વોંધ પાસે ખુલ્લામાં રેઢી પડેલી ખાંડની ગાડી આયોજનબદ્ધ ચોરીની હોવાનો ઘડાકો : કંડલામાં આવેલી ખાંડના જથ્થામાંથી આખેઆખી ટ્રક ચોરી લેવાઈ, હનીફ ખાડીવાલાએ કરી ચોરી, જયેશભાઈની વાડીમાં ચોરાઉ ખાંડનો
જથ્થો ઠાલવવાનો હતો, વાડીનું સ્થળ ન મળતા આનન..ફાનન.માં ખુલ્લામાં ટ્રક છોડીને ડ્રાયવર નાશી છુટયો

આખાય પ્રકરણ પણ પડદો પાડવા માટે આજે ૧૬ લાખમાં પતાવટની ગોઠવણ : ૧૦ લાખ ખાંડનો જથ્થો જે કંપનીનો હતો તેના રાજુ સુપરવાઇજરને જયારે ૬ લાખ કંડલાના ભ્રષ્ટ ખાખીધારી નરેન્દ્રને આપવાની થઈ ગઈ ગોઠવણ

હકીકતમાં કંડલા હોય કે ભચાઉ પોલીસે ખુદ સરકાર તરફે ફરીયાદી થવુ જોઈએ, ફરીયાદ લેવી જોઈએ, હજુ સુધી આ બાબતે ફરીયાદ ન થતા ફેલાયા તર્કવિતર્કો : હનીફ ખાડીવાલાની પોલીસ માત્ર ધરપકડ કરે તો પણ ખાંડ કાંડમાં થાય કઈક કડાકા ભડાકા : વોંધ પાસેની આજુબાજુની હોટલોના પોલીસે કેમ ન ચકાસ્યા સીસીટીવી કેમેરા ?

ગાંધીધામ : તાજેતરમાં જ ભચાઉ તાલુકાના વોંઘ પાસે ખાંડ ભરેલી બિનવારસુ ટ્રક મળી છોડીને કોઈ શખ્સો જતા રહેતા જરૂરીયાતમંદો અને કઈક લોકોએ આ ખાંડ લેવા માટે પડાપડી કરી હતી. આ ઘટના બની ત્યારે ખાંડનો જથ્થો અહી આવ્યો જ કેવી રીતે તે સહિતના સવાલો ઘટના વખતે સામે આવ્યા હતા પરંતુ તપાસના નામે તે વખતે જ બધુ સમી જવા પામી ગયુ હતુ. દરમ્યાન જ હવે આજ રોજ આ કેસમાં વધુ કેટલાક નવા અને ચોકાવનારા ખુલાસાઓ સામે આવવા પામી રહ્યા છે.ભચાઉના વોંધ પાસે ખાંડનો આટલો તગડો જથ્થો આવ્યો કયાંથી? કોણ મુકી ગયુ? કહેવાય છે કે, આ જથ્થો ચોરાઉ હતો. કંડલામાં ખાંડના લાગેલા જહાજમાં કામ કરી રહેલી એજન્સીના મળતીયાઓ સહિતનાઓ દ્વારા આ ખાંડની એક ટ્રક આગળ પાછળ કરાઈ હેાવાનુ પ્રાથમીક રીતે ચર્ચાય છે. ચોરીને હનીફ ખાડીવાલાએ અંજામ આપ્યો હતો. અને તે જયેશભાઈની વાડીમાં ખાડનો જથ્થો હેરફેર માટે લઈ જતો હતો. જયેશભાઈની વાડી ચોરીની ખાંડ લઈ જનારા તત્વોને ન મળતા આનન ફાનનમાં જ તેઓએ ખુલ્લામાં આ જથ્થો ફેકીને નાશી છુટયા હોવાનુ કહેવાય છે. એટલે હકીકતમાં તો કંડલામાં જે જહાજ ચાલી રહ્યુ છે તે શીપીંગ એજન્ટનો રાજુ સુપરવાઇજર નામનો કોઈ સ્ટાફ, ચોરી કરનાર હનીફ ખાડીવાલા અને જયેશભાઈ સહિતનાઓની સિન્ડીકેટ દ્વારા જ આ ખાંડના જથ્થાને સેરવી લેવાની ગેાઠણવ થવા પામી હતી. હવે આ આખુય ભોપાળુ બહાર ન આવી જાય, સૌ કોઈના ભોપાળાઓ ખુલી ન જાય તે માટે લાખોના તોડનુ પણ સેટીગ કર લેવામા આવ્યુ છે. ૧૬ લાખ જેટલી રકમની તોડ આજે આ કેસને રફેદફે કરવા અને પતાવટ કરી લેવાને માટે થવા પામી રહી હોવાનુ મનાય છે. કહેવયા છે કે, જે શીપીંગ કંપનીનો સ્ટાફ છે તેને ૧૦ લાખ અને કંડલાના ભ્રષ્ટ પલળેલા ખાખીધારી નરેન્દ્રને ૬ લાખ રૂપીયા આપી દેવાની તમામ ગોઠવણીઓ કરી લેવામા આવી છે.કંડલાથી માલ સેરવાયો અને ભચાઉ પાસે ફેંકાયો છતા બન્ને પોલીસ મથકો ફરીયાદી બનવામાં કેમ ઉણા ઉતર્યા? એવી તો શુ ગોઠવણીઓ થઈ ગઈ કે, સરકાર તરફે પણ ફરીયાદી ન બન્યા? હકીકતમાં આ કેસમાં પોલીસે ખુદ ફરીયાદી બનવુ જોઈએ, સરકાર તરફે ફરીયાદ બનીને હનીફ ખાડીવાલાની જો પોલીસ ધરપકડ કરે તો આખાય ખાંડ ચોરી કાંડનો મોટા ખુલાસાઓ થાય અને કઈકના પગ નીચે તેમા રેલો આવી શકે તેમ જાણકારો માની રહ્યા છે. માત્ર જયા જથ્થો ફેકાયો તે હોટેલના સીસીટીવી ફુટેજ ચકાસાય તો પણ આખાય ખાંડ કાંડના ભોપાળાઓ સામે આવી જાય તેમ છે. પરંતુ આવી કોઈ જ તસ્દી કેમ પોલીસ દ્વારા લેવામાં જ ન આવી? આવા અનેક સવાલો હજુય પણ ચર્ચાના એરણે ચડી રહ્યા છે.