પૂર્વ કચ્છમાં બુટલેગરો પર ન્ઝ્રમ્ની તવાઈ : ૧૮ ને પુરાયા પીંજરે

0
50

છેલ્લા છ માસ દરમ્યાન દારૂના ૧૪૪ સફળ કેસ શોધાયા : દારૂની બદી સદતર ડામવા ફરાર આરોપીઓને પકડવા સાથે લીસ્ટેડ બુટલેગરો વરસેલી ગાજ હજુય રહેશે જારી

(પ્રતિનિધિ દ્વારા)ગાંધીધામ : વિધાનસભા ચૂંટણી જાહેર થતાની સાથે જ આદર્શ આચારસંહિતા અમલમાં આવી ગઈ છે, ત્યારે છેલ્લા છ માસમાં પૂર્વ કચ્છ પોલીસ જિલ્લામાં નામચીન બુટલેગરો પર કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં પાંચ બુટલેગરોને પાસા તળે ધકેલી કુખ્યાત ઈસમોની ધરપકડ કરી જિલ્લામાં વકરેલી દારૂની બદી ડામવા માટેના પ્રયાસો એસપી મહેન્દ્ર બગડીયાના માર્ગદર્શનમાં એલસીબી દ્વારા કરવામાં આવ્યા છે.લોકલ ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ એમ. એમ. જાડેજાએ જણાવ્યું કે, જિલ્લામાં દારૂની બદી ડામવા અને કેસો શોધવા અને ફરાર આરોપીને પકડવા માટે એસપી દ્વારા સુચના આપવામાં આવી હતી, જે અન્વયે છ માસ દરમ્યાન એલસીબી દ્વારા દારૂના ૧૪૪ કેસ શોધવામાં આવ્યા છે. જે પૈકી ૧૮ ગણનાપાત્ર કેસ છે. જેમાં ૧.૩પ કરોડનો વિદેશી દારૂ ઝડપી લેવાયો હતો. આ સિવાય ૧૮ ગણનાપાત્ર કેસોમાં જિલ્લાના લિસ્ટેડ બુટલેગરો પર કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં મહેન્દ્રસિંહ ઉર્ફે મહેંદુભા અચુભા સોઢા, પ્રકાશ ઉર્ફે પકાડો કાનજી મહેશ્વરી, મહેન્દ્રસિંહ ઉર્ફે મનુભા વીઠુભા વાઘેલા, સુજીત શંકર તિવારી, ઈનુશ ઉર્ફે યુનુસ ફકીરમામદ મીર, નીલેશ ઉર્ફે ટીંકુ ભગવાનજીભાઈ સોલંકી, મિતેન્દ્રસિંહ ઉર્ફે મીતરાજસિંહ કિરીટસિંહ જાડેજા, પરબત દેવા ભરવાડ, ગોવિંદ કરશન કોલી, અશોકસિંહ ઉર્ફે મામા બાલુભા જાડેજા, ભગીરથસિંહ ઉર્ફે ભગી દુર્ગાસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ ઉર્ફે કાળુભા ભરતસિંહ જાડેજા, કાનાભાઈ દેવા ભરવાડ, શક્તિસિંહ ભરતસિંહ સરવૈયા, અનિલસિંહ લધુભા જાડેજા, મહિપતસિંહ કિરીટસિંહ વાઘેલા, સંદીપસિંહ જયેન્દ્રસિંહ જાડેજા, વાલા ભીખા રબારી સહિતના લીસ્ટેડ બુટલેગરોની અટકાયત કરવામાં આવી છે. એલસીબી દ્વારા દારૂના કેસમાં ફરાર આરોપીઓ અને બુટલેગરોને પકડવાની કામગીરી ચાલુમાં છે અને ભવિષ્યમાં પણ ચાલુ રહેશે તેવું જણાવાયું છે.

છેલ્લા છ માસમાં આ પાંચ બુટલેગરોને તો પાસામાં ધકેલી દેવાયા
ગાંધીધામ : પ્રોહીબીશનની બદી નાબુદ થાય તે માટે દારૂના ગુનામાં સંડોવાયેલા પાંચ બુટલેગરો શીવરાજસિંહ મદનસિંહ શેખાવત, મીતરાજસિંહ ઉર્ફે મીતેન્દ્રસિંહ કિરીટસિંહ જાડેજા, નીલેશ ઉર્ફે ટીન્કુ ભગવાનભાઈ માલી, ઈનુશ ઉર્ફે યુનુસ ફકીરમામદ મીર, રાહુલ વિનોદભાઈ ચૌહાણને પાસા તળે જિલ્લા બહારની જેલમાં મુકવામાં આવ્યા છે.