નવા વર્ષના દિવસે હમીરસર કાંઠે ફરવા ગયેલો સગીર પાણીમાં ડુબી જતા મોત

0
30

નુતન વર્ષની પુર્વ સંધ્યાએ હોમગાર્ડ મહિલાએ બોલાચાલીના મનદુઃખે તળાવમાં કુદકો મારે તે પુર્વે બચાવી લેવાઈ : મસ્કામાં કુવામાં ડુબી જવાથી એકનું મોત

ભુજ : શહેરના હમીસર કાંઠે નૂતન વર્ષના દિવસે ફરવા માટે ગયેલો સગીર તળાવમાં પડી જતા પાણીમાં ગરકાવ થઈ જવાને કારણે તેનુ મોત નિપજયું હતું. તો મંગળવારેે બપોરના સમયે એક મહિલાએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો, તો મસ્કામાં કુવામાં ડુબી જવાથી એકનું મોત નિપજયું હતું.ભુજની જીકે જનરલ હોસ્પિટલ ચોકીએ નવીન કારા દેવીપુજક (ઉં.વ. ૩૭, રહે. ચાંદ ચોક ભુજ)એ જાહેર કરેલી વિગતો મુજબ તેનો ભત્રીજો સોમાભાઈ રમેશભાઈ દેવીપુજક (ઉંવ ૧૭) નુતન વર્ષના દિવસે હમીરસર કાંઠે ફરવા માટે ગયો હતો ત્યારે પાણીમાં પડી જતા ઊંડા પાણીમાં ઘરકાવ થઈ ગયો હતો. દરમિયાન તળાવમાંથી તેની લાશ મળી આવતા આગળની કાર્યવાહી માટે ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા બનાવ અંગે એ ડિવિઝન પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો મુજબ માધાપરમાં રહેતી અને હોમગાર્ડમાં ફરજ બજાવતી મહિલાએ કોઈ અગમ્ય કારણોસર અમીસર કાંઠે તળાવમાં કૂદકો મારીને આપઘાત નો પ્રયાસ કર્યો હતો જોકે ત્યાં હાજર લોકોએ તેને બચાવી લઈ અને અભ્યમ હેલ્પલાઇન તેમજ પોલીસને જાણ કરતા બંને ટીમો ઘટના સ્થળે દોડી આવી અને મહિલાને આપઘાત કરતી બચાવી લેવામાં આવી હતી. આંતરિક સૂત્રોએ જણાવ્યું હતું કે માધાપરમાં રહેતી અન્ય એક સ્ત્રી સાથે થયેલી બોલાચાલીનું મનમાં લાગી આવતા તે આપઘાત કરવા માટે હમીર સર તળાવ તરફ આવી હતી. બીજી તરફ માંડવી તાલુકાના મસ્કા ગામે ટીબી હોસ્પિટલ પાછળ રહેતા ઓસમાણ નામના શખસે હોસ્પિટલ પાછળ આવેલા કુવામાં ઝંપલાવ્યું હતું. પાણીમાં ડૂબી જવાથી તેને સારવાર મળે તે પૂર્વે જ દમ તોડી દીધો હતો માંડવી પોલીસે આગળની તજવીજ હાથ ધરી છે.