કોટડા જડોદર ખાતે રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા જગત જનનીમા જગદંબાનાં નવલા નોરતાની ઊજવણી કરાઈ

0
35
શ્રી રાજપૂત ક્ષત્રિય સમાજ નવદુર્ગા મિત્ર મંડળ કોટડા જડોદર દ્વારા જગત જનની મા જગદંબા નાં નવલા નોરતા સમાજની પરંપરા મુજબ ગોઠવવામાં આવ્યા ક્ષત્રિય સમાજની પરંપરા અને સમાજ ની સંસ્કૃતિ અને સંસ્કારોનું જતન કરી શોર્ય સેવા વિવેક શિક્ષણ અને સંયમના પાઠ શીખવી શક્તિ ઉપાસનાના યુવાનો દ્વારા કરવામાં આવે છે નવ દિવસ સુધી મા શક્તિની કૃપા ઉતારવાના ની બાલિકાઓ દ્વારા શક્તિ પ્રદર્શન દુઆ છંદ અને તલવાર રાસ તેમજ માથા પર અખંડ જ્યોત રાખી હેલ રાસ સાથે ગરબા લે છે નાત જાતના ભેદભાવ રાખ્યા વિના વિશ્વ શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવે છે મોકરસી જાડેજા પરિવાર નું વટ વૃક્ષ કાનજી કાળુભા જાડેજા દ્વારા સમસ્ત મોકરસી પરિવાર સમાજનું ગૌરવ એવા માધુભા મનોહર સિંહ જાડેજા કરણી સેના કચ્છ જિલ્લાના પ્રમુખ શ્રી પધાર્યા હતાં તેનું સન્માન પણ કરવામાં આવ્યું હતું,ગરબી ની શોભા વધારી હતી કરણી સેના કોટડા જડોદર ગ્રુપની ની રચના મા શક્તિ ની હાજરી માં હતી
નવરાત્રી દરમિયાન નાની-નાની બાલિકાઓ યુવાન ખેલૈયાઓને પ્રસાદીરૂપે પ્રતીક ભેટ આપવામાં આવે છે લગભગ 920 જેટલી ભેટો આ મંડપ નીચે આપવામાં આવે છે
ત્યાગ વગર વૈરાગ્ય અને વૈરાગ્ય વગર શાંતિ પ્રાપ્ત થતી નથી અને સંતોષ વગર સુખ ન મળે એવા અનેક પ્રસંગો અને શિક્ષણમાં પ્રત્યેક સમાજના વિદ્યાર્થીઓ આગળ વધે એવી ભાવનાને બિરદાવી તેમને પ્રોત્સાહિત કરવામાં આવે છે
સમાજનું આભૂષણ વિવેક સંયમ અને ક્ષમાં શોભાયમાન થઇ દેશ દેવી ને યાદ કરી શાસ્ત્રોકત વિધિવિધાન મંત્ર ઉચ્ચાર અને અર્થ ઉપચારથી પ્રસન્ન કરવામાં આવે છે નવે નવ દિવસ ધૂપ-દીપ પુષ્પ અને પંચામૃતથી દેવીની આરાધના કરી આશીર્વાદ મેળવવામાં આવે છે
નવરાત્રી દરમિયાન સાંજીદા ગાયકો અને દાતાઓનું સન્માન પણ કરવામાં આવે છે સમાજના યુવાન મિત્રો દ્વારા ભગવત કાર્ય કરી ભગવતીની આરાધના કરવામાં આવે છે તમામ સમાજને સાથે રાખીને અને ભક્તિરસ થી તરબોળ કરી નાખવામાં આવે છે એવું નવરાત્રી ના આયોજક મનુભા કાનજી જાડેજા તથા કરણી સેનાના નવનિયુક્ત પ્રમુખ શ્રી ગુલાબસિંહ જેઠુભા જાડેજા એ જણાવ્યું હતું સમગ્ર નવરાત્રી નું સંચાલન અનિલ ગીરી ગોસ્વામી અને મનુભા ચાધુભા પઢીયાર તથા સમાજના યુવાન મિત્રોએ કર્યો હતોકોટડા જડોદર ખાતે છેલ્લા ૨૫ વર્ષથી આ જ રીતે રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા ગરબા લેવામાં આવે છે