કચ્છની લોક અદાલતમાં ર૦ હજારથી વધુ કેસો મુકાયા

0
47

ગુજરાત રાજ્ય કાનુની સેવા સત્તા મંડળના ઉપક્રમે કચ્છના તમામ તાલુકા અને હેડકવાટર્સમાં વર્ષની અંતિમ રાષ્ટ્રીય લોકઅદાલતનું આયોજન કરાયું

ભુજ:  આજરોજ સમગ્ર ભારતમાં નાલસા દ્વારા રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે ગુજરાત રાજ્ય કાનુની સેવા સત્તા મંડળ દ્વારા કચ્છ જિલ્લાના તમામ તાલુકા મથકો અને હેડકવાટર્સ ખાતે રાષ્ટ્રીય લોક અદાલત યોજાઈ હતી. જેમાં ર૦ હજાર જેટલા કેસો મુકાયા હતા. વર્ષ ર૦રરની અંતિમ લોકઅદાલતમાં મુખ્યત્વે વીજબિલ, પાણીબિલ, આર્થિક ચલણ, લગ્ન તકરાર વગેરે જેવા કેસો રજૂ થયા હતા. ત્વરીત નિકાલ થઈ શકે તેવા કેસોમાં બંને પક્ષોની હાજરીમાં સમાધાની કારી નિર્ણયો લઈ કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો.

કચ્છ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળના સચિવ આર.બી. સોલંકીએ વિગતો આપતા જણાવ્યું હતું કે, ત્વરીત સમાધાન આવી શકે તેવા કેસો લોકો અદાલતમાં રજૂ થતા હોય છે. આવા કેસોના નિકાલથી અદાલતનો કિંમતી સમય અને શક્તિનો બચાવ થાય છે. તો સીવીલ નેચરલ કેસોમાં જાે સમાધાન થાય તો બંને પક્ષોને કોર્ટથી પણ પરત મળતી હોય છે. જેથી પક્ષકારોને આર્થિક લાભ પણ થાય છે. કચ્છમાં આજે યોજાયેલી લોક અદાલતમાં આર્થિક ચલણ, વીજબિલ, પાણી બિલ, લગ્ન તકરાર જેવા ૧પથી ર૦ હજાર કેસો રજૂ થયા હતા. જેમાં પક્ષકારોને હાજર રાખી સમજાવટથી સમાધાન કરી મોટાભાગના કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો.