નખત્રાણાની કેબલ ચોરીનો ભેદ ઉકેલાયો : બોલેરો સાથે એક પકડાયો

0
49

એલસીબીએ એરપોર્ટ રીંગ રોડ પાસેથી દબોચ્યો : ચાર ગુનામાં ફરાર હતો

ભુજ : શહેરના એરપોર્ટ રીંગ રોડ પર છત્રીસ કવાર્ટર પાસેથી બોલેરોથી આવતા નાના વરનોરાના એક ઈસમને દબોચી લઈ પોલીસે નખત્રાણા વિસ્તારનો વણઉકેલયો કેબલ ચોરીનો ભેદ ઉકેલી લીધો હતો, જયારે આ આરોપી ભુજ, પદ્ધર, નખત્રાણાના ચાર ગુનાઓમાં નાસતો ફરતો હોવાનું સામે આવ્યું હતું. પ્રાપ્ત વિગતો મુજબ, એલસીબીની ટુકડી પેટ્રોલિંગમા હતી તે વેળાએ એરપોર્ટ રોડ પાસેથી બોલેરો આવતા તેને રોકાવી હતી. મીરખાન ઉર્ફે મીલો યાકુબ મમણ (ઉવ. ર૩, રહે. નાના વરનોરા)વાળાની પુછપરછ કરતા તેણે પોતાના નાના વરનોરા ગામના મિત્રો સાથે મળી નખત્રાણા, ભુજ, પદ્ધર વિસ્તારમાં કેબલ – સીલીંગ વાયરોની ચોરી કરી હોવાની કબુલાત આપી હતી. આ ચોરીઓમાં પોતે આ બોલેરોનો ઉપયોગ કરતો હોવાની કેફીયત આપી હતી. આમ, પોલીસે નખત્રાણા, પદ્ધર અને ભુજ એ ડિવિજન પોલીસ મથકે નોંધાયેલા ચાર ગુનામાં નાસતા ફરતા આરોપીની અટકાયત કરી હતી તો નખત્રાણા વિસ્તારનો વણ ઉકેલાયેલા કેબલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી લઈ આગળની કાર્યાવહી માટે એ ડિવિજન પોલીસને સોંપ્યો હતો.