલ ખાતે ૧૩ વિભાગોની વિવિધ ૫૬ પ્રકારની સેવાઓ એક જ સ્થળે આપવામાં આવશે

સરકારશ્રીના ૧૩ વિભાગોની વિવિધ ૫૬ પ્રકારની સેવાઓ નાગરિકોને એક જ સ્થળે મળી રહે તે માટે ભુજ નગરપાલિકા દ્વારા શહેરી તબક્કો- ૮નો સેવાસેતુ કાર્યક્રમ ટાઉનહોલ ખાતે યોજવામાં આવશે. જેનો વોર્ડ નં. ૧ થી ૧૧ ના નાગરિકોએ લાભ લઇ શકશે.

લોકોના સમય અને શક્તિનો બચાવ થાય તેમજ જરૂરી સેવા એક સ્થળે જ મળી રહે તે હેતુથી શરૂ કરાયેલા સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તા.૧/૧૦/૨૦૨૨ના રોજ સવારે ૯ થી સાંજ ૫ કલાક સુધી કામગીરી કરવામાં આવશે. જેમાં અરજદારો જરૂરી આધાર પુરાવા સાથે બપોરે ૨ કલાક સુધી રજુઆતો કરી શકશે તેવું ભુજ નગરપાલિકાના ચીફ ઓફીસરશ્રીની યાદીમાં જણાવાયું છે.

ઉલ્લેખનીય છે કે, આધારકાર્ડ, હેલ્થ વેલનેશ કાર્ડ, નવા વીજજોડાણ, ગુમાસ્તાધારા, રાશનકાર્ડ, જાતિ પ્રમાણપત્ર, વિધવા સહાય, જન્મ- મરણના દાખલા, આવકનો દાખલો, પ્રધાનમંત્રી જીવન જયોતિ યોજના, સુકન્યા સમૃદ્ધિ યોજના, અટલ પેન્શન યોજના, કુંવરબાઇનું મામેરૂ સહાય યોજના સહિતની વિવિધ સેવા આપવામાં આવશે.