જિલ્લામાં કેરોસીનના જથ્થાબંધ અને છૂટક નવા ભાવો મુકરર કરાયા

0
43

દસે દસ તાલુકાના મુખ્ય મથકોના મુકરર ભાવોનું જાહેરનામું બહાર પડાયું

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તા.૧લી સપ્ટેમ્બર-૨૦૨૨થી નવેસર કચ્છમાં ઘરગથ્થું વપરાશના કેરોસીનના એક કિલો લિટરના કંપનીના વધેલ ભાવ નજરે જથ્થાબંધ વેંચાણ ભાવ તથા એક લિટરના છૂટક વેચાણ ભાવ તાલુકાના મુખ્ય મથકોને ધ્યાનમાં રાખી મુકરર કર્યા છે.
આ અંગે જિલ્લા કલેકટરશ્રી પ્રવિણા ડી.કે. દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામા અનુસાર ઘરગથ્થું વપરાશ માટેના કેરોસીનના જથ્થાબંધ અને છૂટક ભાવ આ પ્રમાણે છે. ગાંધીધામ તાલુકા માટે એક લીટરે રૂ.૮૧.૦૦, અંજાર તાલુકો રૂ.૮૧.૦૮, ભચાઉ તાલુકો રૂ.૮૧.૧૫, ભુજ તાલુકો રૂ.૮૧.૩૨, મુન્દ્રા તાલુકો રૂ.૮૧.૩૨, રાપર તાલુકો રૂ.૮૧.૪૨, નખત્રાણા તાલુકો રૂ.૮૧.૫૪, માંડવી તાલુકો રૂ.૮૧.૫૪, અબડાસા મુ.નલીયા તાલુકો રૂ.૮૧.૭૦, લખપત મુ.દયાપર તાલુકો રૂ.૮૧.૮૨ ઠરાવાયા છે. આ ભાવો જિલ્લાના તાલુકાના મુખ્ય મથકના હોઇ, કેરોસીનના ઓઇલ કંપનીના જથ્થાબંધ વિક્રેતાઓ કેરોસીનના છૂટક વિક્રેતાના સ્થળ સુધી કેરોસીનની ડિલીવરી આપવા જાય ત્યારે ૧૦ કિલો મીટરના દરેક સ્ટેજે વધુમાં વધુ ૫૦ કિલો મીટર સુધી એક લિટરે પાંચ પૈસા (વધુમાં વધુ પચ્ચીસ પૈસા સુધી) જથ્થાબંધ ભાવ ઉપરાંત વધુ સ્ટેજ ચાર્જ લઇ શકશે અને લીધેલ સ્ટે જ ચાર્જ ઉપર ૫ ટકા જી.એસ.ટી. લગાડીને જથ્થા૧બંધ વિક્રેતાએ બિલ અંકારવાનું રહેશે. કેરોસીનના છૂટક વિક્રેતા સ્ટેજ ખર્ચની રકમ બિલ મુજબ ગણતરી કરતા નજીકના પાંચ પૈસાના ગુણાંકમાં છૂટક વિક્રેતા કેરોસીનના વેચાણ બિલ બનાવી કેરોસીનનું વેચાણ કરી શકશે, એમ જાહેરનામામાં વધુમાં જણાવાયું છે.