એમપીના શેર શિવજરાસિંહ ચૌહાણની કાલે માંડવી-અબડાસા વિધાનસભામાં વિજયગર્જના..!

0
33

  • કેસરીયાબ્રીગેડ-મતદારોમાં આગોતરો થનગનાટ

મધ્યપ્રદેશના અણનમ મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણ કાલે ભાજપના ઉમેદવારોના સમર્થનમાં પ્રચારનું બ્યુગલ ફુંકશે

મહાકાલના અપ્રતિમ આર્શીવાદ ધરાવતા, સમગ્ર એમપીના જનતાના હૃદયસમ્રાટ તથા મધ્યપ્રદેશમાં સતત ત્રણ ટર્મથી સીએમ પદે સેવારત અને લોકપ્રીયતાના શિખરોના આસમાને બિરાજમાન, ભાજપના શિર્ષસ્થ નેતૃત્વના અતિ વિશ્વસનીય તથા ટોંચમાં સ્થાન પામનારા મધ્યપ્રદેશના લો-પ્રોફાઈલ-સાદગીસભર વ્યકિતત્વ ધરાનારા મુખ્યપ્રધાન શિવરાજસીંહના આગમનને લઈને કચ્છ-માંડવી -અબડાસામાં ભાજપમાં અનેરો થનગનાટ

પ્રવાસન, ઉદ્યોગ, કૃષિ, મહીલા સરંક્ષણ, રોજગારી સહિતના ક્ષેત્રે મધ્યપ્રદેશનો દેશ-દુનીયામાં ડંકો ગજવનારા લોકલાડીલા મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણ કાલે એમપી મોડેલ, નરેન્દ્રભાઈ-ભુપેન્દ્રભાઈની ડબલ એન્જીન સરકારના વિકાસ વાવાજોડાના ભાથ્થાઓ રજુ કરીને પ્રજાજનોને ભાજપ તરફી મતદાનને કરશે અપીલ

એમપીમાં બહેન-દિકરીઓ શિવરાજસિહને ‘મામા’ તરીકે જ બોલાવે છે, શિવરાજસિંહે મધ્યપ્રદેશમાં દીકરીઓ-બહેનો માટે કર્યુ છે નેત્રદિપક કામ

