નહેરૂ યુવા કેન્દ્ર ભુજ દ્વારા ગાંધી જયંતીની ઉજવણી સાથે સ્વચ્છ ભારત અને સેવા કાર્યક્રમની શરૂઆત

0
26

નહેરૂ યુવા કેન્દ્ર ભુજ દ્વારા ગાંધી જયંતી અંતર્ગત હિંગરીયા ગામ પ્રાથમિક શાળામાં સ્વચ્છ ભારત વિષય પર ચિત્ર સ્પર્ધા યોજવામાં આવી હતી.  જેમાં ૫૦ બાળકોએ ભાગ લીધો હતો. તેમજ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું તથા ગ્રામજનોને સ્વચ્છતા તથા પ્લાસ્ટિક બેગનો ઉપયોગ ન કરવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. આ સાથે સેમીનાર તથા કપડાની બેગનું વિતરણ, સફાઇ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે શાળાના આચાર્ય દ્વારા લોકોને ઘર,ગલી તથા ગામને સ્વચ્છ રાખવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.  સ્વચ્છ ભારત કાર્યક્રમ ૨.૦ હેઠળ તા.૧ થી ૩૧ ઓકટોબર સુધી રાષ્ટ્રભરમાં નેહરૂ યુવા કેન્દ્ર દ્વારા સફાઇ અભિયાન, પ્લાસ્ટીક બેગ, બોટલ વગેરે કચરાને એકત્ર કરવો વગેરે કાર્યક્રમ યોજવામાં આવશે. આ કાર્યક્રમો કચ્છના જુદા જુદા ગામમાં કરવામાં આવશે.

આ ઉપરાંત સ્વૈચ્છિક પ્રવૃત્તિઓના માધ્યમથી સેવા અને સશક્તિકરણ(SEVA) અને સ્વયંસેવક નોંધણી કાર્યક્રમનું આયોજન નહેરૂ યુવા કેન્દ્ર દ્વારા આખુ વર્ષ કરવામાં આવશે.  જેમાં ૧૫ થી ૨૯ વર્ષના યુવા જોડાઇને વિવિધ વિષયો પર યોજાતા કાર્યક્રમમાં જાગૃતતા ફેલાવશે. ઉપરાંત સેવા અને સશક્તિકરણ કાર્યક્રમ હેઠળ વિભિન્ન સામાજીક સેવાના જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવશે.