નલિયા એસ.ટી. ડેપોના બાથરૂમમાં ઘુસી જઈ વિધર્મીએ સગીરાને બાથમાં લઈ છેડતી કરી

0
43

સગીરા બુમાબૂમ કરતા સફાઈ કર્મચારીઓ આવી ગઈ : લોકો એકત્ર થતા યુવક નાસી ગયો

નલીયા : ગ્રામ પંચાયત આગળ બંગડી વેચવા માટે આવેલી માતા-પુત્રી દરરોજની જેમ બંગડી વેંચી રહી હતી, દરમિયાન ગઈ કાલે સાંજે ચારેક વાગ્યાના અરસામાં સગીરા એસ.ટી. ડેપોના બાથરુમમાં ગઈ ત્યારે વિધર્મી યુવક અંદર જઈ તેને જબરદસ્તી બાથમાં લઈ છેડતી કરી હતી, સગીરાને બુમાબુમ કરી મુકતા સફાઈ કર્મચારીઓ આવી પહોંચ્યા હતા અને યુવક નાસી છુટયો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ નલિયા પોલીસ મથકે સગીરાને માતાએ મુસ્તાક ઉર્ફે અકુડી ફકીરમામદ ભજીય (રહે. ભજીર ફળીયુ નલીયા)વાળા સામે ફરિયાદ નોંધાવી હતી. મહિલા પોતાની પુત્રી સાથે બંગડી વેંચવા માટે ગ્રામ પંચાયત પાસે આવી હતી ત્યારે ચારેક વાગ્યે સગીર પુત્રી એસ.ટી. ડેપોના બાથરુમમાં ગઈ હતી, ત્યારે વિધર્મી યુવક મુસ્તાક બાથરુમમાં ઘુસી જઈ હાથ પકડી બાથમાં લઈને ‘તુ મારી સાથે કેમ બોલતી નથી અને મને કેમ પ્રેમ નથી કરતી તેમ કહી ગાલ પર થપ્પડ મારી હતી’ સગીરા ગભરાઈ જતા બુમાબુમ કરી મુકી હતી જેથી સફાઈ કર્મચારી નાથીબાઈ અને નેનબાઈ પહોંચી આવ્યા હતા અને લોકો પણ એકત્ર થઈ ગયા હતા. લોકો એકત્ર થઈ જતા મુસ્તફા નાસી છુટયો હતો. મહિલા પોતાની પુત્રીને લઈને નલિયા પોલીસ મથકે લઈ ફરિયાદ નોંધાવી હતી.