કેન્દ્રીયમંત્રીના નામે છાશવારે ફાંકાખોરી કરનાર મોટનવાલાને કાસેઝમાં એજન્સીની તાકાતનો પરચો.!

0
42

સિગારેટકાંડામં નિવેદન લેવાયુ, તે પણ અંધારામાં અને લાલપેનથી લેવાયુ..! : ડંફાસો મારનારની હવા ટાઈટ થઈ ગયાની ચર્ચા..! :ભાઈ બહુ હવામાં ન ઉડવું., શેરને માથે સવાસેર હમેશાં હોય જ છે.., કસ્ટમના કડક અને તટસ્થ અધિકારીઓનો થઈ ગયોને સામનો..!

૧૦ કરોડના સિગારેટ મિસડીકલેરેશનકાંડમાં લાજવાના બદલે ગાજતા લા-સ્પીરીટના સુત્રધારે દિલ્હી દરબારમાં કાસેઝના અધિકારીઓની ઉંધી ફરીયાદના રોદળાં રોવાનું ભારે પડી ગયું : ઉપરથી કસ્ટમના કાસેઝના અધિકારીનું પુછાણું લેતા અધિકારી જરા સહેજ પણ ગભરાયા વિના કહી દીધુ, કે ફરીયાદ આવે છે મારા સામે તો લઈ લ્યો, તપાસ કરો, જે ભ્રષ્ટાચાર કરતા હશે તે ખુલ્લા પડી જશે.., : ભ્રષ્ટાચારમાં કયાંય હોય જ નહી તો ડરે શાના?

ગાંધીધામ : કંડલા સ્પેશ્યલ ઈકોનોમીક ઝોનમાં તાજેતરમાં જ કસ્ટમવિભાગ દ્વારા સતકર્તાભરી કાર્યવાહી કરી અને તુર્કીના કમ્બોડીયાથી મુંદરા આવેલ અને ત્યાથી કાસેજમાં આવતા કન્ટેઈનરમાથી પ્રતિબંધિત વિદેશી સીગારેટના જથ્થામા ંભારતીય બનાવટની સિગારેટનો કરોડોનો જથ્થો પકડી પાડવામા આવ્યો હતો અને ન માત્ર આ જથ્થો પકડાયો બલ્કે તેની સામે કેસ પણ દાખલ કરી દેવામાં આવતા આ પ્રકારની મોડસ ઓપરેન્ડીથી ગંભીર પ્રકારના ગુન્હા આચરનારી માથાભારે સિન્ડીકેટમાં પણ ભારે દોડધામ મચી જવા પામી ગઈ હતી.આ પ્રકરણમાં કાસેજમાં કાર્યરત લા-સ્પીરીટ નામના યુનિટની સામે વિધીવત કાર્યવાહી શરૂ કરવામા આવી ગઈ હતી અને અહીથી જ એક મોબાઈલ ફોન પણ બરામદ થવા પામ્યો હતો જેની તપાસ કસ્ટમના કાસેજના ડીસીશ્રીએ ખુદ પાસે રાખી હોવાનુ બહાર આવવા પામ્યુ હતુ. તે વચ્ચે જ કાસેજમાં કેન્દ્રીય મંત્રીના નામે સદાય દાદાગીરી કરતા લા-સ્પીરીટ યુનિટના મોટનવાલાની ફાંકાખોરી પણ ખુલ્લી પડી જવા પામી હોવાની સ્થીતી સર્જાવવાની ચકચાર સામે આવવા પામી રહી છે. કહેવાય છે કે, આ કેસ થયા બાદ લાસ્પીરીટવાળો રાબેતા મુજબ દિલ્હી દોડી ગયો અને દીલ્હી દરબારમાં લાગતા વળગતા પાસે કાસેઝના કડક, તટસ્થ અને પ્રમાણિક એક અધિકારીની ખોટી ફરીયાદો કરવા રોદણાં રોયા હતા. આ મોટનવાલાએ દિલ્હીમાં કહ્યુ હતુ કે, કાસેઝમાં અમુક કસ્ટમના અધિકારીઓ મારાથ રૂપિયા પડાવવા મને હેરાન કરી રહ્યા છે. મે તો આ ગોડાઉન ભાડે આપી દીધુ હતુ, મને તેનાથી કંઈ જ લેવા દેવા નથી. ત્યારે દિલ્હીથી આ ફરીયાદ સબબ કસ્ટમના અધિકારીને પુછવામાં આવતા આ અધિકારીએ જરા સહેજ પણ ગભરાયા વિના જ કહી દીધુ હતુ કે, મારા સામે ફરીયાદ આવી હોય તો લઈ લ્યો, તપાસ કરો, દુધનું દુધ અને પાણીનું પાણી આપોઆપ થવા પામી જશે.નોધનીય છે કે, કાસેજમાં આવેલા આ અધિકારી ભારે તટસ્થ, કડક અને પારદર્શકતાની છબી જ ધરાવી રહ્યા છે તેઓએ પૈસાની માંગણી કરી જ નથી તો પછી ગભરાય પણ તેઓ શા માટે? નોધનીય છે કે, કસ્ટમના આ અધિકારીએ દિલ્હી હાઈકમાન્ડને રોકડું પરખાવતો જવાબ આપતા દિલ્હી દરબાર અને કેન્દ્રીય મંત્રીના નામે ફાંકાખોરી કરતા આ મોટનવાલાની હવા બરાબરની ટાઈટ થવા પામી ગઈ અને દિલ્હીમાં તેણે રોયલા રોદડાંઓ પણ મગરના આસું જ બની ગયા. અને જાણકારો તો એમ કહે છે કે, એજન્સીનો સામનો કરવાથી સતત નાસતા ફરતા અને શામ-દામ-દંડ-ભેદ કરનારા આ મહાશય મોટનવાલાને અંતે કાસેઝમાં નિવેદન આપવા આવવું પડયુ અને તેમનું નિવેદન લેવાયુ તે પણ અંધારમાં અને લાલપેનથી લેવામાં આવ્યુ હોવાનુ કહેવાય છે. એટલે કે, જાણકારો એમ કહે છે કે, અત્યાર સુધી કાસેઝમાં કેન્દ્રીય મંત્રીના નામે જે દાદાગીરી કરતા હોવાની વાત આવતી હતી તેઓની હવા જ હવે બરાબરની ટાઈટ થવા પામી ગઈ છે. જાણકારો કહે છે કે, આ સિગારેટ કેસમાં મોટનવાલાને કાસેઝ કસ્ટમ અને એજન્સીની તાકાતનો બરાબરનો પરચો થવા પામી ગયો છે.

