મુંદરા ઈ-સીગારેટ કાંડ : મુંબઈના આશીફે મોઢું ખોલ્યું : કઈક નવા નામો ઓકયા.!

0
51

  • તપાસનીશ ડીઆરઆઈની ટીમની આગળ ધપતી તપાસ

પ્રથમ સુરત પાસે ર૦ કરોડ-બાદમાં મુંદરાથી જ ૪૮ કરોડની ઈ-સિગારેટ કેસમાં ડીઆરઆઈએ ૪ શખ્સોને સમન્સ પાઠવ્યા બાદ ત્રણ સામેથી રજુ થયાની ચકચાર : આશીફ-તાહિર-જુમ્માની પુછતાછ કરાઈ : આશીફને મુંદરા કોર્ટમાં રજુ કરીને રીમાન્ડ મેળવી કરાઈ અનેકવીધ મુદ્દે સઘન છાનબીન

આશીફની ઉલટતપાસ-પુછતાછમાં નવી વિગતો ખુલતાની સાથે જ સમગ્ર ઘટનાક્રમને વધુ ખુલતો દબાવી દેવાને માટે કઈક ટુર્સ એન્ડ ટ્રાવેલ્સવાળાઓ પણ દોડતા થયા હોવાની અટકળો..!

ગાંધીધામ : સુરતમાં ડીઆરઆઈ દ્વારા થોડા સમય પહેલા જ એક વાહન અને તેના ડ્રાયવરને અટકાવી તપાસ કરતા તેમાંથી મુંદરા સેઝમાં પગ કરીને ગયેલી ર૦ કરોડની પ્રતિબંધિત ઈ સિગારેટ પકડી પાડવામાં આવી હતી અને તે ઝડપાયેલા શખ્સની પુછતાછમાં મુંબઈ, ભુજ સહિતના વ્યકિતઓના નામો બહાર આવતા ડીઆરઆઈએ તે દીશામાં તપાસ આદરી હતી. દરમ્યાન જ ડીઆરઆઈ દ્વારા આ કેસમાં મુંબઈના ટોયઝના આયાતકાર આશીફ, આશીફ દ્વારા જે વ્યકિતના આઈઈસી કોડનો ઉપયોગ કરાયો હતો તેવા શખ્સોને સમન્સ પાઠવી હાજર થવા જણાવ્યુ હતુ અને તેના જ ભાગરૂપે ગત બે-ચાર રોજ પહેલા જ મુંબઈનો આશીફ સાટી આ કેસમાં ડીઆરઆઈ સમક્ષ રજુ થયો હતો જેની પ્રાથમિક ઈન્ટ્રોગેશન બાદ તેને મુંદરા કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હોવાનુ તથા નામદાર અદાલતશ્રીએ આ શખ્સના રીમાન્ડ આપ્યા હોવાનુ બિનસત્તાવાર સુત્રોમાથી જાણવા મળી આવ્યુ હતુ.આ ઉપરાંત આશીફની સાથે તાહીર તથા જુમ્મા નામના શખ્સો પણ અલગથી આ કેસમાં સામેથી જ તપાસનીશ એજન્સી સમક્ષ રજુ થયા હોવાનુ પણ બહાર આવવા પામ્યુ હતુ. કહેવાય છે કે, આ આખાય કેસમાં આશીફ નામના શખ્સે પુછતાછમાં અન્ય કઈક શખ્સોના નામો એાકી દીધા છે અને હવે તપાસનો રેલો આ તરફ પણ ફંટાવવા પામે તેવી સંભાવનાઓની સાથે જ આશીફના આ મિસડીકલેરેશનકાંડમાં તેની સાથે સંકળાયેલ તત્વોમાં ભારે ફફડાટ ફેલાઈ જવા પામ્યો હોવાના અહેવાલેા સામે આવવા પામ્યા છે. જો કે, બીજીતરફ આ અંગે ડીઆરઆઈના નિષ્ણાંત યુવા ધારાશાસ્ત્રી શ્રી કલ્પેશ ગોસ્વામીને પુછતા તેઓએ આશીફ સાટીને મુંદરા કોર્ટમાં રજુ કરાયો હતો અને તેના ચાર દીવસના રીમાન્ડ મંજુર થયા હતા. તે ઉપરાંત અન્ય કોઈ જ વધુ ડેવલપમેન્ટ આ કેસની તપાસમાં હાલતુરંત ન હોવાનુ શ્રી ગોસ્વામીએ જણાવ્યુ હતુ. આવી સ્થિતીમાં હવે જોવાનુ રહ્યુ કે, મુંબઈના આ કેસના મુખ્ય આયાતકાર પૈકીના એક એવા આશીફની હકીકતમાં ડીઆરઆઈ દ્વારા પુછતાછ કરાઈ છે કે કેમ? અને રીમાન્ડ મેળવાયા છે તો એ દરમ્યાનની તપાસમાં અન્યોના નામો ખરેખર નીકળ્યા જ છે કે નહી?તે સહિતના મામલે પણ ચર્ચાઓ તેજ થઈ છે તો વળી બીજીતરફ આશીફની પુછતાછમાં નવી વિગતો ખુલી હોવાની ચકચાર અમુક ટુર્સ એન્ડ ટ્રાવેલ્સવાળાની ઉંઘ હરામ કરી દેવાની સાથે જ દોડધામ વધારી દીધી હોવાનુ પણ ચર્ચાય છે.

આશીફે ૧ નહીં પાંચથી આઠ IECનો કર્યો ગેરઉપયોગ
ગાંધીધામ : મુંબઈના આશીફ નામના શખ્સે ચાઈનાથી ટોયઝની આડમાં પ્રતીબંધિત સિગારેટનો જ્થો મંગાવ્યો છે તેમાં ખુદના નહી પણ અન્યના આઈઈસીનો ઉપયોગ કર્યો છે. જેમાં એકાદ નામ બહાર આવવા પામ્યુ છે. પરંતુ જાણકારો કહી રહ્યા છે કે, આશીફે એક નહી પાંચથી આઠ અલગ અલગ લોકોના નામેઆઈઈસી પોતા પાસે રાખેલા છે અને તેનાથી ઈ સિગારેટ ભારતમાં ઘુસાડતો હોવાનુ મનાય છે.

DRIની ટીમ સિકંદર ઉર્ફે સિકલાને દબોચે- તો નાણાકીય વ્યહવારો ખૂલશે.!
ગાંધીધામ : મુંદરા પ્રતિબંધિત ઈ સીગારેટ કાંડમાં ડીઆરઆઈ દ્વારા તપાસ તેજ બનાવાયેલી છે અને તેમાં મુંબઈના આશીફ સહિતનાઓની પુછતાછ ચાલી રહી છે ત્યારે જાણકારો કહી રહ્યા છે કે, આશીફ, આરીફ, અરાફત, હનીફ સહિતનાઓના નાણાકીય હવાલા ભુજનો સિકંદર ઉર્ફે સિકલો પાડતો હોવાનુ ચર્ચાય છે. જો એજન્સી સિકંદરનુ નામ ખોલાવશે અને તેને રાઉન્ડ અપ કરીને કડક પુછતાછ કરશે તો આ કેસમાં નાણાકીય ગેરકાયદેસર હવાલા-વ્યહવારો બહાર આવી શકે તેમ છે.