નખત્રાણાને નગરપાલિકાનો દરજજો : ચૂંટણી પહેલા અબડાસા બેઠકને મજબુત કરવાનો દાવ કેટલો ફળશે?

0
31

અબડાસા-લખપત-નખત્રાણા તાલુકા સમાવિષ્ટ અબડાસા વિધાનસભા મતવિસ્તારમાં નખત્રાણા પટ્ટો છે ખુબજ મહત્વપૂર્ણ, પાટીદાર વોટબેંક ઉપરાંત માળખાગત શહેરી સમાંતર વિકાસની લાંબા સમયથી આ પટ્ટાને ઝંખતી હતી ભુખ : આમઆદમી પાર્ટીના અર્બન વિસ્તારોમાં મજબુત પગદંડાને જોતા શહેરી વિસ્તારોને આાગતરૂ મજબુત કરવુ પણ સત્તાપક્ષની બની રહી છે મજબુરી ગાંધીધામ : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓની કોઈ પણ ઘડીએ જાહેરાત થવાનું કાઉન્ટડાઉન શરૂ થવા પામી ગયું છે. રાજકીય મેદાન સજજ બની રહ્યુ છે અને રાજકીય પક્ષો પણ આ મેદાનમાં ઉતરી ચૂકયા છે. ભાજપ, કોંગ્રેસની સાથે આ વખતે આમઆદમી પાર્ટી પણ ગુજરાતમાં એડી ચોટ્ટીનું જોર લગાવતી હોય તેમ ગુજરાતની પ્રજાને અલગ અલગ પ્રકારની ગેરંટીઓ આપી રહ્યુ છે.બીજીતરફ સત્તાપક્ષ ભાજપ પણ અહી દબદબો જાળવી રાખવાની દીશામાં કોઈ જ કચાશ છોડવા ન માંગતી હોય તેવી રીતે ખુદ નરેન્દ્રભાઈ અને અમિતભાઈ વારાફરતી વારા ગુજરાતનો પ્રવાસ ખેડતા રહે છે અને અહીની રાજકીય જમીનની સ્થીતીની હલચલ મેળવી જરૂરી સુચનો કરતા રહે છે. વિકાસકામો, ખાતમુૃહત, લોકાર્પણો, પ્રજાની વચ્ચે રહેવુ, પ્રજાલક્ષી જાહેરાતો સહિતનો ધમધમાટ ચૂંટણીની તૈયારીઓનો જ ભાગ દેખાઈ રહ્યો છે ત્યારે કચ્છના પણ છેવાડાના અને ગુજરાતની વિધાસનભાની નંબર ૧નીબેઠક અબડાસા બેઠકને લાગુ પડતા વિસ્તારમાં મોટી મહત્વકાંક્ષી જાહેરાત કરી દીધી છે.અબડાસા વિધાનસભા વિસ્તારમાં સમાવિષ્ટ નખત્રાણાને ગ્રામ પંચાયતમાંથી હવે નગરપાલિકાનો દરજજો આપી દેવાયો છે. આમ તો આ જાહેરાત સૈંદ્વાંતિક રીતે વહેલી જ કરી દેવાઈ હતી પરંતુ વિધાનસભા ટાંકણે જ તેની વહીવટી મંજુરીની જાહેરાત બે દીવસના ટુંકા સત્રના અંતીમ દીને કરવામાં આવી તે ચોકકસથી આ બેઠક પર ભાજપનો મોટો દાવ જ માની શકાય તેમ છે. નોધનીય છે કે, અબડાસા વિધાનસભામાં લખપત અને નખત્રાણા તાલુકાનો પણ સમોવશ થાય છે. આ બેઠક પર નખત્રાણા તાલુકાની વિશિષ્ટતા અનેરી છે. તેને કચ્છનો બારડોલી પણ કહેવામાં આવે છે. નખત્રાણા તાલુકામાં પાટીદારોનો દબદબો રહેલો છે. અન્ય બે તાલુકાના પ્રમાણમાં આ તાલુકો શહેરી માળખાગત સુવિધાઓ લાંબા સમયથી ઝંખતો હતો તે વાત સર્વસ્વીકૃત છે. લોકોની પણ લાંબા સમયથી અહી માંગ હતી. જેને સંતોષી દેવામાં આવી છે. હવે ચૂંટણીના આગમનના સમયે જ નગરપાલિકાની જાહેરાત થવી તે કેસરીયા બ્રીગેડને માટે કેટલી ફાયદારૂપ પુરવાર થશે તે તો આવનારો સમય જ બતાવશે.