મોરબી દુર્ઘટના : નગરપાલિકાના સીઈઓ સંદીપ ઝાલાનું નામ પોલીસ ફરીયાદમાં દાખલ કરો : કચ્છમાંથી ઉઠી માંગ

0
49

રાપર ન.પા.ના પૂર્વ પદાધિકારીઓએ ઉચ્ચ સ્તરે લખ્યો પત્ર

ગાંધીધામ : મોરબી નગરપાલિકાના મુખ્ય અધિકારી સંદીપસિંહ ઝાલાનું નામ પોલીસ ફરીયાદ-એફઆઈઆરમાં દાખલ કરવામાં આવે અને મૃત્યુ પામનારના પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપવા અંગે રાપર સુધરાઈના પૂર્વ પદાધિકારી દ્વારા લેખિતમાં રજુઆત કરવામાં આવી છે.મોરબીના મણિ મંદિર નજીકનો અને મચ્છુ નદી પરથી પસાર થતો ૧૪૦ વર્ષ જૂનો ઝૂલતો પુલ ૩૦મી ઓક્ટોબરના રોજ સાંજે ૬.૩૨ વાગ્યે તૂટ્યો હતો. આ દુર્ઘટનામાં અનેક માસુમ બાળકો સહિત ૧૩૫ લોકોના જીવ ગયા છે. મોરબીના રાજા સર વાઘજી પોતાના રાજ દરબારથી રાજ મહેલ જવા માટે આ કેબલ બ્રિજનો જ ઉપયોગ કરતાં હતા. તેમના શાસનમાં જ આ પુલનું નિર્માણ કરવામાં આવ્યું હતુ. પોતાની રાજાશાહી ખતમ થયા બાદ રાજાએ આ પુલની જવાબદારી મોરબી નગરપાલિકાને સોંપી દીધી હતી. આ પુલ ૧૪૦ વર્ષ જૂનો હતો. જેને ૬ મહિના સુધી રિનોવેશન માટે બ્રિજ બંધ કરાયો હતો અને ત્રણ દિવસ પહેલા જ ફરી શરૂ કરાયો હતો. રૂપિયા બે કરોડના ખર્ચે તેને રિનોવેશન કરાયો હતો. આ બ્રિજનું ઉદ્ઘાટન ૨૦ ફેબ્રુઆરી, ૧૮૭૯માં મુંબઈના ગવર્નર રિચર્ડ ટેમ્પલે કર્યું હતુ. તે સમયે આ પુલ લગભગ ૩.૫ લાખના ખર્ચે તૈયાર થયો હતો. આ બ્રિજની જવાબદાર ઓરેવા ગ્રુપ પાસે છે. આ ગ્રુપે માર્ચ ૨૦૨૨માં વર્ષ ૨૦૩૭ સુધી આ બ્રિજ માટે મોરબી નગર પાલિકા સાથે ડીલ કરી છે. ઓરેવા ગ્રુપ જ બ્રિજની સુરક્ષા, સફાઈ, મરામત્ત અને મેનેજમેન્ટનું કામ જોઈ રહ્યું છે. આ મોરબી પુલ તૂટવા દરમ્યાન અનેક લોકોના જીવ ગયા છે, તો ઉપરોક્ત મૃત્યુ પામેલા પરિવારના સદસ્યો આ પુલમાં હોમાઈ ગયેલા હોઈ, મૃત્યુ પામનાર પરિવારને વ્યક્તિ દીઠ ૧૦ લાખ રૂપિયા આપવામાં આવે અને એક સદસ્યને એક સરકારી નોકરી આપવામાં આવે અને મોરબી નગરપાલિકાના ચીફ ઓફીસરની પુરી જવાબદારી બને છે માટે ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાનું નામ મુખ્ય આરોપી તારીખે હ્લૈંઇમાં દાખલ કરવામાં આવે, એવી ગુજરાતના લોકોની માંગણી હોઈ, આ અંગે આપશ્રીની કક્ષાએથી યુદ્ધના ધોરણે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે એવી રજુઆત રાપર નગરપાલિકાના પૂર્વ કારોબારી ચેરમેન હરેશભાઈ દ્વારા કરવામાં આવી છે.