કચ્છના ૪૭ હજારથી વધુ મતદારો ટપાલ મારફતે કરશે મતદાન

0
36

૮૦ વર્ષથી વધુ વયના ૩૩ર૯૩ અને ૧૩૭ર૯ દિવ્યાંગ મતદારોને મળશે વૈકલ્પિક સુવિધા : બીએલઓ દ્વારા ફોર્મ ૧ર-ડી ભરવાની પ્રક્રિયા શરૂ

ભુજ : આગામી વિધાનસભા ચૂંટણીમાં ૮૦ વર્ષથી વધુની વયના વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગજનો માટે ટપાલ દ્વારા મતદાન કરવાની જાેગવાઈ ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી છે.

હાલે કચ્છ જિલ્લામાં ૮૦ વર્ષથી વધુની વયના ૩૩ર૯૩ અને ૧૩૭ર૯ દિવ્યાંગ મતદારો નોંધાયેલા છે. વિધાનસભા ચૂંટણી જાહેર થતા જ બૂથ લેવલ ઓફિસરોને ટપાલ મારફતે મતદાન કરવાના નિયમ ફોર્મ ૧ર-ડી આપવાની જવાબદારી અપાઈ છે. જે-તે સંબંધિત મતદાન મથકના બીએલઓ દ્વારા મતદારોને નિયત ફોર્મ આપવામાં આવશે, જેમાં સંબંધિત મતદારો જરૂરી વિગત ભરી પરત કરવાના રહેશે.

નોડલ ઓફિસર જે.એ. બારોટે વિગતો આપતા જણાવ્યું હતું કે, ચૂંટણી આચારસંહિતા લાગુ થતા બીએલઓના વેકેશન ટુંકાવી દેવાયા હતા.

 હાલે તમામ બીએલઓ દ્વારા ફોર્મ ૧ર-ડી વિતરણ કરવાની અને વિગતો મેળવવાની કામગીરી ચાલી રહી છે. કચ્છના તમામ વરિષ્ઠ અને દિવ્યાંગ મતદારો સુધી બીએલઓ ફોર્મ સાથે પહોંચી રહ્યા છે. ફોર્મ ભરવાની પ્રક્રિયા બાદ સંબંધિત ચૂંટણી અધિકારી દ્વારા ટપાલ મતપત્ર ઈશ્યુ કરવામાં આવશે.

આ પ્રક્રિયા ઉમેદવારી પત્રક ખેંચવાની મુદ્દત પૂર્ણ થવાની તારીખ ૧૭ નવેમ્બર બાદ હાથ ધરવામાં આવશે. ટપાલ મતપત્ર મતદાન કરાવવા માટે મતદાન ટુંકવી મતદારના ઘેર જઈ ભારતના ચૂંટણી પંચ દ્વારા નિયત નિયમો અનુસાર મતદાન કરાવશે.

આ ઉપરાંત જે મતદાતા ટપાલ દ્વારા મતદાન કરવાનું સ્વીકારશે તેવા મતદારો મતદાન મથક પર જઈ મતદાન કરી શકશે નહીં. કોવિડ-૧૯ના શંકાસ્પદ અને સંક્રમિત કે પ્રભાવિત કક્ષામાં સમાવિષ્ટ મતદારો પણ ટપાલ મારફતે મતદાન કરી શકે તેવી જાેગવાઈ કરવામાં આવી છે.