ભુજની જૂની રાવલવાડીમાં સરકારી વસાહત રહેતા પરિવારો દ્વારા નવરાત્રીનું કરાયું આયોજન

0
46

સરકારી વસાહત જૂની રાવલવાડી, ભુજ ખાતે આધ્યશક્તિમાં અંબેની નવરાત્રીનું ત્યાં રહેતા પરિવારો દ્વારા આયોજન કરાવામાં આવેલ હતું. આ નવરાત્રી મહોત્સવમાં આ કોલોની માં રહેતા દરેક પરિવારો અને તેમના સગા-સબંધી અને મિત્રો મન મૂકી ને માં બા ગરબા રમ્યા હતા. આ સમગ્ર આયોજન એક્જ્યુકેટીવ મેજિસ્ટ્રેટ ની પરવાનગી લઈને કરવામાં આવેલ હતું.

જેમાં તા-02/10/2022 ના રોજ માં ના સાતમા નોરતા માં માન. ડિસ્ટ્રીક & સેસન્સ જજ સાહેબશ્રી મુલીયા સાહેબ, માન. મદદનીશ કલેક્ટર શ્રી અતિરાગ ચપલોત સાહેબ, માન. કાર્યપાલક ઇજનેર શ્રી વાઘેલા સાહેબ અને માન. નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી ચિરાગભાઈ ડૂડિયા સાહેબ એ માની આરતી ઉતારી અને ધન્યતા મેળવી હતી અને તે દિવસે રાષ્ટ્રીય પિતા મહાત્મા ગાંધી ની અને લાલ બહાદુર શાસ્ત્રી ની જન્મ જયંતી હોવાથી સર્વે અધિકારીશ્રી ઑ અને કોલોનીના પરિવાર જજો એ સૌપ્રથમ તેમણે વંદે માતરમ ગીત ગાઈ અને તેમણે યાદ કરિયા હતા અને ત્યારબાદ પધારેલ સર્વે અધિકારી શ્રીઑ નું વસાહત ના પરિવાર દ્વારા સાલ ઓઢાંળી ને સન્માન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ આ અધિકારી શ્રીઑ એ માના ગરબા મન મૂકી ને રમ્યા હતા અને આનદ માણ્યો હતો.

ત્યાર બાદ બીજા દિવસે માન. એસપી શ્રી સૌરભ સિંઘ સાહેબ અને તેમનો પરિવાર પણ આ ગરબીની મુલાકાત લીધી હતી અને માની આરતી ઉતારી હતી અને તેમનું પણ સરકારી વસાહત ના પરિવાર વતી સ્વાગત કરવામાં આવેલ હતું જયારે એસપી સાહેબ અને તેમના પરિવાર એ માના ગરબા ઘૂમયા હતા અને ખૂબ આનદ મેળવ્યો હતો અને ત્યારબાદ માન. વિધાનસભા ના અધ્યક્ષા શ્રીમતી. નિમાબેન આચાર્ય, ભુજ નગારા પાલિકા ના પ્રમુખ શ્રી ઘનશ્યામ ભાઈ ઠક્કર અને ભુજ નગર પાલિકા ના ઉપ્રમુખ શ્રીમતી રેશ્માબેન ઝવેરી અને કાઉસિલરશ્રી ઑ હાજર રહ્યા હતા અને તેમના પણ કોલોની ના લોકો એ સન્માન કર્યા હતા અને નોમ ના દિવસે માન. જિલ્લા આયોજન અધિકારી શ્રી ચાવડા સાહેબ પધારેલ અને માની આરતી નો લાહવો લીધેલ અને મન મૂકીને ગરબા રમ્યા હતા. ઉપરીક્ત સર્વે અધિકારી શ્રી ઓની સરકારી વસાહત માં હાજરી થી નવરાત્રી નો પ્રસંગ દીપી ઉઠ્યો હતો અને સર્વે આયોજક શ્રી અને કોલોની ના પરિવાર માં આનંદ ની લાગણી ઉધભવી હતી.

આ નવ દિવસ ના સમગ્ર આયોજન માં ગરબાની રમઝટ સાથે સાથે નાસ્તો પણ કરવામાં આવતો હતો અને ત્યારબાદ કોલોનીના પરિવાર ને પ્રસાદી રૂપે લાહણી આપવામાં આવી હતી અને વિશિષ્ટ સહયોગી ના સન્માન કરવામાં આવ્યા હતા. અને સર્વે પરોવાર ના સહયોગ થી નવરાત્રી નું આયોજન સફળ રીતે પાર પાડવામાં આવ્યું હતું.