મુન્દ્રા આરટીઓ ફિટનેશ કેમ્પનો સમય ૧૦ વાગ્યે, શરૂ થયું બે વાગ્યે

0
27

સવારથી વાહનો રાહ જાેઈ બેઠા રહ્યા : અધિકારી પહોંચ્યા બાદ કામગીરી શરુ થઈ શકે

ભુજ : આર.ટી.ઓ. દ્વારા દર મહિને તાલુકા મથકો ખાતે ફિટનેશ માટેના કેમ્પનું આયોજન કરાય છે. ગઈકાલે મુન્દ્રા ખાતે આર.ટી.ઓ.નું ફિટનેશ કેમ્પ હતું. કેમ્પનો સમય સવારે ૧૦ વાગ્યાથી સાંજે વાહનોની કામગીરી પુર્ણ ન થાય ત્યાં સુધીનો હોય છે ત્યોર ગઈકાલે સવારના ૧૦ વાગ્યાથી અધિકારીની રાહ જાેઈ વાહન માલિકો બેઠા રહ્યા હતા અધિકારી બે વાગ્યા આવ્યા બાદ કામગીરી શરુ થઈ હતી.

કેમ્પનો સમય સવારે ૧૦ વાગ્યાનો હોય છે ત્યારે ગઈકાલે સવારે ૧૧ વાગ્યે ડયુટી નક્કી કરવામાં આવી હતી અને અધિકારીને કેમ્પની ડયુટી અપાઈ હતી. સવારે ૧૦ વાગ્યાથી વાહનો મુન્દ્રા કેમ્પ સ્થળે પહોંચી આવ્યા હતા, બાદમાં અધિકારી બે વાગ્યે પહોંચ્યા હતા અને કામગીરી શરુ કરી હતી. માત્ર બે કલાકમાં જ તમામ વાહનોની કામગીરી આટોપી લેવાઈ હતી. સવારે ૧૦ વાગ્યાથી કામગીરી શરુ કરવાની હોય તેના બદલે બે વાગ્યે શરુ થઈ હતી તયારે કોઈ વાહનમાં અધુરાશ હોય તો સવારે કહેવાય તો સમય મળી શકે પણ સાંજે કહેવાય તો તે અધુરાશ પુર્ણ કરવાનો પણ સમય મળતો ન હોવાથી હેરાનગતી ભોગવવાનો વારો આવે છે.