તા.૦૨ નવેમ્બર,૨૦૨૨ના રોજ સમગ્ર રાજ્યમાં રાજકીય શોક જાહેર : મોરબી કેબલ બ્રિજ દુર્ઘટનામાં નાગરીકોના દિવંગત આત્માઓને શાંતિ મળે તે માટે સમગ્ર કચ્છ જિલ્લામાં પ્રાર્થનાસભાનું આયોજન

0
39
ગુજરાત સરકાર દ્રારા મોરબી કેબલ બ્રિજ દુર્ઘટનામાં ગુજરાતના નાગરિકોના દિવંગત આત્માઓને આદરના ચિહ્ન તરીકે તા.૦૨/૧૧/૨૦૨૨ના રોજ સમગ્ર રાજયમાં રાજકીય શોક જાહેર કરવામાં આવેલ છે. જે અન્વયે તા.૦૨/૧૧/૨૦૨૨ ના રોજ કચ્છ જિલ્લાના તમામ ગામડાઓ, નગરપાલિકાઓમાં મોરબી કેબલ બ્રિજ દુર્ઘટનામાં ગુજરાતના નાગરિકોના દિવંગત આત્માઓને શાંતિ મળે તે માટે પ્રાર્થનાસભાનું આયોજન કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, મોરબી કેબલ બ્રિજ દુર્ઘટનામાં ગુજરાતના નાગરિકોના દિવંગત આત્માઓને આદરના ચિહ્ન તરીકે તા.૦૨/૧૧/૨૦૨૨ના રોજ સમગ્ર રાજ્યમાં રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે. આ દિવસે સમગ્ર ગુજરાતમાં જ્યાં નિયમિતપણે રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવતો હોય તે તમામ ઈમારતો પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ લહેરાવામાં આવશે. તેમજ તા.૦૨/૧૧/૨૦૨૨ના રોજ કોઈ સરકારી જાહેર સમારંભો, સત્કાર સમારોહ કે મનોરંજન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે નહીં.