NRC માટે સંઘની થ્રી‘ડી’ ફોર્મ્યુલા

આર.એસ.એસ.ના રામ માધવે ડિટેકટ, ડીલીટ, ડિપોર્ટ કરવાના આપ્યા સૂચનો જ્યારે સોનોવાલે કહ્યું- આ આખા દેશમાં થાય લાગુ

 

નવી દિલ્હીઃ બીજેપી મહાસચિવ રામ માધવે આસામના નેશનલ રજિસ્ટર ઑફ સિટીઝન (એનઆરસી) માટે ૩ડી (૩ડ્ઢ) ફોર્મ્યુલા આપ્યો. કહ્યું- ડિટેક્ટ કરો એટલે કે તપાસ કરો, ડીલીટ એટલે કે મતદારોની યાદીમાંથી નામ હટાવો અને ડિપોર્ટ એટલે કે તેમને તેમના દેશમાં પાછા મોકલી દો.રામ માધવે અહીંયા ‘એનઆરસીઃ ડિફેંડિંગ
ધ બોર્ડર્સ, સિક્યોરિંગ ધ કલ્ચર’ વિષય પર સોમવારે થયેલા સંમેલનમાં બોલી રહ્યા હતા. તેમણે કહ્યું કે યોગ્ય લોકોને નાગરિકતા સાબિત કરવાનો મોકો આપવામાં આવશે. તેમણે કહ્યું, “એનઆરસીથી તમામ ગેરકાયદે પ્રવાસીઓની ઓળખ નક્કી કરી શકાશે. તે પછીનું પગલું ‘હટાવો’નું હશે, એટલે કે ગેરકાયદે પ્રવાસીઓના નામ મતદાર યાદીમાંથી હટાવી દેવામાં આવશે. તેમને તમામ સરકારી લાભોમાંથી વંચિત કરવામાં આવશે. તે પછીના તબક્કામાં ગેરકાયદે પ્રવાસીઓને દેશની બહાર કાઢી મૂકવામાં આવશે.”
રામ માધવે કહ્યું કે બાંગ્લાદેશ પણ ત્યાંથી રોહિંગ્યાઓને કાઢવા માટે મ્યાનમાર સાથે વાત કરી રહ્યા છે. દુનિયામાં કોઇપણ દેશ ગેરકાયદે પ્રવાસીઓને સહન નથી કરતો, પરંતુ ભારત રાજકીય કારણોસર ગેરકાયદે પ્રવાસીઓ માટે ‘ધર્મશાળા’ બની ગયો છે.
કાર્યક્રમમાં હાજર રહેલા આસામના મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલે કહ્યું, “એનઆરસી તમામ રાજ્યોમાં લાગુ કરવું જોઇએ. આ એવો દસ્તાવેજ છે, જે તમામ ભારતીયોનું સંરક્ષણ કરી શકે છે. આસામમાં એનઆરસીમાં સામેલ ન હોય તેવા લોકો અન્ય રાજ્યોમાં જઈ શકે છે.”
૩૦ જુલાઈના રોજ એનઆરસીનો અંતિમ મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો હતો. તે પ્રમાણે, ૩.૩૯ કરોડમાંથી ૨.૮૯ કરોડ લોકો નાગરિકત્વ માટે યોગ્ય લાગ્યા હતા. ૪૦ લાખ લોકોના નામ આ લિસ્ટમાં નથી. ૩૧ ડિસેમ્બરના રોજ પહેલો ડ્રાફ્ટ જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારે ૧.૯૦ કરોડ લોકોના નામ સામેલ કરવામાં આવ્યા હતા. એક અનુમાન પ્રમાણે, આસામમાં આશરે ૫૦ લાખ બાંગ્લાદેશી