  • એસપીશ્રી મહેન્દ્ર બગડીયા ગોર ફરમાવે 
    સિગારેટકાંડમાં ઝડપાયેલો મોબાઈલનો પૂર્વ કચ્છ પોલીસતંત્ર મેળવે કબ્જો : એસઓજી આવે આગળ
    આયાત પપપ કરાઈ, તો તેમાં ગોલ્ડફલેક આવી કયાંથી? મુંદરાથી કાસેઝ વચ્ચે કયાં થયો ફેરફાર? ફેરફાર થયેલ વસ્તુ સિગારેટ જ હોય તે કેમ માની શકાય? આરડીએકસ-કે વિસ્ફોટક નહી ઉતરી ગયા હોય તેની શું ખાત્રી? પોલીસે કાસેઝને પત્ર લખી આ કેસમાં સામેથી જ આવે એકશનમાં

ગાંધીધામ : કાસેઝમાં જે સિગારેટ કાંડની તપાસ ચાલી રહી છે તેમાં એક મોબાઈલ પણ પકડાયો હતો અને તે મોબાઈલનો કબ્જો હકીકતમાં પૂૃર્વ કચ્છ પોલીસતંત્રએ પણ લેવું જોઈએ. એસઓજીને આ માટેની જવાબદારીઓ સોંપવી જોઈએ. વિદેશથી આયાત દર્શાવેલી સિગારેટમાં ભારતીય બનાવટની ગોલ્ડ ફલેકનો જથ્થો ઝડપાયો છે? એટલે પોલીસતંત્રએ પણ સામે ચાલીને આ કેસની તપાસમાં જોડાઈ જવુ જોઈએ.કારણ કે, અહી સવાલ એ થાય છે કે, પપપ બ્રાન્ડની મંગાવેલી બતાવાઈ અને નીકળી સાથે ગોલ્ડફલેક? તો આ હેરફેર મુંદરાથી કાસેઝ વચ્ચે કયાં થવા પામી? અને જે મટીરીયલ ઉતર્યુ અથવા તો જેના સ્થાને ગેાલ્ડફલેક ભરી દેવાઈ તે સિગારેટ જ હતી એવુ કેમ માની લેવાય? વિસ્ફોટક કે આરડીએકસનો જથ્થો અહી ઉતર્યો નહીં હેાય તેની શું ખાત્રી? ભવિષ્યમાં કયાય ઘટના બની તો તપાસનો રેલો કચ્છ તરફ લંબાશે અને તે વખતે પોલીસ અધિકારીઓ ગમે ત્યા સેવા બજાવતા હશે જવાબ દેવો પડી જશે ખુબ અઘરોએ ન ભુલવું જોઈએ.

કાસેઝમાં શાંતિ ઈચ્છો છો, તો નરેન્દ્ર આણી ગેંગની સામે લાલઆંખ કરો.!

લા-સ્પીરીટવાળા સિગારેટના સ્થાનિક વંચાણનું નેટવર્ક કોના હસ્તક હતુ? જો તપાસ થશે તો જામગનરથી આવેલા નરેન્દ્ર સુધી ચોકકસથી રેલો લંબાશે!

ગાંધીધામ : કાસેઝમાં સિગારેટ સ્મગલીંગ અથવા તો મિસડીકલેરેશન સહિતના કિસ્સાઓને જો ડામવા જ હોય, સદંતર નાકામ કરવા હોય તો આ સિગારેટના વેંચાણ કરવાના સ્થાનિકના નેટવર્ક ચલાવતા જામગનરથી અહી આવી ચડેલા નરેન્દ્રને શોધી તેની સામે ધાક બેસાડતી લાલઆંખ કરવી જરૂરી બની રહી છે. હાલમાં પણ લા-સ્પીરીટ વાળુ જે દસ કરોડનુ સિગારેટનુ પ્રકરણ ગાજી રહ્યુ છે તેમાં પણ લોકલમાં જે વિદેશી સિગારેટ ઉતરી હોવાની આશંકાઓ છે તે પણ નેટવર્ક નરેન્દ્ર આણી ટોળકીનું જ હોવાનુ મનાય છે.