ગાંધીધામ : ભારતીય જનતા પાર્ટીને માટે મધ્યપ્રદેશમાં વિકાસનો પાયો ઉત્તરોત્તર ત્રણ-ત્રણ ટર્મથી મજબુત કરી રહેલા અને એમપી જ નહી પરંતુ જેમની લોકપ્રીયતા દેશભરમાં વિશેષ ઓળખ ધરાવતી રહી છે તેવા એમપીના સીએમ શિવરાજસિહ ચૌહાણ આવતીકાલે કચ્છ પધારી રહ્યા હોવાથી તેઓના આગમન પૂર્વે જ કચ્છ અને વિશેષ કરીને માંડવીના આખાય વિધાનસભા વિસ્તારમાં ભાજપ તથા કેસરીયા બ્રિગેડના સમર્થન ઉપરાંત મતદારોમાં પણ આગોતરો થનઘનાટ જોવા મળી આવ્યો છે.એમપીના સીએમ શિવરાજસિંહ ચૌહાણની લોકપ્રીયતા અને મુઠ્ઠી ઉંચેકા કામોની વાત કરીએ તો અત્યાર દેશભરનું સ્વચ્છ શહેર મધ્યપ્રદેશનું ઈન્દોર છે. ઈન્દોર અને મધ્યપ્રદેશ સ્વચ્છતામાં દેશભરમાં મોખરે રહ્યુ હોવાથી વિશ્વભરમાં અમેપીની નવી જ આભા ઉભી થવા પામી છે. આ ઉપરાંત તાજેતરમાં જ ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૭૭ વર્ષ બાદ ચિત્તાઓને પરત લાવવામાં આવ્યા છે. અને તેના સરંક્ષણ અને સંવધર્ન માટે પણ મધ્યપ્રદેશના કુના વિસ્તારને જ પંસદ કરવામા આવ્યા છે. એટલુ માત્ર જ નહીં પણ ભારતીય વડાપ્રધાનની ડાયમેનીક છબીના લીધે તેઓને લોકો સિંહ-શેર ગણે છે તો એમપીના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણને લોકો ચિત્તા તરીકે ઉપમા આપી રહ્યા છે અને ભાજપ સહિત દેશના રાજકારણમાં આ જોડીને સિંહ-ચિત્તાની જાબાંજ જોડી તરીકે ઓળખવામાં આવી રહી છે. નોધનીય છે કે, મધ્યપ્રદેશમાં હાલમાં કૃષીનો વીકાસ પણ બેનમુન થવા પામી રહ્ય છે અને એમપીની ઓળખ કૃષિપ્રધાન રાજય તરીકે પણ સીએમ શિવરાજ ચૌહાણના જ સમયકાળથી થવા પામી રહી છે. સીએમ શિવરાજસિંહ ચોહાણની લોકપ્રીયતાનો અંદાજ તેના પરથી જ આવી શકે છે કે, તેઓ પાછલા ત્રણ ટર્મથી અણનમ રીતે અહી સીએમ પદે આરૂઢ રહ્યા છે. તેઓની લોકપ્રીયતા સામે ટકી શકે તેવો હજુ સુધી કોઈ ચહેરો એમપીને મળવા પામી શક્યો નથી અથવા તો શિવરાજસિહ ચૌહાણની લોકપ્રીયતા જ એટલી અપાર છે કે અહીની જનતા જ વારંવાર શિવરાજસિહને જ કમાન સોપવા તૈયાર રહે છે. શિવરાજસિહના વિશેષ કામોની વાત કરીએ તો તેઓએ અહી રોજગાર, કન્યા કેળવણી, કન્યા વિવાહ, લાડલી-લડકી યોજના સહિતનાઓની અનેરી પ્રસંસા થવા પામી રહી છે.
કૃષીની સાથોસાથ એમપીમાં શિવરાજસીહના સમયકાળમાં ઔદ્યોગીક વિકાસ પણ ચોતરફી થવા પામ્યો છે. નોધનીય છે કે, આગામી સમયમાં જાન્યુઆરીમાં મધ્યપ્રદેશમાં ગ્લોબલ ઈન્વેસટર્સ સમિટ યોજાવવાની છે પરંતુ એમપીમાં વિશ્વભરના ઉદ્યોગપતિઓએ અત્યારથી જ ધામા નાખી દીધા છે અને જમીનો સહિતની વસ્તુઓ આઈડેન્ટીફાય કરીને તેમના પ્રોજેકટ તૈયાર કરવાના શરૂ કરી દીધા છે અને તે જ એમપીમાં શિવરાજસિહની સુશાસનની ઝલક માટે પુરતુ કહી શકાય તેમ છે. શિવરાજસિહ ભાજપમાં નરેન્દ્રભાઈ મોદી, અમિત શાહ, જે.પી.નડ્ડા અને નીતીન ગડકરી બાદ લેવાતુ પક્ષનુ સૌથી મોટુ અને સર્વલોકપ્રીય નામ મનાય છે. ઉજૈજન મહાકાલના જેમના પર આર્શીવાદ રહેલા છે અને આખાય મધ્યપ્રદેશની પ્રજા જેઓને પોતાના હદયમાં બિરાજમાન કરી ચૂકી છે તેવા એમપીના શેર શિવરાજસીહ ચૌહાણ કાલે કચ્છના માંડવી અને અબડાસા વિસ્તારમાં ચૂંટણી પ્રચાર માટે પધારી રહ્યા છે ત્યારે કચ્છ અને માંડવી-અબડાસા વિસ્તારની પ્રજા, મતદારો, ભાજપની ટીમમાં અનેરો થનગનાટ વ્યાપી જવા પામ્યો છે.એક નવા જ જોમ-જુસ્સાનો અહી સંચાર થવા પામી ગયો છે. ભાજપના ઉમેદવારો માટે એમપીના શેર શિવરાજસિંહ વિજય ગર્જના કરશે એટલે માંડવી અને અબડાસાના ઉમેદવારોની જીતમાં ઐતિહાસીક જંગી લીડનો ઉમેરો થવા પામી જશે તેમાં કોઈ બેમત નથી.