કુખ્યાત બુટલેગર વિનોદ સીંધી દબોચાયો, પરંતુ પછી શું? ગુજરાતના તેના ખાખીધારી સાગરીતો સામે કરો લાલઆંખ

0
65

  • આવા ભ્રષ્ટાચારીઓને તો પ્રમોશન ન આપીને સુપરસીડ જ કરવા જોઈએ..!

દુબઈથી ગુજરાત પોલીસે રાજયના સૌથી મોટા કહી શકાય તે પકીના એક એવા સીંધીને દબોચી લાવ્યા બાદ શું થયુ? તેની કોઈ જ વિગતો બહાર ન આવતા ફેલાયા તર્કવિતર્કો : સીંધીના નાર્કો ટેસ્ટ કરાવો, તેની સાથે ગુજરાતના ટોપના લઈને નાનામાં નાના જે કોઈ પણ ખાખીના વહીવટદારોના નામો બહાર આવે તે તમામની સર્વિસ બુક(સીટ)માં જ કરો નોધ : બુટલેગરના મદદગારોને સિવિલ ડીફેન્સ જેવી જ જગ્યાએ કરો નિમણુંક : ફિલ્ડમાં આવા અધિકારીઓ-કર્મચારીઓને ભવિષ્યમાં કયારે પણ નોકરી આપવી જ નહી, તેવી સ્પષ્ટ નોધ આ તત્વોની સીટ-બુકમાં જ કરી દેવા જોઈએ કડક રીમાર્કસ : જાણકારોનો ઈશારો

