મુન્દ્રાની બી.એડ. કોલેજમાં તાલીમાર્થીઓને “હું મતદાન કરીશ”ના શપથ લેવડાવવામાં આવ્યા

0
35

ભારત વિશ્વની સહુથી મોટી લોકશાહી છે ત્યારે આજે પ્રથમવાર મતદાન કરવા જનારા યુવા મતદારોને મતદાનની પ્રક્રિયાની સમજણ મળે તે હેતુથી મુન્દ્રા ખાતે બી. એડ. કોલેજમાં અભ્યાસ કરતાં અને આગામી ચૂંટણીમાં પ્રથમવાર મતદાન કરનાર યુવા મતદારોને મતદાન અંગે સમજણ આપવામાં આવી હતી.

મતદાન દરેક નાગરિકનો મૂળભૂત અધિકાર છે. ભારતીય નાગરિક ૧૮ વર્ષનો થાય ત્યારે તેને મતદાન કરવાનો અધિકાર પ્રાપ્ત થાય છે. સરકાર દ્વારા “અવસર લોકશાહીનો” કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત પ્રથમવાર મતદાન કરવા જતાં યુવા મતદારોને મતદાન અંગે સમજણ આપવામાં આવી રહી છે.  આ ઉપરાંત, બી.એડ. કોલેજના પ્રોફેસર ડો. દિનેશભાઈ પટેલે તમામ તાલીમાર્થીઓને સંકલ્પ પત્ર “હું મતદાન કરીશ” સાથે શપથ લેવડાવ્યા હતા.