નખત્રાણાને નગરપાલિકા-બાયપાસ તાકીદે મળશે : પી.એમ.જાડેજા

તાલુકા ભાજપની કારોબારી બેઠક યોજાઈ : વિવિધ ઠરાવો સાથે ભાજપનું નવું સંકુલ બનાવવાની નેમ વ્યક્ત કરાઈ

નખત્રાણા : તાલુકા ભાજપની કારોબારી બેઠક પ્રમુખ દિલીપભાઈ નરસંગાણીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. પ્રભારી વાલજીભાઈ ટાપરીયાની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં વિવિધ પ્રશ્નો અને ઠરાવો પસાર થયા હતા. ધારાસભ્ય પી.એમ. જાડેજાએ કહ્યું હતું કે, રસ્તા, કોલેજ, પાણી, નર્મદાના જળસંચય સહિત અનેક પ્રશ્નો હલ થયા છે. ત્યારે બાયપાસ અને નગરપાલિકાના પ્રશ્નો તાકીદે હલ થશે. અને તાલુકા ભાજપનું નવુ ભવન પણ આકાર પામશે. વિવિધ ૬ જેટલા ઠરાવોનું વાંચન રવિભાઈ નામોરી, ઈકબાલભાઈ ઘાંચી, રણજીતસિંહ જાડેજા, વાલજીભાઈ ટાપરીયા, શક્તિસિંહ જાડેજાએ કર્યું હતું. તાલુકા પંચાયત પ્રમુખ જયસુખભાઈ પટેલે તાલુકાના સર્વાંગિ વિકાસની ગાથા વર્ણવવી હતી.
જિલ્લા પંચાયતના સભ્યો રાજુભા જાડેજા, કરસનજી જાડેજા, નયનાબેન પટેલ, જયાબેન ચોપડા, પરસોતમ વાસાણી, હિતેશ પાંચાણી, ગુલામભાઈ, કિરીટસિંહ જાડેજા, સંધ્યાબેન પલણ, મહેન્દ્રસિંહ સોઢા, લીલાબેન મહેશ્વરી, રવિ નામોરી સહિતના ઉપસ્થિત રહ્યા હતા. સ્વાગત પ્રવચન દિલીપભાઈ નરસંગાણીએ કર્યું હતું. સંચાલન હરીસિંહ રાઠોડે કર્યું હતું. આભારવિધિ મહેશભાઈ સોનીએ કરી હતી. તમામ મોરચાના પ્રમુખ, મહામંત્રી, હોદ્દેદારો, તાલુકા પંચાયતના તમામ સભ્યો તેમજ યુવા ભાજપની ટીમ ઉપસ્થિત રહી હતી.