ગાંધીધામ : ગુજરાતભરમાં ટોંચના બુટલેગરોમાં જેનુ નામ ટોપલીસ્ટમાં હતુ તેવા વોન્ટેડ કુખ્યાત શખ્સ વિનોદ સીંધીને રાજયની પોલીસે દુબઈમાંથી દબોચી લીધો હોવાના અહેવાલો સામે આવ્યા હતા. ગુજરાતના ૧૩૮ ગુન્હાઓ જેની સામે નોધાયેલા છે અને ૩૦માં જે શખ્સ વેાન્ટેડ હતો તેને દુબઈમાથી ઝડપી લેવાની કાર્યવાહી સરાહનીય જ કહેવાય તેમ છ. પરંતુ વિનેાદ સીંધીને ઝડપી લીધા બાદ શું થયુ? તેની કોઈ જ માહીતી બાદમાં હવે બહાર ન આવતા એકતરફ કૌતુક ફેલાયું છે તો બીજીતરફ જાણકારો દ્વારા આવા વિનોદ સીંધીના સાગરીતો તથા ખાખધારી મદદગારોની સામે પણ ધાક બેસાડતી લાલઆંખ ભરી કાર્યવાહી કરવામાં આવે તેવી લાલબત્તી પણ રજુ કરવામાં આવી રહી છે.આ બાબતે જાણકારોની વાત માનીએ તો વિનેાદ સીંધી ગુજરાતભરમાં હરીયાણા અને રાજસ્થાન લાઈનથી કરોડોના દારૂનો વ્યાપક નેટવર્ક ધરાવતો હતો. ગુજરાતમાં કયાં વિસ્તારમાં દારૂ કયા ખાખીધારી અધિકારીની મદદથી કેટલાના સેકસન માફરતે ઠાલવવો તે સહિતની માહીતીઓની એક ડાયરી તથા વિનેાદના સાગરીત નાગદાન ગઢવીના પણ સ્પેકટોગ્રાફી ટેસ્ટમાં નામ-ઠામના ખુલાસાઓ થઈ ગયા હોવાનુ મનાય છે. એક તો નાગદાને તપાસનીશોને વિનોદના સાગરીતો, ખાખીધારી મદદગાર અધિકારી-કર્મચારી-વહીવટદાર સહિતનાઓની માહીતીઓ આપી દીધી હતી અને હવે તો વિનોદ સીંધી ખુદ પકડાઈ ગયો છે તો પછી આવા ખાખીના તેના મદદગારોની સામે હજુ સુધી કયાંક કેમ કડકાઈભરી લાલઆંખ થતી જોવાતી નથી?આવા સવાલોની સાથે જ જાણકાર વર્ગ કહી રહ્યો છે કે, વિનેાદ સીંધીની કડીમાં, મદદગારીમાં જે કોઈના નામો ખુલ્લે તેવા અધિકારીઓ-કર્મચારીઓને ભવિષ્યમાં કોઈ જ ફિલ્ડનું કામ ન આપવુ જોઈએ. પ્રમોશન ઉપરાંતના નિવૃતિના લાભો તો આવા અધિકારીઓના અટકાવી જ દેવા જોઈએ પરંતુ બીજીતરફ જે કેાઈની પણ ભૂમિકાઓ ખુલે તેવાઓને સિવીલ ડીફેન્સ જેવા વિભાગોમાં મુકી દેવા જોઈએ. કારણ કે, બુટલેગરોની સાથે સાંઠગાંઠ કરીને આવા અધિકારીઓએ કમાવવાનુ કે લુંટ ચલાવાવની હોય તે તો ચલાવી અને ધુમ કાળી કમાણી કરી જ લીધી હોય એટલે તેવાઓને સિવિલ ડીફેન્સમાં મુકી અને તેમને પ્રજાની સેવાના કામે લગાડી દેવા જોઈએ. જો ખાખીધારીને આ પ્રકારની કડકાઈથી સજા થાય તો બીજા અધિકારીઓ ભવિષ્યમાં આવા બુટલેગરોને માથે ચડાવતા અને મદદગારી કરતા આપોઆપ જ અટકી જશે અથવા તો ૧૦૦ વખત વિચાર કરશે.! રાજયના ગૃહમંત્રીશ્રી હાલના સમયે ભારે કડક અને પ્રજાભિમુખ નિર્ણયો લઈ રહ્યા છે. તેઓએ સબંધિત અધિકારીઓને સુચના આપી અને વિનેાદ સીંધી જેવાઓની મદદગારી કરનારા જે કોઈના નામ ખુલે, દોષિત ઠરે, કરોડો-લાખોના વહીવટો લીધા હોવાનુ સામે આવે, તેવાઓની સર્વિસબુક(સીટો)માં જ રીમાર્કસ કરી દેવાની સુચના-નિર્દેશ આપી દેવા જોઈએ. સર્વિસ બુકમાં લખી જ નાખવુ જોઈએ કે, રાજયના સૌથી મોટા બુટલેગરની મદદગારીમાં આ અધિકારીની સંડોવણી સાબિત થઈ હોવાથી તેમને ભવિષ્યમાં કોઈ જ સારા પોસ્ટીગ આપવા નહી, તેમના નિવૃતી લાભો અટકાવી દેવા અને ફિલ્ડનું કામ ભવિષ્યમાં કયાંય સોપવુ જ નહી. જો આવી કડક નોધ સીટમાં લખી દેવાશે તો કઈક અન્ય ભ્રષ્ટ ખાખીધારીઓમા પણ ફફડાટ ઉભો થવા પામી જશે.

સીંધીના દારૂ નેટવર્કમાં ડીજીપીનું પણ સતત નામ વટાવાતુ હતું? કરો તપાસ.!

જે રીતે ડીજીશ્રીએ પણ સીંધી પ્રત્યે કુણુ વલણ દાખવ્યુ, તે જોતા કંઈક તો રંધાયુ હોવાની આવે છે ગંધ

ગાંધીધામ : વિનોદ સીંધીના દારૂનો નેટવર્ક જે વ્યાપક રીતે ધમધમતું હતુ તેમાં અવાર નવાર ડીજીપી ઓફીસની ભલામણો છે તેમ પણ કહેવાતુ રહેતુ હતુ. તો અહી સવાલ એ થાય છે કે, ડીજી ઓફીસમાથી દોરીસચાર કોનો થતો હતો? ડીજીએ પણ તપાસ કરવી જોઈએ ઉપરત ડીજીપીએ આ સીધી પ્રત્યે કુણી લાગણી રાખી હોય તેવો વર્તારો પણ પણ જોવા મળતો હતો. તેના પર પણ કડક પગલા લેવા જોઈએ. નોધનીય છે કે, ડીજીપીએ પણ આ સીંધી પર કોઈ કડક પગલા લેવા સુચનાઓ આપેલ હોય અથવા તો આદેશો કર્યા હોય તેવુ પણ જોવા ઓછુ મળ્યુ છે. તો પછી કંઈક તો રંધાયુ છે જેની પણ તપાસ અચુક થવી જ ઘટે.