ભુજથી નખત્રાણા-હાજીપીર-નરાના નવા રૂટની બસનું પ્રસ્થાન

0
32

ભુજ : આજથી ભુજ એસટી ડેપો ખાતે ભુજથી નખત્રાણા – હાજીપીર – નરાના નવા રૂટની બસને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. મુસાફરોની સગવડતા માટે ભુજ ડેપો દ્વારા નવા રૂટની શરૂઆત કરવામાં આવી છે. આ બસ ભુજથી પ.૧પ કલાકે ઉપડશે અને ૬.૩૦ કલાકે નરાથી પરત રવાના થશે. આ બસને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવાઈ હતી. આ વેળાએ એસટી સલાહકાર સમિતિના સભ્યો ઉમેશભાઈ આચાર્ય, એટીઆઈ વસંતભાઈ અબોટી, વનરાજસિંહ જાડેજા તેમજ ડ્રાઈવર સહેજાદ કુરેશી અને કંડકટર સોમેશ્વરભાઈ હાજર રહ્યા હતા.