નિરોણા હાઈસ્કુલ અને કુમારશાળામાં અસામાજીક તત્વોએ તોડફોડ કરી

0
205

નખત્રાણા : તાલુકાના નિરોણા ગામે આવેલી હાઈસ્કૂલ અને કુમારશાળામાં અસામાજીક તત્વોએ તોડફોડ કરી નુકસાન પહોંચાડતા સરપંચે નિરોણા પીઆઈને પત્ર પાઠવી રાત્રી પેટ્રોલીંગ તથા જીઆરડીનો સ્ટાફ ફાળવવા માંગ કરી છે.
સરપંચ નરોત્તમભાઈ આહિરે રજુઆત કરતા જણાવ્યું કે તા. ર૮-૯ના રાત્રીના ભાગે નિરોણા હાઈસ્કુલમાં અસામાજીક તત્વોએ પાણીની લાઈનો, નળ, વોશબેસ, બાથરૂમના દરવાજા, ગેડી, વૃક્ષો, રોપાના કુડા, રોપાઓ તથા કુમાર શાળામાં રોપાઓ, પ૦થી વધુ કુડાઓ બગીચાના રોપાઓ, નળના સ્ટેન્ડ, તમામ નળ, રોપાઓની ઝાડી વગેરેનું મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડ્યું છે. અગાઉ પણ આવી જ રીતે નુકસાન થયું હતું. હાલ નિરોણા ગામના સીસીટીવી કેમેરા ત્રણ વર્ષથી બંધ છેે તે ચાલુ કરાવવા માટે માંગ કરી છે તેમજ અસામાજીક તત્વોએ જે નુકસાન પહોચાડ્યું છે તે અંગે કાર્યવાહી કરવામાં આવે તથા નવરાત્રી દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પેટ્રોલીંગ તથા જીઆરડીનો સ્ટાફ ફાળવવા માંગ કરાઈ છે.