ભુજની રોટરી કોલોની નજીક સરકારી જમીન પર દબાણ હટાવવા નોટિસ

પાંચથી છ જણના દબાણ સામે બેને જ નોટીશથી ઉભો થયો કચવાટ

ભુજ : શહેરના વિવિધ જગ્યાઓએ સરકારી જમીનો પર દબાણકારો દ્વારા દબાણ કરવામાં આવતું હોય છે. જો દબાણ ધ્યાનમાં આવે તો સમાજિક કાર્યકરો તે બાબતે રજૂઆતો કરતા તંત્ર દ્વારા કાર્યવાહી કરી તે દબાણ હટાવવા દબાણકારોને નોટિસ પાઠવવામાં આવતી હોય છે, પરંતુ જો થયેલું દબાણ કોઈના ધ્યાને ન આવતા દબાણકારોને મોકડું મેદાન મળી જતો હોય છે. તેવામાં ભુજની રોટરી કોલોની નજીક સરકારી જમીન પર દબાણ કરનાર દબાણકારોને તેને દૂર કરવા ભુજ મામલતદાર દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે. અહી પાંચથી છ જણના દબાણની સામે બે જણને નોટીશ મળતા કચવાટ ઉભો થયો છે.ભુજ મામલતદારે શંકરભાઈ રબારી તેમજ અશોકભાઈ ગોસ્વામીને પાઠવેલી નોટિસમાં જણાવ્યું કે, ઈન્જિનિયરિંગ કોલેજની બાજુમાં આવેલી સરકારી જમીન પર સિમેન્ટ પત્તરાવાળું મકાન અને ગાયો-બકરીઓ રાખવાનો વાળો બનાવી તથા પાકુ બાંધકામ કરી ઓરડી બનાવી દઈ અનઅધિકૃત બાંધકામ કરી દબાણ કરવામાં આવ્યું છે. આ અગાઉ પણ ૩૦/૬ના તે દબાણ હટાવવા નોટિસ ઈસ્યૂ કરાઈ હતી, પરંતુ દબાણ દૂર કરાયુ ન હતું ત્યારે મામલતદારે તે દબાણ સ્વેચ્છાએ દૂર કરવા આખરી નોટિસ પાઠવી છે.અત્રે ઉલ્લેખનીય છે કે, હિલ ગાર્ડન નજીક મોટા પાયે દબાણ થયો છે તેની સાથે બે દબાણ કરીની નજીક પાંચ થી છ દબાણો કરી મોટા પાયે દબાણ કરી બેઠા છે તેઓની સામે કોઈ પગલા ન લેવાતા નારાજગી ઉભી થઈ છે. સહયોગ ચોકી પાસે આવા પાકા બાંધકામ મોટા પાયે હોવા છતાં અમુકને બાદબાકીથી રાજકારણ ગેલાયો હોવાની ચર્ચા ઉઠી રહી છે.